ન્યૂ યર સેલિબ્રેશન માટે પરફેક્ટ ડેસ્ટીનેશન

PC: twitter.com

ડિસેમ્બરના અંતમાં વેકેશન પર જવાનો આઇડિયા પરફેક્ટ છે. આટલી રજાઓ સાથે નવા વર્ષનો ખાસ પ્લાન બનાવી શકાય છે. તો ચાલો એવી જ કેટલીક જગ્યાઓ જે ન્યૂ યર સેલિબ્રેશન માટે બેસ્ટ છે.

શિલોંગઃ

નોર્થઈસ્ટ ઈન્ડિયાનું આ હિલ સ્ટેશન ભારતનું સૌથી નાનું રાજ્ય મેઘાલયની રાજધાની છે. શિલોંગને ભારતનું મીની સ્કોટલેન્ડ પણ ઓળખવામાં આવે છે. નવેમ્બર મહિનામાં ઠંડીની શરૂઆત થી જતા ક્રિસમસ અને ન્યુયર સેલિબ્રેશન માટે આ પરફેક્ટ જગ્યા છે.

નૈનીતાલઃ

આમ જોવા જઈએ તો આખુ ઉત્તરાખંડ એટલુ સુંદર છે કે તેની કોઈ પણ જગ્યાએ જાઓ તમને મજા આવશે પરંતુ નૈનીતાલ લોકોનું ફેવરીટ ડેસ્ટીનેશન માનવામાં આવે છે. બરફની વચ્ચે ડિસેમ્બરમાં ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણી કરવાની મજા કંઈક અલગ જ છે.

મનાલીઃ

નૈનીતાલ બાદ મનાલી પણ ફેવરીટ ટુરીસ્ટ ડેસ્ટીનેશન સ્પોટ છે. આ હિલ સ્ટેશન હિમાચલ પ્રદેશનું ફેવરીટ સ્થળ છે. અહીં તમે સ્કીઈંગ, ટ્રેકિંગની સાથે રાફ્ટિંગની પણ મજા માણી શકો છો.

કોડાઈકેનાલઃ

તમિલનાડુની પાસે આવેલું કોડાઈકેનાલ પણ હિલ સ્ટેશનો પર જવાનું પસંદ કરતા લોકોના ફેવરીટ સ્પોટમાંનુ એક છે. સાઉથમાં આવેલા હિલ સ્ટેશનમાનું આ સૌથી પ્રિય હિલ સ્ટેશન છે. અહીંનુ વાતાવરણ તમને થોડા દિવસો સુધી તમારી સ્ટ્રેસભરી લાઈફને ભૂલાવી દેશે.

Image result for kodaikanal winter

દાર્જિલીંગઃ

પહાડોની રાણી દાર્જિલીંગ તમારા માટે સૌથી મહત્ત્વની પ્લેસ બની શકે છે. પહાડોમાં વાદળોની સાથે લૂકાછુપી અને પહાડોની સુંદર વાદિયોમાં ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણી તમારા યાદગાર મોમેન્ટ્સમાં સ્થાન પામશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp