ફ્લાઇટમાં સ્મોકિંગ બદલ 25 હજારનો દંડ, આરોપી બોલ્યો નેટ પર તો રૂ. 250 બતાવે છે

PC: aajtak.in

ફ્લાઈટમાં સિગારેટ પીવાના આરોપીની ધરપકડ કરી અને પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો, ત્યારબાદ જજે તેના પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો. અમેરિકન મૂળનો વ્યક્તિ આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ ગયો, તેથી તેણે ગૂગલ પર સર્ચ કર્યું અને જાણવા મળ્યું કે, ભારતીય દંડ સંહિતા (IPC) આવા ગુના માટે માત્ર 250 રૂપિયાના દંડની જોગવાઈ કરે છે.

તેણે ન્યાયાધીશને કહ્યું કે, આટલા કહો તો હું આપી દઈશ, નહીંતર તેને જેલમાં મોકલી દો. કોર્ટે તેની દલીલ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. માણસે ખુશીથી જેલમાં જવાનું નક્કી કર્યું. ત્યાર બાદ અહીંની એક કોર્ટે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ધૂમ્રપાન અને અભદ્ર વર્તન બદલ ધરપકડ કરાયેલ એક વ્યક્તિને જેલ હવાલે કર્યો હતો.

એર ઈન્ડિયાની લંડન-મુંબઈ ફ્લાઈટમાં 10 માર્ચે, શૌચાલયમાં ધૂમ્રપાન કરવા અને પછી ફ્લાઈટમાં હંગામો મચાવવાના આરોપ બદલ પોલીસે રત્નાકર દ્વિવેદીની ધરપકડ કરી હતી. ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 336 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતું કૃત્ય) હેઠળ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

આરોપીએ કોર્ટને કહ્યું કે, તેણે ઓનલાઈન જોયું છે કે, ભારતીય દંડ સંહિતાની કલમ 336 હેઠળ 250 રૂપિયાનો દંડ છે. તે આટલી રકમ ચૂકવવા તૈયાર છે, પણ જામીનની રકમ નહીં. સોમવારે તેણે કોર્ટને કહ્યું કે, તે જેલમાં જવા માટે તૈયાર છે. આ પછી અંધેરીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે તેને જેલમાં મોકલી દીધો.

લંડન-મુંબઈની ફ્લાઈટમાં રત્નાકર દ્વિવેદી વિમાનના શૌચાલયમાં સિગારેટ પીતો જોવા મળ્યો હતો. એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરે મુંબઈની સહાર પોલીસને જણાવ્યું કે, હવામાં ઊડતી ફ્લાઈટમાં ધૂમ્રપાન કરવાની મંજૂરી નથી પરંતુ તે બાથરૂમમાં ગયો કે તરત જ એલાર્મ વાગી ગયું. અમે ત્યાં ગયા તો જોયું કે તેના હાથમાં સિગારેટ હતી. અમે તરત જ તેના હાથમાંથી સિગારેટ ફેંકી દીધી. પછી રત્નાકરે બૂમો પાડવાનું શરુ કર્યું હતું. કોઈક રીતે અમે તેને તેની સીટ પર લઈ ગયા. પરંતુ થોડા સમય પછી તેણે પ્લેનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો.

તેના વર્તનથી બધા મુસાફરો ડરી ગયા. એર ઈન્ડિયાનું કહેવું છે કે, રત્નાકર તેમની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતો. તે માત્ર બૂમો પાડી રહ્યો હતો. જે બાદ અમે તેના હાથ-પગ બાંધીને સીટ પર બેસાડી દીધો. આ પછી તેણે માથું પછાડવાનું શરૂ કર્યું. પોલીસે જણાવ્યું હતું કે, મુસાફરોમાંથી એક ડૉક્ટર છે. તેણે આવીને તેની તપાસ કરી. ત્યારે રમાકાંતે કહ્યું કે, તેની બેગમાં અમુક દવા છે, પરંતુ બેગની તપાસ કરતાં તેમાં એક ઈ-સિગારેટ મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp