2 મહિના માટે આ ટ્રેનો કરાઈ રદ્દ

PC: youtube.com

ધુમ્મસને લીધે રેલ્વેએ 13 ટ્રેનો રદ કર્યા પછી વધુ 13 ટ્રેનોને 13 ડિસેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધી રદ કરી દીધી છે. હવે બે મહિના માટે 19 એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે. 13 ડિસેમ્બરથી રદ થનારી ટ્રેનોમાં સીતામઢી-આનંદ વિહાર લિચ્છવી એક્સપ્રેસ (14005/14006), પ્રયાગ-ચંદીગઢ ઉંચાહાર એક્સપ્રેસ (14217/14218), કાનપુર અનવરગંજ-ફેઝાબાદ ઇન્ટરસીટી (14221/14222) વગેરે ટ્રેનો રદ થશે.

દિલ્હી-હાવરા રૂટની 14 ટ્રેનના રાઉન્ડમાં પણ ઘટાડો કરી દેવાયો છે. આ ટ્રેનો હવે 13 ડિસેમ્બરથી 15 ફેબ્રુઆરી વચ્ચે નિયમિત દોડાવવાને બદલે થોડાં દિવસ માટે રદ કરવામાં આવશે. અગાઉ પણ 6 ટ્રેનોના રાઉન્ડ ઘટાડી દેવાયા હતા. જેના કારણે ઓછા ફેરા કરનારી ટ્રેનોની સંખ્યા ઘટીને 20 થઈ ગઈ છે. નવી દિલ્હી-પટના સંપૂર્ણ ક્રાંતિ (14393) દર બુધવારે અને પટના-નવી દિલ્હીની સંપૂર્ણ ક્રાંતિ (14394) દર ગુરુવારે, ગયા-દિલ્હી મહાબોધી દર સોમવારે અને દિલ્હી-ગયા મહાબોધીને દર મંગળવારે રદ કરવામાં આવશે. જયનગર-નવી દિલ્હી સ્વતંત્રતા સેનાની દર ગુરુવારે, નવી દિલ્હી-જયનગર સ્વતંત્ર સેનાનીને દર શુક્રવારે રદ કરવામાં આવશે.

આ સિવાય પટના-કોટા એક્સપ્રેસ દર શુક્રવારે અને કોટા-પટના દર શનિવારે, આઝમગઢ-દિલ્હી કેફિયાત એક્સપ્રેસ દરેક ગુરુવારે, દિલ્હી-આઝમગઢ દર બુધવારે, કટિહાર-દિલ્હી હમસફર દર ગુરુવારે, દિલ્હી-કટિહાર હમસફર એક્સપ્રેસ દર શુક્રવારે અને અલિપુરદ્વાર-દિલ્હી મહાનંદા દર મંગળવારે, ગુરૂવારે, શનિવારે અને રવિવારે તેમજ દિલ્હી-અલિપુરદ્વાર મહનંદા દર સોમવારે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે રદ રહેશે. આ બધી ટ્રેનો આ દિવસોમાં તેમના પ્રારંભિક સ્ટેશનથી બંધ રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp