વિદેશ ફરવાનો પ્લાન હોય તો આ દેશમાં માત્ર 72 રૂ.માં મળી રહેશે હોટેલ રૂમ

PC: planetware.com

ભારતની પ્રજા ફરવાની શોખીન છે. છેલ્લા દોઢ વર્ષથી પ્રવાસન અને ટ્રેકિંગ જેવી પ્રવૃતિને એકાએક તાળુ લાગ્યું છે ત્યારે અનેક રાષ્ટ્રમાં પ્રવાસન પ્રવૃતિ ઠપ થઈ ચૂકી છે. દેશમાં ધીમે ધીમે બધુ અનલોક થઈ રહ્યું છે ત્યારે ફરવાના પ્રેમી લોકો આવનારા દિવસોમાં કોઈ પ્લાન બનાવી ફરવા ઉપડશે. પણ વિદેશ ફરવાનો પ્લાન હોય તો એકાદ અઠવાડિયા સુધી થાઈલેન્ડમાં ફરવાની તક ચૂકવા જેવી નથી.

થાઈલેન્ડનું ફુકેટ સિટી દુનિયાના રોમેન્ટિક સિટી પૈકીનું એક છે. જુદા જુદા દેશમાંથી લોકો અહીં હનીમુન કરવા માટે આવે છે. ફૂકેટ સિટીનો નજારો પણ ખાસ જોવા જેવો છે. હોટેલ્સ, બીચ, એડવેન્ચર તથા બીચ સહિત અનેક પ્રવૃતિઓ કરી શકાય છે. આ ઉપરાંત કુદરતી સુંદરતાને કારણે પણ દુનિયાભરમાં જાણીતું છે. એટલું જ નહીં અહીંનું વાતાવરણ પણ દુનિયાના અનેક પ્રવાસીઓને આકર્ષિત કરે છે. વેક્સીનના ડોઝ લઈ ચૂકેલા પ્રવાસીઓ માટે ફૂકેટ જુલાઈ મહિનાથી પ્રવાસીઓના પ્રવેશ માટે મંજૂરી આપી રહ્યો છે. ખાસ વાત એ છે કે, થાઈલેન્ડમાં એક પર્યટનગ્રૂપે એક અભિયાન શરૂ કર્યું છે.

જે અંતર્ગત હોટેલના રૂમ્સ ઓછી કિંમતે આપવામાં આવી રહ્યા છે. જેને વન નાઈટ વન ડૉલર નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન થાઈલેન્ડના પર્યટન પરિષદ તરફથી ચલાવવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત આ રૂમ્સની કિંમત આશરે $1 એટલે કે માત્ર રૂ.72 રહેશે. આ સિવાય હોટેલના કેટલાક ચોક્કસ રૂમ્સ એક ડૉલર લેખે એક રાત માટે આપવામાં આવશે. સામાન્ય રીતે આ રૂમ્સ 2328રૂ.થી 6984 રૂ. વચ્ચે મળી રહે છે. જો આ અભિયાન સફળ રહ્યું તો અન્ય પણ સ્થળે આને લાગુ કરી શકાશે. બેન્કોક જેવા પ્લેસ ઉપર પણ તે લાગુ થશે.

થાઈલેન્ડ પર્યટનના ગવર્નર યુથાસાક સુપાસોર્ને એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે, ફૂકેટ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પોતાને ત્યાં આવવા માટે મંજૂરી આપી રહ્યો છે. તા.1 જુલાઈથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને મંજૂરી અપાશે. શરત એ છે કે, લોકોએ વેક્સીનના ડોઝ લીધેલા હોવા જોઈએ. નિયમોનું પણ કડક રીતે પાલન કરવામાં આવશે. છેલ્લા 15 મહિનાથી થાઈલેન્ડ કોરોના વાયરસની મહામારીને કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો નોકરી ગુમાવી બેઠા છે. એવામાં પર્યટન જ એમને ફરી બેઠા કરી શકે છે. મહામારીને ધ્યાને લઈને ફૂકેટમાં સ્થાનિક લોકો 70 ટકા વેક્સીનેટેડ થઈ જાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને મંજૂરી અપાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp