26th January selfie contest

સુરત કાપડ ઉદ્યોગમાં કામદારોની તંગી, ઓરિસ્સાથી આટલી ટ્રેનો દોડાવવવાનો નિર્ણય

PC: Khabarchhe.com

લોકડાઉન દરમિયાન સુરતથી માદરે વતન ઓરિસ્સા ખાતે ગયેલા કાપડ ઉદ્યોગના શ્રમિકોને સુરત પરત લાવવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલ, કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ નવસારીના સાંસદ સી.આર. પાટિલને ઓરિસ્સાના પુરીથી સુરત માટે ટ્રેન દોડાવવા માટે રજૂઆત કરાઇ હતી. ચેમ્બરના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાએ રૂબરૂ તથા ટેલિફોનિક સંપર્ક સાધીને શ્રમિક ટ્રેનોનું સંચાલન અને ટ્રેનના બુકીંગની પ્રોસેસ પણ ચેમ્બર જ કરશે તેવી રજૂઆત કરી હતી.

ચેમ્બરે કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, લોકડાઉન દરમિયાન સુરતથી 13 લાખ શ્રમિકો પોતાના વતન મધ્ય પ્રદેશ, બિહાર અને ઓરિસ્સા ગયા હતા. ભારતના અન્ય રાજ્યોમાં 60 થી 70 ટકા ઉદ્યોગો શરૂ થઇ ગયા છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં શ્રમિકોના અભાવે ફકત 15 થી 20 % જ ઉદ્યોગો ચાલી રહયાં છે. અનલોક બાદ શ્રમિકો રોજીરોટી મેળવવા માટે ફરીથી સુરત આવવા માંગે છે પરંતુ પરિવહનના અભાવે તેઓ સુરત આવી શકતા નથી અને શ્રમિકો વગર કાપડ ઉદ્યોગ સંપૂર્ણ શરૂ થઇ શકતો નથી.

દક્ષિણ ગુજરાતમાં કાપડ ઉદ્યોગમાં 80 ટકા શ્રમિકો ઓરિસ્સાના ગંજામ અને બહેરામપુર જિલ્લાના વતની હોવાથી તેઓને સુરત પાછા લાવવા માટે સુરત અને પુરી (ઓરિસ્સા) વચ્ચે દોડતી ટ્રેન નં. 22827 (પુરીથી સુરત), 12844 (પુરીથી અમદાવાદ), 12994 (પુરીથી ગાંધીધામ) અને 18401 (પુરીથી ઓખા)ને શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી. જો આ ટ્રેનો શરૂ ન કરવામાં આવે તો પુરીથી સુરત માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.

રેલવે તંત્રે તા. 8/9/2020ના રોજ નીચે મુજબની ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે.

ટ્રેન નં. 02843/44 – પુરી–અમદાવાદ એકસપ્રેસ (સપ્તાહમાં 4 દિવસ)
ટ્રેન નં.02973/74 – પુરી–ગાંધીધામ એકસપ્રેસ (સપ્તાહમાં 1 દિવસ)
ટ્રેન નં. 08401/02 – પુરી–ઓખા એકસપ્રેસ (સપ્તાહમાં 1 દિવસ )

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp