26th January selfie contest

હવે કેટલીક ટ્રેનોમાં પણ ઇંડા-નોનવેજ પર પ્રતિબંધ આવશે

PC: livemint.com

ટૂંક સમયમાં ઇન્ડિયન રેલવે કેટલીક ટ્રેનોમાં પણ ઇંડા-નોનવેજ પર પ્રતિબંધ મૂકવા જઇ રહી છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં ઇન્ડા નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે કેટલીક ટ્રેનોમાં પણ નોનવેજ ફૂડ પર પ્રતિબંધ લાવવાની તૈયારી ચાલી રહી છે. આઇઆઇસીટીસી દ્વારા વેજિટેરિયન ફ્રેન્ડલી ટ્રાવેલની યોજના બનાવવામાં આવી છે. તે યોજના મુજબ કેટલી ટ્રેનોને સાત્વિક સર્ટિફાઇડ કરવામાં આવશે.

આવું ઇતિહાસમાં પ્રથમવાર થવા જઇ રહ્યું છે કે Indian Railway Catering and Tourism Corporation (IRCTC)તેના વેન્ડર્સને તે સર્ટિફાય કરશે કે તે વેજિટેરિયન ફૂડ જ સપ્લાય કરે છે.

સાત્વિક કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા એક સ્ટેટમેન્ટ મુજબ તેમણે IRCTC સાથે આ અંગેના કરાર કર્યા છે કે ટ્રેનોમાં વેજિટેરિયેન ફૂડ આપવામાં આવે. આ માટે ધાર્મિક સ્થળોને જોડતી ટ્રેનોથી શરૂઆત કરવામાં આવશે.

આ માટેની સૌથી પહેલી સાત્વિક સર્ટિફાઇડ ટ્રેન દિલ્હીથી કટરા વચ્ચે ચાલતી વંદેભારત રેલ બને તેવી શક્યતા છે. આ ટ્રેન દિલ્હીથી ઉપડીને કટરા જાય છે જ્યાં સુપ્રસિદ્ધ વૈષ્ણોદેવીનું મંદિર આવેલું છે જ્યાં લાખો હિન્દુઓ દર વર્ષો દર્શને જાય છે.

કાઉન્સિલનું કહેવું છે કે આ સર્ટિફિકેશન બીજી 18 ટ્રેનોમાં પણ કરવામાં આવશે જેમાં હાલમાં જ લોન્ચ થયેલી રામાયણ એક્સપ્રેસ ટ્રેનનો પણ સમાવેશ થાય છે.
IRCTCના કિચન, એક્ઝિક્યુટિવ લોન્જ, બજેટ હોટેલ, ફૂડ પ્લાઝા, ટ્રાવેલ એન્ડ ટૂર પેકેજ અને રેલી નીર પ્લાન્ટને પણ સાત્વિક સર્ટિફાઇડ કરવામાં આવશે. આનો ઉદ્દેશ્ય વેજિટેરિયન અને વેગાન ફૂડનો પ્રચાર કરવાનો છે. આ પ્લાન 15 નવેમ્બરે લોન્ચ કરાયો છે. તેઓ વેજિટેરિયન કિચનની એક હેન્ડબુક પણ તૈયાર કરવાના છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નોનવેજની લારીઓનો મુદ્દો ભારે ગરમ થઇ ગયો છે. વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં પ્રતિંબંધ મૂકવાની વાત સ્થાનિય નેતાઓએ કરી પરંતુ મુખ્યમંત્રીએ કંઇક જુદી જ વાત કરી છે. તેમણે કહ્યું કે જેને જે ખાવું હોય તે ખાય. તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પણ કહી દીધું કે તેને ભાજપ સાથે કોઇ લેવા દેવા નથી. તે સ્થાનિક નેતાઓની વ્યક્તિગત લાગણીને આધારે લેવાયેલો નિર્ણય છે. આમ, ભાજપમાંથી મુદ્દો તો ઉઠ્યો પરંતુ તેણે ભાજપમાં જ આ બાબતને લઇને ભાગલા પાડી દીધા છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp