વધુ એક ઝટકો લાગી શકે છે, વિમાનની મુસાફરી ખિસ્સા ખાલી કરાવશે

PC: twitter.com

નવા વર્ષના પહેલા જ દિવસે રેલવેનું ભાડું અને LPG ગેસ સિલિન્ડરોની કિંમતમાં વધારો અને હવે ટૂંક સમયમાં જ હવાઇ મુસાફરી પર મોંઘવારીનો માર પડી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે હવાઇ જહાજોમાં ઉપયોગ થતા ઇંધણના ભાવમાં વધારો.

Aviation Turbine Fuel (ATF)ની કિંમતમાં 1637.25 રૂપિયા એટલે કે 2.6 ટકાનો વધારો થયો છે. આ ઇંધણથી હવાઇ જહાજો ઉડે છે. હવે આ ઇંધણની કિંમતમાં વધારો થઇ ગયો છે. હવાઇ જહાજના ઇંધણના ભાવમાં વધારો થતા હવાઇ મુસાફરીના ભાવમાં વધારો થવાની પૂરી સંભાવના વર્તાઇ રહી છે. કેમ કે, એરલાઇન્સ પહેલાથી જ ખોટમાં છે. તમને જણાવી દઇએ કે, હાલના સમયમાં ATF 64.32 રૂપિયા લીટર છે. જો કે આ પેટ્રોલ અને ડીઝલથી સસ્તુ છે.

પેટ્રોલની કિંમત 75.25 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 68.10 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય સબસિડી વગરના LPG સિલિન્ડર પણ 1 જાન્યુઆરી 2020થી મહેંગા થઇ ગયા છે. LPG ગેસ સિલિન્ડરનો ભાવ 19 રૂપિયા વધી ગયો છે. ભારત જરૂરિયાત અનુસાર 84 ટકા કાચુ તેલ આયાત કરે છે. કાચા તેલમાં છેલ્લા કેટલાક મહિનામાં તેજી આવી છે, જેથી ફરી કાચા તેલના ભાવમાં વધારો થયો છે. કાચું તેલ ઓક્ટોબર 2019મા 59.70 ડૉલર(પ્રતિ બેરલ) હતું. પછી નવેમ્બરમાં તેની કિંમત 62.54 ડૉલર પ્રતિ બેરલ થઇ ગયું અને ત્યારબાદ ડિસેમ્બરમાં તેની કિંમત 65 ડૉલર પ્રતિ બેરલ સુધી ભાવ વધી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp