26th January selfie contest

રિષીકેશથી લઈને કેરળ સુધી, ભારતના આ ડેસ્ટીનેશન્સ છે વિદેશીઓમાં ફેવરિટ

PC: yatra.com

ભારતમાં એવી ઘણી સુંદર અને સારી જગ્યાઓ છે, જ્યાં દેશના જ નહીં પરંતુ વિદેશોથી પણ લોકો ખેંચાઈને આવે છે. સુંદર બીચ, ઊંચા પહાડોથી લઈને ભરેલા ઘાટ અને અન્ય જીવો માટે ભારત દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ સુંદરતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળે છે. આ જ કારણ છે કે વિદેશીઓમાં ભારતને લઈને ઘણો ક્રેઝ રહે છે. તો ચાલો જોઈ લઈએ ભારતમાં એવી કઈ જગ્યાઓ છે જે વિદેશીઓમાં સૌથી ફેવરિટ છે.

રિષીકેશને દુનિયાની યોગ રાજધાની પણ કહેવામાં આવે છે. સૌથી વધારે વિદેશી રિષીકેશમાં જ આવવાનું પસંદ કરે છે. અહીં આશ્રમોમાં યોગ અને ધ્યાન કરવામાં આવે છે. આધ્યાત્મમાં રુચિ રાખનારા લોકો માટે રિષીકેશથી સારી જગ્યા કોઈ નથી. શિવપુરીથી લઈને રામઝૂલા સુધીનો આનંદ લેવા માટે અહીં લોકો દૂર-દૂરથી આવે છે.

વારાણસી દુનિયાનું સૌથી પ્રાચીન શહેર છે. તે દુનિયાના સૌથી જૂના શહેરોમાંનું એક છે. ગંગા નદીના કિનારે વસેલું આ શહેર હિંદુઓના ખાસ તીર્થ સ્થળોમાંથી એક છે. અહીં ઘણા લોકો મુક્તિ અને શુદ્ધિકરણ માટે પણ આવે છે. વારાણસી પોતાના ઘણા વિશાળ મંદિરો સિવાય ઘાટ અને અન્ય ઘણા લોકપ્રિય સ્થાનો માટે પ્રસિદ્ધ છે. અહીં વર્ષે લાખો પર્યટકો આવે છે. આ ધાર્મિક સ્થળો માત્ર ભારતીયો જ નહીં પરંતુ, વિદેશી પર્યટકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવે છે.

આગ્રાનું તાજમહેલ યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ છે અને દુનિયાના સાત અજૂબાઓમાંથી એક છે. તાજમહેલની ભવ્યતા માટે ભારતમાં વિદેશી દૂર દૂરથી આવે છે. તાજમહેલ સિવાય અહીં તાજ મ્યુઝીયમ, ઈતિમાદ-ઉદ-દૌલા, અકબરનો મકબરા અને કિનારી બાજાર જેવી ઘણી જગ્યાઓ છે.

ગોવાને ભારતનું ફન કેપિટલ કહેવામાં આવે છે. મોજ-મસ્તી અને અહીંનું સદાબહાર વાતાવરણ વેકેશન માટે સારી જગ્યા માનવામાં આવે છે. અહીંની રંગીન નાઈટલાઈફ, બીચ પાર્ટી અને સન કિસ્ડ પ્લેસ તમને બીજી જગ્યાઓએ નહીં મળે. ગોવામાં સૌના માટે કંઈક ને કંઈક છે. ઈઝરાયલ અને રશિયાથી સૌથી વધારે લોકો અહીં આવે છે. અહીં અડધી રાતે પાર્ટી શરૂ થાય છે અને સવાર સુધી ચાલે છે.

ગોકર્ણામાં તમને દૂર દૂર સુધી સુંદર બીચ જોવા મળશે. આ કર્ણાટકનું એક નાનકડું તીર્થ શહેર છે જે હવે પર્યટકોની પસંદગીની જગ્યા બની ગઈ છે. ગોવા જનારા મોટાભાગના લોકો શાંત બીચનો આનંદ લેવા માટે ગોકર્ણ તરફ જઈ રહ્યા છે, કારણ કે તે ભીડથી દૂર છે અને બીચ એકદમ ક્લિયર છે. ભક્તિ અને શાંતિનો એક સાથે આનંદ લેવા માટે લોકો ગોકર્ણ જઈ રહ્યા છે.

હમ્પીને વીરાન ખંડેરોની દુનિયા કહેવામાં આવે છે. તમે અહીંની બિલ્ડીંગોના નકશીકામથી લઈને તીર્થયાત્રા સુધીનો આનંદ લઈ શકો છો. ઈતિહાસ અને કળામાં રસ લેનારા માટે ઘણી સારી જગ્યા છે. આથી અહીં દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે. હમ્પીમાં તમે એક સાથે ઘણી વસ્તુઓનો આનંદ લઈ શકો છો.

જયપુરને ભારતનું સૌથી વધારે આકર્ષક શહેર માનવામાં આવે છે. અહીંના પોતાના રંગીન રત્ન દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. આ મહાનગર પ્રાચીન ઈતિહાસ અને સંસ્કૃતિનું અદ્દભુત મિલન છે, જેને જોવા માટે દૂર દૂરથી વિદેશીઓ આવે છે. અહીંના અંબર પેલેસ, સિટી પેલેસ, જંતર મંતર, હવા મહલ, નાહરગઢ કિલ્લો, જયગઢ કિલ્લો, લક્ષ્મી-નારાયણ મંદિર અને લેક પેલેસ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

કેરળને આંતરરાષ્ટ્રીય યાત્રીઓ દ્વારા ભારતમાં સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે કહેવામાં આવ્યું છે. અહીંના બીચ, આયુર્વેદ રિસોર્ટ્સ અને સ્પા લોકોની વચ્ચે પ્રમુખ આકર્ષણ છે. કોવલમ, વર્કલા, કન્નુર, બેકલ અહીંના પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. નેચર લવર્સ માટે કેરળ પહેલી પસંદ છે.

કોડાઈકેનાલને ભારતમાં વનોનું ઉપહાર કહેવામાં આવે છે. આ તમિલનાડુનું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. ભરેલી હરિયાળી અને શાંતિપૂર્ણ વાતાવરણનો આનંદ લેવા માટે કોડાઈકેનાલમાં દૂર દૂરથી ભારતીયો આવે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp