ગિરનારની પરિક્રમા કરવા એટલા લોકો પહોંચ્યા કે એક દિવસ પહેલા જ ચાલુ કરી દેવી પડી

PC: khabarchhe.com

ગિરનારની પરિક્રમા તારીખ 4થી શરૂ થનાર છે ત્યારે આજે સવારથી જ લોકો નો પ્રવાહ તળેટી તરફ વહેતો રહ્યો હતો સાંજ સુધીમાં બે લાખથી વધુ લોકો તળેટી અને પ્રવેશ દ્વાર પાસે પહોંચી ગયા હતા પરંતુ ગેટ બંધ હોવાથી નિરાશ થવું પડ્યું હતું. પોલીસ અને વન વિભાગના સ્ટાફે સમજાવટથી મામલો સંભાળવો પડ્યો હતો

જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમા નો તારીખ 4 ના મધ્યરાત્રીએ પ્રારંભ થનાર છે દર વર્ષે વિધિવત પરિક્રમા શરૂ થાય તેના બે દિવસ પૂર્વે યાત્રિકો આવી પહોંચે છે. હજુ વિધિવત પરિક્રમા શરૂ થાય એ પૂર્વે આજે સવારથી જ યાત્રિકોનો પ્રવાહ તળેટીમાં પરિક્રમાના પ્રવેશ દ્વાર પાસે પહોંચી ગયા હતા. સાંજ સુધીમાં અંદાજે અઢી લાખ જેટલા લોકો ઉમટી પડ્યા હતા. તેઓએ પ્રવેશ દ્વાર પાસે જ અડિંગો જમાવ્યો હતો અને પ્રવેશ દ્વાર ખોલવા માંગ કરી હતી, પરંતુ હજુ પ્રવેશ દ્વાર ઉચ્ચ કક્ષાએથી આદેશ બાદ આવતીકાલે ખુલ્લે એમ હોવાથી વનકરમીઓ અને પોલીસે સમજાવટથી મામલો સંભાળવો પડ્યો હતો.

સોનાપુર નજીક ટ્રાફિક સર્જાયો હતો તો જિલ્લા પંચાયત સામેનું પાર્કિંગ ફુલ થઈ ગયું હતું તો અન્ય જગ્યાએ પણ વાહનોના થપ્પા લાગી ગયા હતા. આજે બપોરથી જ ભરડાવાવથી ગિરનાર તળેટી સુધીના માર્ગો પર લાખો ભાવિકોએ ધામા નાખતા સાંજથી સોનાપુરીથી ભવનાથ તરફ જતો રસ્તો માનવ મહેરામણથી ઉભરાયો હતો વધુ સંખ્યામાં વાહનો અને માનવ મેરામણને લઈ ટ્રાફિક જામ સર્જાયો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp