ટુરિસ્ટોની સિઝનમાં જ કાશ્મીરમાં પરપ્રાંતિયો નિશાના પર, જાણો શું થઇ અસર

PC: skift.com

હવે ટુરિસ્ટોની સિઝન શરૂ થવાની છે ત્યારે જ કશ્મીરમાંથી કામદારો પલાયન કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે ત્યાં આતંકવાદીઓ કશ્મીરી ન હોય લેવા લોકોને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. હાલમાં જ બિહારી મજૂરોની હત્યા કરી દેવાઇ છે. આવા સમયે સ્થાનિક લોકો પણ ટેન્શનામં છે કારણ કે ત્યાં ટુરિસ્ટો આવવાના ઓછા થઇ જશે. એક હત્યા તો શ્રીનગરમાં જ કરવામાં આવી છે.

જમ્મુ ક્શ્મીરમાં હવે આંતકવાદીઓ પર લગામ કસવામાં આવી રહી છે એટલે તેઓ હવે સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે. અગાઉ તેઓ સુરક્ષા બળો કે પોલીસ પર હુમલો કરતા હતા પરંતુ હવે સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ તેમણે શ્રીનગરના એક જાણીતા કેમિસ્ટની દુકાનમાં જ હત્યા કરી દીધી હતી. પછી સિખ લોકોને નિશાન બનાવ્યા હતા. હાલમાં જ તેમણે બિહારી મજૂરોને ટારગેટ કરવાનું શરૂ કર્યું છે. આમ, કશ્મીરના ન હોય તેવા લોકોને નિશાન બનાવવાનું શરૂ કરતા હવે કશ્મીર ફરવા જનારા લોકોમાં પણ ડરનો માહોલ ઊભો થાય તે સ્વાભાવિક છે.

રવિવારે દક્ષિણ કશ્મીરના કુલગામમાં બે બિહારી મજૂરોની હત્યા કરી દેવામાં આવી હતી. તે પહેલા શનિવારે એક બિહારી મજૂરની શ્રીનગરમાં તો એક ઉત્તરપ્રદેશના મજૂરની પુલવામાંમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાઓથી આંતકિત બનેલા લોકો જમ્મુના રેલ્વે સ્ટેશન અને તેની બહાર ફૂટપાથ પર બેઠેલા જોવા મળી જાય છે. પોતાના શહેરની ટ્રેન માટેની રાહ જોતા મજૂરો કહે છે કે હવે ક્યારેય કશ્મીર પાછા નહીં આવીએ. અમને નોકરી કરતા હતા ત્યાંથી પણ રૂપિયા આપ્યા વગર જ મોકલી દેવામાં આવ્યા છે.

બીજી બાજુ આ અંગે રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. બિહારના મુખ્યમંત્રીએ ઉપરાજ્યપાલ મનોજસિન્હા સાથે વાત કરી અને માર્યા ગયેલા મજૂરો માટે રૂ. 2 લાખની સહાય અપાઇ છે. તો પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ તો વડાપ્રધાનને કહ્યું કે જમ્મુ કશ્મીર બિહારના મજૂરોને સોંપી દો. તે બધુ સારૂ કરી દેશે.

જો ટુરિસ્ટોની વાત કરીએ તો કશ્મીરમાં તેના ટુરિઝ્મ સેક્ટરનો ભાગ 20 ટકા જેટલો છે. દિવાળીના સમયે અને પછી ઉનાળાના વેકેશનમાં ત્યાં ભીડ હોય છે. પરંતુ કોરોનાકાળના કારણે ત્યાં મોટો ફટકો પડ્યો હતો. જોકે, હવે ધીરે ધીરે ટુરિસ્ટ આવવાના શરૂ થયા ત્યાં જ હત્યાઓ શરૂ થતા અસર પડી છે. સ્થાનિક ટુર ઓપરેટરોનું કહેવું છે કે લગભગ 20થી 30 ટકા બુકિંગ કેન્સલ થયા છે.

જોકે, આંતકવાદીઓએ ટુરિસ્ટોને નિશાન બનાવ્યા હોય તેવું ખાસ બનતું નથી. તેમને પણ ખબર છે જો ટુરિસ્ટોને નિશાન બનાવશે તો સ્થાનિક લોકો પણ તેમનાથી વિરુદ્ધ થઇ જશે. એટલે આતંકવાદીઓ ભાગ્યે જ ટુરિસ્ટોને નિશાન બનાવતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp