આવતીકાલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જવાના હોવ તો આ વાંચી લેજો નહિ તો પસ્તાશો

PC: twitter.com/vijayrupanibjp

વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે, ત્યારે આવતીકાલે એટલે કે સોમવારના રોજ જે લોકો સ્ટેચ્યૂ ઓફ યુુનિટીની મુલાકાત લેવા માંગતા હોય તેઓ એક વાત જાણી લે કે સોમવારના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રહેશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઓફિશિયલ વેબસાઇટ મુજબ દર સોમવારે મેન્ટેનન્સ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રાખવામાં આવશે. ટિકિટની વાત કરીએ તો આનુષાંગિક ભાગો નિહાળવા માટેના દરો નિયત કરાયા છે. જેમાં પુખ્ત વયના પ્રવાસીઓ માટે બસ ટિકિટના દર રૂ.30, એન્ટ્રી ટિકિટ, સ્ટેચ્યૂ બેઈઝ પ્રદર્શન વિગેરેની ટીકિટના દર રૂ.120 તથા એન્ટ્રી ટિકિટ સ્ટેચ્યૂ બેઈઝ પ્રદર્શન તથા વ્યુ ગેલેરીના દર રૂ. 350 રહેશે. 3 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકો માટે બસ ટિકિટના દર રૂ.30, એન્ટ્રી ટિકિટ, સ્ટેચ્યૂ બેઈઝપ્રદર્શન વિગેરેની ટીકિટના દર રૂ.60 તથા એન્ટ્રી ટિકિટ સ્ટેચ્યૂ બેઈઝ પ્રદર્શન તથા વ્યુ ગેલેરીના ટિકિટના દર રૂ.200 નિયત કરાયા છે, એમ સરદાર સરોવર નર્મદા નિગમની યાદીમાં જણાવાયું છે.

આ તમામ ટીકિટો શ્રેષ્ઠ ભારત ભવન ઉપરાંત મેમોરીયલ અને વીઝિટર સન્ટર પરથી મેળવી શકાશે, તેમજ WWW.SOUTICKETS.IN પરથી ઓનલાઇન બુકીંગથી પણ ટીકિટ મેળવી શકાશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યુ ગેલેરી તથા પ્રદર્શન હૉલની પ્રવાસીઓ માટેની દૈનિક ક્ષમતા પૂર્ણ થયે ઓનલાઇન ટીકિટ બુકીંગ આપો આપ બંધ થઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બધીજ ટિકિટોના વેચાણનો સમય સવારના 8:30 કલાકથી બપોરનાં 16:00 કલાક સુધીનો રહેશે. તથા દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, પ્રદર્શન અને વ્યુ-ગેલેરી બંધ રહેશે. શાળાના વિદ્યાર્થીઓને સરદાર સરોવર બંધ જોવા માટે શાળાની બસોને બંધ સુધી જવા દેવામાં આવશે, એમ વધુમાં જણાવ્યું છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, દિવાળીની રજાઓ દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યામાં ભારે ધસારો થવાની સંભાવના છે. ઓનલાઇન બુકીંગ પણ ઘણા થયા છે. ગઇ કારે 7,000થી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. કેવડીયા કોલોનીમાં પ્રવાસીઓનો ભારે ધસારો છે. રજાઓમાં ભારે બુકીંગ અને પ્રવાસીઓના અતિભારે ધસારાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp