આ છે દુનિયાનો સૌથી પાવરફૂલ પાસપોર્ટ, કરી શકો છો 191 દેશોની વિઝા ફ્રી યાત્રા

PC: engoo.com

વિઝાને લઈને કેટલી બધી મહેનત કરવી પડે છે ત્યારે આખરે આપણને વિઝા મળે છે. તેને લઈને આજે અમે તમારી વચ્ચે કેટલીક રોચક વાત લઈને આવી રહ્યા છીએ. કેટલાક એવા દેશ છે જેમના પાસપોર્ટ ઘારકો ઘણાં દેશોમાં વિઝા ફ્રી યાત્રા કરી શકે છે. તો ચાલો જાણીએ એ દેશો કયા છે. વર્ષ 2021મા જાહેર થયેલી ગ્લોબલ રેન્કિંગના હિસાબે જાપાનના પાસપોર્ટને દુનિયાના સૌથી પાવરફૂલ પાસપોર્ટ ગણાવવામાં આવ્યા છે, જાપાનમાં રહેતા લોકો આ પાસપોર્ટથી 191 દેશોની યાત્રા વિઝા ફ્રી થઈને કરી શકે છે. જાપાન છેલ્લા 4 વર્ષોથી આ રેન્કીંગમાં ટોપ પર ચાલી રહ્યું છે.

આ લિસ્ટમાં બીજા નંબરે સિંગાપુરનું નામ છે. આ દેશના લોકો 190 દેશોની વિઝા ફ્રી યાત્રા કરી શકે છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર જર્મની અને સાઉથ કોરિયાનું નામ છે. જર્મની અને સાઉથ કોરિયા બંને દેશના લોકો 189 દેશોની વિઝા ફ્રી યાત્રા કરી શકે છે. એ સિવાય આ લિસ્ટમાં ચોથા નંબરે 4 દેશ છે ઈટાલી, ફિનલેન્ડ, લક્ઝમબર્ગ અને સ્પેનના લોકો 188 દેશોની વિઝા ફ્રી યાત્રા કરી શકે છે. તો આ લિસ્ટમાં પાંચમા નંબર પર ઓસ્ટ્રિયા અને ડેનમાર્ક છે અને આ દેશના લોકો 187 દેશોની વિઝા ફ્રી યાત્રા કરી શકે છે. તો આઠમા નંબર પર ફ્રાંસ, આયરલેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ અને સ્વીડન એટલે કે 5 દેશ છે. આ બધા દેશના લોકો 186 દેશોમાં વિઝા ફ્રી યાત્રાનો લુપ્ત ઉઠાવી શકે છે.

આ વર્ષે આ રેન્કિંગ હેન્લી પાસપોર્ટ ઇનડેક્સે જાહેર કરી છે. આ રેન્કિંગ ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેટા પર આધારિત છે. જોકે આ વર્ષની રેન્કિંગમાં કોરોના વાયરસ મહામારીના કારણે કેટલાક દેશોમાં યાત્રાને લઈને અસ્થાયી પ્રતિબંધોને સામેલ કરવામાં આવ્યા નથી. એ સિવાય આ લિસ્ટમાં બેલ્જિયમ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચેક ગણરાજ્ય, ગ્રીસ, માલ્ટા, કેનેડા, નૉર્વે, સ્વિટ્ઝરલેન્ડ, UK અને અમેરિકા જેવા દેશ ટોપ-10 શ્રેણીમાં આવે છે. અમેરિકા આ લિસ્ટમાં 7 વર્ષ પહેલા ટોપ પર રહેતું હતું, પરંતુ હવે આ દેશ લપસીને 7મા નંબર પર જઈ ચૂક્યો છે.

આ લિસ્ટમાં સૌથી છેલ્લે આવે નામ છે અફઘાનિસ્તાનનું. આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો છે. અફઘાનિસ્તાનના લોકો માત્ર 26 દેશમાં જ વિઝા ફ્રી યાત્રા કરી શકે છે. આ સિવાય ઇરાકના લોકો 28 દેશોની, સિરિયાના લોકો 29 દેશો અને પાકિસ્તાનના લોકો માત્ર 32 દેશોની વિઝા ફ્રી યાત્રા કરી શકે છે. આ રેન્કિંગમાં ભારતનો રેન્ક 85મો છે અને 58 દેશોમાં વિઝા ફ્રી અથવા ઓન એરાઇવલ વિઝાથી યાત્રા કરી શકાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp