'મોતના સમુદ્ર' તરીકે ઓળખાય છે આ સરોવર, જાણો શું છે કારણ

PC: scoopwhoop.com

દેશ અને દુનિયામાં ઘણી વખત વિનાશના અહેવાલો આવતા રહે છે. જેમાં હજારો નિર્દોષો મૃત્યુ પામે છે. 21 ઓગસ્ટ, 1986ના રોજ આફ્રિકાના કેમેરોનમાં પણ કંઇક આવી જ ઘટના ઘટી જેમાં રાતોરાત હાજરો લોકોના મૃત્યુ થઈ ગયા. આ નિર્દોષોના મૃત્યુનું જવાબદાર માનવામાં આવે છે ત્યાંનું ન્યોસ સરોવર. આ ઘટના પછી તે 'ધ બેડ લેક' તરીકે પણ ઓળખાય છે.

એવું કહેવાય છે કે આ તળાવમાં દુષ્ટ આત્માઓ પ્રવાસ કરે છે. જે હંમેશાં કોઇને પોતાનો શિકાર બનાવવાની શોધમાં ભટકતી રહે છે. જો કે, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે વિશે કશું પણ કહી શકાય નહીં, પરંતુ 1986માં જ્યારે આ સરોવરે 1746 લોકોનો શિકાર કર્યો ત્યારથી ન્યોસ સરોવરને લઇને લોકોના મનમાં વિચિત્ર પ્રકારનો ભય ઘૂસી ગયો છે.

વૈજ્ઞાનિકો અનુસાર, આ વિનાશનું બીજું પણ એક પાસું છે. ન્યોસ સરોવર જ્વાળામુખીના ખાડા પર બનેલું છે. જેથી તેમાં કાર્બન ડાયોકસાઇડ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ તળાવમાં ગેસ મુક્ત થવાને બદલે તેનો તેમાં સંગ્રહ થતો રહ્યો. જેના કારણે તળાવનું પાણી બોમ્બનો ગોળો બનતું ગયું. અહેવાલમાં જણાવ્યા અનુસાર, સરોવરના એક ગેલન પાણીમાં પાંચ ગેલન CO2 હતું અને 21 ઓગસ્ટ, 1986ના રોજ તળાવના પાણીમાં નાનકડો વિસ્ફોટ થયો. જેનાથી પાણી 300 ફૂટ સુધી ઉપર આવી ગયું.

જોતજોતામાં સરોવરની અંદર જમા થયેલો હવામાં ફેલાઈ ગયો અને 20 સેકંડની અંદર આ ગેસના કારણે આશરે 1746 જીવતા લોકો સહિત સાડા ત્રણ હજાર પ્રાણીઓના મોત થયા. હજારો લોકોના મૃત્યુને કારણે સરોવર વાદળી રંગમાંથી લાલ રંગમાં પરિવર્તિત થઈ ગયું હતું. 400 વર્ષથી પણ વધુ જૂના આ તળાવને મૃત્યુનું તળાવ પણ કહેવામાં આવી છે. જેણે ન્યોસ, કામ, ચા અને સુબુમ ગામનો વિનાશ કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp