24 કલાકની અંદર આ વ્યક્તિએ 10 દેશોની મુસાફરી કરી, જાણો સ્ટોરી

PC: dailymail.co.uk

એક વ્યક્તિએ 24 કલાકથી ઓછાના સમયમાં 10 દેશોની યાત્રા પૂરી કરી લીધી હતી. તેમાં નેધરલેન્ડ, બ્રિટન, જર્મની, ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશો સામેલ છે. રસપ્રદ વાત એ છે કે તેણે માત્ર સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરીને આ સફર ખેડ્યો છે. આ વ્યક્તિએ જાતે કહ્યું છે કે આ બધુ કેવી રીતે શક્ય બન્યું. ધ સનના કહેવા પ્રમાણે, આ વ્યક્તિનું નામ જો કિબલ છે. 40 વર્ષનો જો બ્રિટનના લંડનનો રહેનારો છે. તેમે ગયા સોમવારે રાતે 12 વાગ્યાની આસપાસ નેધરલેન્ડના એજ્સડેનથી યાત્રાની શરૂઆત કરી હતી.

પોતાની 24 કલાકની આ યાત્રા દરમિયાન તે 10 દેશોમાંથી પસાર થયો અને 1000 કિમીનો સફર પણ પૂરો કર્યો હતો. કિબલે 10 દેશોની યાત્રામાં ફક્ત સાર્વજનિક એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો છે. તેણે બસ, ટ્રેન, ભાડાની બાઈક વેગેર દ્વારા બેલ્જીયમ, લક્ઝમબર્ગ, જર્મની, ફ્રાન્સ, સ્વિત્ઝરલેન્ડ, લિકટેન્સ્ટીન, ઓસ્ટ્રિયા અને સ્લોવાકિયાની યાત્રા કરી હતી. મંગળવારે રાતે 11.25 વાગ્યે કિબલ ચેક રિપબ્લિકના બ્રેક્લાવ પહોંચ્યો હતો.

બ્રેક્લાવ પહોંચતા જ તેની નેધરલેન્ડથી શરૂ થયેલા 10 દેશોની યાત્રા પૂરી થઈ ગઈ હતી. જોકે તે 11મા દેશ હંગરી પણ જવાનો હતો પરંતુ તેની ટ્રેન છૂટી ગઈ હતી. અસલમાં કિબલે આઠ મહિના પહેલા આ રીતની યાત્રા કર્યા પછી પોતાને ચેલેન્જ આપી હતી કે તે હવે 24 કલાકમાં લંડથી શરૂ કરીને 10 દેશોની યાત્રા કરશે. મંગળવારે યાત્રા પૂરી કર્યા પછી તેણે કહ્યું હતું કે, આ એક ઘણો શાનદાર અનુભવ હતો. આ દરમિયાન તેણે 8 ટ્રેન, 5 બસ અને એક ભાડાની બાઈકથી સફર કર્યું હતું.

કિબલે કહ્યું કે રાતે 11 વાગ્યાને 58 મિનિટ પર તેણે દક્ષિણી નેધરલેન્ડના નાનકડા ગામ એક્સડેનથી પોતાના આ સાહસિક કાર્યની શરૂઆત કરી હતી. તે દિવસની છેલ્લી ટ્રેનથી રવાના થયો હતો. સૌથી પહેલા તે બેલ્જિયમ પહોંચ્યો હતો અને અંતમાં ચેક રિપલ્બિક. કિબલે કહ્યું હતું કે મને લાગે છે કે 24 કલાકમાં પણ ઘણા દેશોની મુલાકાત કરવી સંભવ છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp