ધોતી-ભગવા વસ્ત્રોમાં વેટર સર્વ કરી રહ્યા છે ભોજન, સંતોએ ટ્રેન રોકવાની આપી ધમકી

PC: punjabkesari.in

ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ થયેલી રામાયણ સર્કિટ સ્પેશ્યિલ ટ્રેનને લઇ એક વિવાદ શરૂ થયો છે. ઘણાં સંતોએ ટ્રેનમાં વેટર્સના પોશાકને લઇ વિરોધ નોંધાવ્યો છે. તેમનું માનવું છે કે વેટર્સના પોશાક સાધુ-સંતોના પોશાકથી મળતા આવે છે અને આ તેમનું અપમાન છે. માટે તેને તરત બદલવામાં આવે નહીં તો સાધુ-સંત આને લઇ વિરોધ કરશે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં રામાયણ સર્કિટ સ્પેશ્યિલ ટ્રેનમાં વેટર્સ ટ્રેનમાં હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવતા ભગવા કપડા પહેર્યા છે. જેમાં ધોતી, પાઘડી અને રૂદ્રાક્ષની માળા પણ ગળામાં પહેરી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી સંત સમાજે નાખુશતા વ્યક્ત કરી છે. ઉજ્જૈનના સાધુ-સંતોએ વિરોધ કર્યો છે અને વીડિયોમાં એઠા વાસણ ઉઠાવતા અને લોકોને ભોજન સર્વ કરી રહેલા વેટર્સને જોઇ સંતોનું કહેવું છે કે આ તેમનું અપમાન છે.

શ્રીપંચાયતી મહાનિર્વાણી અખાડા અને અવધેશધામ આશ્રમ ઉજ્જૈનના પરામહંસ અવધેશપુરીએ રેલ મંત્રીને પત્ર લખીને 12 ડિસેમ્બરના રોજ શરૂ થનારી ટ્રેનની બીજી ટ્રિપનો વિરોધ કરવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ત્યાં સુધી ડ્રેસ કોડ બદલવામાં આવ્યો નહીં તો ટ્રેનને રોકવામાં આવશે.

પત્રમાં કહ્યું કે, રામાયણ સર્કિટ એક્સપ્રેસમાં સાધુ-સંતોના પોશાકમાં વેટરો દ્વારા યાત્રીઓને ભોજન પીરસવું અને તેમના એઠા વાસણ લેતા જોવા અપમાનદાયી અને અસહનીય છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને ભગવાન શ્રીરામની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન સાધુ-સંતોનું અપમાન કરી કરોડો હિંદુઓની આસ્થાને આહત કરી રહ્યો છે. રેલ મંત્રીને વિનમ્ર આગ્રહ છે કે 12 ડિસેમ્બરે શરૂ થનારી બીજી યાત્રા પહેલા વેટરોના પોશાકમાં પરિવર્તન કરવાનું કષ્ટ કરે નહીંતર સાધુ-સંતો મજબૂર થઇને રામભક્તોને સાથે લઇ ટ્રેનના પાટા પર બેસી ટ્રેન રોકશે.

ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન પૂરુ પાડવાના હેતુથી IRCTC દ્વારા આ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. ટ્રેન 7 નવેમ્બરે ઉપડી છે જે ભગવાન રામથી જોડાયેલા 15 સ્થળોનું ભ્રમણ કરતા 7000 કિમીની યાત્રા નક્કી કરશે. આ ટ્રેનમાં અયોધ્યાથી રામેશ્વરમની વચ્ચેનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સ્પેશ્યિલ ટ્રેન પર્યટકોને પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલ દરેક સ્થળોનું ભ્રમણ અને દર્શન કરાવશે. 12 ડિસેમ્બરના રોજ રામાયણ એક્સપ્રેસ ટ્રેનની બીજી ટ્રિપ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp