સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં 62 કરોડના ખર્ચે હવે શું થવાનું છે, જાણો

PC: curlytales.com

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક નાના-મોટા પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યા છે. પણ સૌથી મહત્ત્વના પ્રોજેક્ટ એવા રોપ-વે માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાસે રૂ.62 કરોડના ખર્ચે પેસેન્જર રોપ વે બનાવવામાં આવશે. 1.25 કિમી લંબાઈના આ રોપ વે પ્રોજેક્ટનું ખાત મૂહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.31 ઓક્ટોબરના રોજ કરે એવી શક્યતાઓ છે. આ પ્રોજેક્ટ પીપીપી ધોરણે શરૂ થનાર છે. આ માટે સરદાર સરોવર નિગમ તરફથી એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

સરદાર સરોવર ડેમ નજીક આવેલી આ દુનિયાની સૌથી વિશાળ પ્રતિમા વિશ્વસ્તરીય આકર્ષણ બની રહી છે. આ પ્રકારના પ્રોજેક્ટથી વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરી શકાશે. આ ઉપરાંત અહીં ચિલ્ડ્રન પાર્ક, ન્યુટ્રિશ્યન પાર્ક, જંગલ સફારી, કેકટર્સ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, ફ્લાવર વેલી સહિતના અનેક આકર્ષણનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત તા.31 ઓક્ટોબરના રોજ અહીં સી પ્લેન પ્રોજેક્ટ પણ શરૂ થઈ રહ્યો છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોપ-વે પ્રોજેક્ટનું ખાત મૂહુર્ત કરે એવી પૂરી શક્યતાઓ સેવાય રહી છે. રૂ.62 કરોડના ખર્ચે તૈયાર થનારા 1.25 કિમી પેસેન્જર રોપ વે એક મોટું આકર્ષણ બની રહેશે. આ માટે કુલ 8.35 મીટર ઊંચા પાંચ ટાવર્સ તૈયાર કરવામાં આવશે. જેમાં 12 કેબિન હશે. પૂરતી સુરક્ષા સાથે પ્રવાસીઓ એમાં બેસી શકશે. આ સવા ચાર મિનિટની એક વન વે ટ્રીપ હશે. આ પ્રોજેક્ટનું કામ 24 મહિનાઓમાં પૂર્ણ કરવાનું રહેશે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ એક ટ્રિપની ટિકિટ અંદાજે રૂ. 70 રાખવામાં આવે એવા એંધાણ છે. આ રોપ વે સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે વિધ્યાચલ તથા સાપુડાની બે પહાડીઓને જોડશે.

આ બંને પહાડીનું આકાશી વિહંગાવલોકન પ્રવાસીઓ રોપ વે કેબિનમાં બેસી કરી શકશે. બીજી તરફ રાજ્ય સરકાર અમદાવાદની સાબરમતીનદી માંથી સી પ્લેન સર્વિસ શરૂ કરવા માટે પણ તડામાર તૈયારીઓ કરી રહી છે. આ માટે રીવરફ્રન્ટ ખાતે એરોડ્રામ બનાવવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રીવરફ્રન્ટથી સી પ્લેનની સવારી શરૂ થશે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે. સરદાર બ્રીજ નજીક ફ્લોટિંગ જેટી લગાવાશે ત્યાંથી જ સી પ્લેન કેવડીયા માટે રવાના થશે. આ માટે અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટ સુધી મોટા બ્લોક પહોંચી ગયા છે. ટૂંક સમયમાં આ માટે કામ શરૂ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp