પૃથ્વીની એવી 10 જગ્યા જ્યાં વરસાદ અટકવાનું નામ નથી લેતો, ભારતની પણ 2 જગ્યા સામેલ

PC: healthline.com

વરસાદની સીઝનમાં લોકો ઘણી વખત નેચર અનો રોમાન્સને સાથે જોડીને જોતા હોય છે. ચોમાસાની મજા લેવા માટે લોકો વરસાદની સીઝનમાં જોવા લાયક નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરતા રહે છે. પરંચુ શું તમે એવી પણ જગ્યાઓ વિશે જાણો છો જ્યાં વરસાદ અટકવાનું નામ જ નથી લેતો. એવું કહીએ તો ચાલે વર્ષના 365 દિવસ અહીં વરસાદ જ પડે છે. તો ચાલો જાણી લઈએ દુનિયાની આવી જગ્યાઓ અંગે.

એમી શાન, સિચુઆન પ્રાંત(ચીન)

માઉન્ટ એમી બૌદ્ધ ધર્મના ચાર પવિત્ર પર્વતોમાંનો સૌથી ઊંચો પર્વત છે. આ ચીનની એ જગ્યા છે જ્યાં સૌથી વધારે વરસાદ થાય છે. ચોમાસા દરમિયાન અહીં વાદળોનું એક ડબલ લેયર બને છે, જેના કારણે ઘણો વધારે વરસાદ પડે છે. અહીં સરેરાશ 8169 એમએમ પ્રતિ વર્ષ વરસાદ પડે છે.

કુકુઈ, મોઈ(હવાઈ)

હવાઈમાં પુ કુકુઈના પર્વતો પણ એ જગ્યાઓમાં સામેલ છે જ્યાં સતત વરસાદ પડતો રહે છે. એક રિપોર્ટ પ્રમાણે અહીં વર્ષનો 9293 એમએમ જેટલો વરસાદ પડે છે.

મેટ વાઈયાલીલે, કોઆઈ(હવાઈ)

હવાઈના મેટ વાઈયાલીલેનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ વિલુપ્ત જ્વાળામુખીની આસપાસ વરસાદથી સરફેશ એટલું ભીનું અને લપસણું થઈ જાય છે કે ત્યાં પહોંચવું ઘણું મુશ્કેલ છે. અહીં વર્ષનો સરેરાશ 9763 એમએમ વરસાદ પડે છે.

બિગ બોગ, મોઈ(હવાઈ)

આ જગ્યા પોતાની પ્રાકૃતિક સુંદરતાને લીધે ટુરિસ્ટમાં ઘણી જાણીતી છે. ગાઢ જંગલો અને ઝરણાંઓથી ઘેરાયેલી આ જગ્યામાં આખા વર્ષ દરમિયાન 10272 એમએમ જેટલો વરસાદ થાય છે.

ડેબુન્ડસ્ચા, કેમરુન

ડેબુન્ડસ્ચા નામનું ગામ કેમરુન પર્વતની તળેટીમાં આવેલું છે. આ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે. આ જગ્યા પર એટલો મૂશળધાર વરસાદ પડે છે કારણ કે અહીં પહાડ વાદળોના રસ્તાને બ્લોક કરી દે છે. અહીં વાર્ષિક 10299 એમએમ જેટલો વરસાદ વરસે છે.

સેન એન્ટોનિયા ડી યુરેકા(ઈક્વાટોરિયલ ગિની)

સેટ એન્ટોનિયા ડી યુરેકા આફ્રિકી મહાદ્વીપનું સૌથી ભીનું સ્થળ છે. અહીં માત્ર માર્ચથી નવેમ્બર સુધી જ ધરતી સૂખી રહે છે, બાકીના મહિનાઓમાં અને અનરાધાર વરસાદ વરસે છે. અહીં આખા વર્ષ દરમિયાન 10450 એમએમ વરસાદ વરસે છે.

ક્રોપ રિવર, (ન્યૂઝીલેન્ડ)

ન્યૂઝીલેન્ડ સ્થિત ક્રોપ રિવર દુનિયામાં સૌથી વધુ વરસાદ પડનારા વિસ્તારોમાંનું એક છે. આ જગ્યાએ વર્ષનો 11516 એમએમ જટલો વરસાદ પડે છે.

તુતેંદો, કોલંબિયા(સાઉથ અમેરિકા)

કોલંબિયાની આ જગ્યામાં વરસાદની બે સીઝન હોય છે. આથી અહીં લગભગ આખું વર્ષ વરસાદ પડે છે. અહીં વર્ષનો આશરે 11770 એમએમ વરસાદ પડે છે.

ચેરાપુંજી, ભારત

આ મામલામાં ભારતના ચેરાપુંજી એક કદમ આગળ છે. આ દુનિયાની બીજી એવી જગ્યા છે જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે. અહીં રહેનારા લોકોએ શિયાળાની સીઝનમાં પણ પાણીની કમીનો સામનો કરવો પડે છે જ્યારે મહિનાઓ સુધી વરસાદ નથી પડતોય અહીં વાર્ષિક 11777 એમએમ જેટલો વરસાદ પડે છે.

મૌસિનરામ

ચેરાપુંજીથી માત્ર 15 કિમી દૂર આવેલું આ ગામ પણ ઘણો વધારે વરસાદ માટે જાણીતું છે. ચોમાસાના સમય દરમિયાન વરસાદથી બચવા માટે અહીં લોકોના ઘરની છતમાં ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે. મીટિયોરોલોજીસ્ટના કહેવા પ્રમાણે, બંગાળની ખાડીની નજીક હોવાને લીધે આ જગ્યાએ વધારે વરસાદ થાય છે. અહીં વર્ષનો 11871 એમએમ વરસાદ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp