
છેલ્લા એક વર્ષથી આખી દુનિયા કોરોનાથી પીડિત છે પરંતુ હવે તેની વેક્સીન આવી જતા તેમાં રાહત જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષથી સૌ કોઈની લાઈફ ઘરની આસપાસ જ ફરતી જોવા મળઈ રહી છે, તેવામાં હવે દરેક દેશની સરહદો પણ શરૂ કરી દેવામાં આવતા ફરવાનું પસંદ કરતા લોકો માટે વિવિધ કંપનીઓ અલગ અલગ કોરોના ફ્રી લક્ઝુરીયસ કાર લઈને આવી રહ્યા છે. બોલસ નામની કંપનીએ ટેરા ફર્મા નામની ટ્રાવેલર બસ ડિઝાઈન કરી છે, જે કોરોના પ્રુફ છે. આ બસમાં તમને મળતી સુવિધાઓ કોઈ લક્ઝુરીયસ હોસ્પિટલથી ઓછી નથી અને તેનું ઈન્ટિરીયર પણ ઘણી ખાસ છે. ટેરા ફર્મા નામની આ બસમાં કોવિડ ગ્રેડ હાઈજીન સિસ્ટમ છે. તેમાં હોસ્પિટલ ગ્રેડનું એર પ્યોરિફાયર આપવામાં આવ્યું છે.
વાયરસને ખતમ કરનારી યુવીસી લાઈટિંગ છે અને ઈન્ટિરીયર ફાઈવ સ્ટાર હોટેલ જેવી છે. જોકે તેની કિંમત ઘણી વધારે છે. તેની કિંમત 2 લાખ 65 હજાર અમેરિકન ડોલર એટલે કે 1.92 કરોડ રૂપિયાથી વધારે છે. આ લક્ઝુરીયસ ગાડીમાં ટેમ્પરેચર મોનિટરીંગ મશીન લગાવવામાં આવી છે. પાણીને ફિલ્ટર કરવા માટે ટુ-સ્ટેજ વોટર ફિલ્ટરેશન સિસ્ટમ લગાવવામાં આવી છે, જે મુસાફરોને સાફ પાણી પૂરુ પાડવામાં મદદ કરે છે.
ટેરા ફર્મામાં એર ફિલ્ટર, યુવીસી લાઈટિંગ પણ છે અને તેમાં એક બેડરૂમ આપવામાં આવ્યો છે, જેમાંથી તમે ખુલ્લા આકાશની મજા માણી શકશો. આ સિવાય તેમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે, જે તમારી યાત્રાને વધારે સુરક્ષિત બનાવે છે. તે સિવાય આ બસનું ઈન્ટિરીયર પણ તમારું મન જીતી લેશે. એડવેન્ચર પસંદ કરતા લોકો માટે આ બસ ઘણી સુવધાજનક છે અને તમે તેમાં બેસીને ઘણું સારું મહેસૂસ કરી શકશો. આ બસ ઈન્ટીગ્રેટેડ બ્લુટૂથ બ્રેક કંટ્રોલરથી પણ લેસ છે. આ એક લિમિટેડ એડિશન વેહિકલ છે.
આ ટ્રેલરમાં ચાર લોકોને રહેવા માટે પૂરતું છે. આ ટ્રેલરને હાથેથી વેલ્ડિંગ અને એલ્યુમિનીયમ ટ્યુબિંગ જેવો શેપ આપવામાં આવ્યો છે. આ ટ્રેલરનું વજન 3200 એલબીસ અને 7.62 મીટર લાંબી અને 6 ફૂટ પહોળી છે. આ ટ્રેલર મેઈન કેબિન અને આઉટ ડોર કિચન રેડી સેટઅપ સાથે બે મોટી સ્કાઈલાઈટથી ઈક્વીપ્ડ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp