ખુશખબરઃ આપણા દેશનો પાસપોર્ટ પાવરફૂલ બન્યો, રેન્કિંગમાં સુધારો, 60 દેશોમાં વીઝા..

PC: https://www.aajtak.in

વર્ષ 2022ની શરૂઆત થતાની સાથે જ ધ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સએ દુનિયાના સૌથી પાવરફુલ પાસપોર્ટની રેન્કિંગ જારી કરી દીધી છે. ભારત માટે આ રેન્કિંગ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ઓકટોબર 2021ની સરખામણીએ આ વર્ષમાં ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 7 પોઇન્ટ પર ઉપર આવ્યું છે. ભારતીય પાસપોર્ટની સાથે હવે લોકો 60 દેશોમાં વગર વિઝાએ ટ્રાવેલ કરી શકશે. આ રેન્કિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (IATA)ના ડેટા પર આધારિત હોય છે જે  બતાવે છે કે આ પાસપોર્ટની સાથે તમામ દેશોની યાત્રા કરવી લોકો માટે કેટલી સરળ છે.

વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક માટે જારી કરવામાં આવેલા રિપોર્ટ મુજબ ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 83મા નંબર છે જે ગયા વર્ષના ઓકટોબર મહિનામાં 90 નંબર પર હતું. એટલે ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં 7 પોઇન્ટનો સુધારો જોવા મળ્યો છે. આ રેન્ક પર ભારતની સાથે સાઓ ટોમે અને પ્રિંસિપેનું પણ નામ છે.

વર્ષ 2021માં ભારતીય પાસપોર્ટ પર 58 દેશોમાં વિઝા વગર જવાની પરવાનગી હતી જે હવે 60 દેશોમાં જવાની પરવાનગી મળી છે. જે બે વધારાના દેશોમાં વિઝા વગર જવાની પરવાનગી મળી છે તેમાં ઓમાન અને ઓર્મીનિયાનું નામ છે.

ધ હેનલી પાસપોર્ટના ઇન્ડેક્સમાં પાકિસ્તાનનું સ્થાન 108માં નંબરે છે જેને 31 દેશોમાં વગર વિઝાએ જવાની પરવાનગી છે.10મા નંબરે 3 દેશોના નામ છે એસ્ટોનિયા, લાતવિયા અને સ્લોવેનિયા. આ દેશના પાસપોર્ટ પર 181 દેશોમાં મુસાફરી કરવાનો અધિકાર છે.

લિથુઆનિયા અને સ્લોવાકિયાનૌવે 9મા નંબર પર છે. આ દેશના યાત્રીઓ 182 દેશોમાં યાત્રા કરી શકે છે.

હંગરી અને પોલેન્ડ પાવરફુલ પાસપોર્ટમાં 8મા સ્થાન પર છે. આ દેશના યાત્રીઓને 184 દેશોમાં જવાની છુટ છે.

ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપ્બ્લિક, ગ્રીસ અને માલ્ટા આ 5 દેશો 7માં નંબર પર છે. તેમના દેશના યાત્રીઓ 185 દેશોમાં ફરી શકે છે.

બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ. નોર્વે, સ્વિટઝરલેન્ડ, યૂનાઇટેડ કિંગડમ અને અમેરિકા જેવા 6 દેશો છઠ્ઠા નંબર પર છે. આ દેશના લોકો 186 દેશોમાં ફરી શકે છે.

આર્યલેન્ડ અને પોર્ટૂગલ 5માં નંબર પર છે. આ દેશના લોકોને 186 દેશોમાં ફરવાની પરવાનગી છે.

ઓસ્ટ્રીયા, ડેન્માર્ક, ફ્રાન્સ, નેધરલેન્ડ આ 4 દેશો ચોથા નંબર છે. આ દેશના લોકો 188 દેશોમાં  વગર વિઝાએ ફરી શકે છે.

ફિનલેન્ડ, ઇટાલી, લક્સમબર્ગ અને સ્પેન પાસપોર્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર છે. આ 4 દેશોના યાત્રીઓ 189 દેશોમાં મુસાફરી કરી શકે છે.

જર્મની અને સાઉથ કોરિયા બીજા નંબર પર છે. આ દેશના લોકો 190 દેશોમાં ફરી શકે છે.

જાપાન અને સિંગાપુર સૌથી પહેલાં નંબર પર છે. આ દેશના લોકો 192 દેશોમાં વગર વિઝાએ મુસાફરી કરી શકે છે.

એ રીતે જોવા જઇએ તો જાપાન અને સિંગાપુરની સરખામણી ભારત ઘણું પાછળ છે. ભારતના લોકોને માત્ર 60 દેશોમા જ વગર વિઝાએ જવાની પરવાનગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp