ટાઈમ્સે ફરવા માટે શેર કર્યા શ્રેષ્ઠ 50 સ્થળો, ભારતના 2 સ્થળ, એક અમદાવાદ...

PC: twitter.com

કોરોનાના કારણે થયેલા લોકડાઉને લોકોને પોતાના ઘરમાં કેદ રહેવા માટે મજબૂર કરી દીધા હતા. પરંતુ હવે મહામારીની અસર ઘણે હદ સુધી ઓછી થઈ ગયેલી જોવા મળી છે. મોટાભાગના લોકો કોવિડ-19 વિરુદ્ધ વેક્સીનેટ થઈ ચૂક્યા છે અને ટુરીસ્ટ ડેસ્ટિનેશન પણ ફરીથી ટુરીસ્ટોથી ભરાવવા લાગ્યા છે. આ વચ્ચે ટાઈમ મેગેઝીને વર્ષ 2022 માટે દુનિયાના સૌથી શ્રેષ્ઠ ડેસ્ટિનેશનનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં દુનિયાના 50 એવા ટુરીસ્ટ ડેસ્ટિનેશનને સામેલ કરવામાં આવ્યા છે, જે ટુરીસ્ટને નવા અને રસપ્રદ અનુભવ આપવા માટેનો દાવો કરે છે. ખાસ વાત એ છે કે ભારતની પણ બે જગ્યાને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે અને તે છે- કેરળ અને ગુજરાતનું અમદાવાદ.

કેરળ

 

ભારતના દક્ષિણ-પશ્ચિમ તટ પર આવેલું કેરળ એક સુંદર રાજ્ય છે. શાનદાર સમુદ્ર તટ, ધાર્મિક સ્થળ અને સેંકડો ટુરીસ્ટ સ્પોટ તેની સુંદરતાને જાહેર કરે છે. અહીં એલપ્પીમાં સ્થિત આયુર્વેદિક કેન્દ્ર અમાલ ટમારા મેડિટેશન અને યોગાની પ્રેક્ટિસ કરાવે છે. હવે કેરળમાં પહેલું કારવા પાર્ક કારવા મિડોઝ વેગામોન નામની જગ્યા પર ખુલવા જઈ રહ્યો છે. આ પાર્ક ખાસ કરીને યાત્રા, આનંદ અને રોકાવા માટે ડિઝાઈન કરવામાં આવે છે. જ્યાં ટ્રાવેલર્સના રોકાવા માટેની બધી જરૂરી સુવિધાઓ હોય છે. આશરે 1000થી વધારે કેમ્પર્સે પહેલા જ કેરળના સુંદર બીચ અને લીલીછમ જગ્યાઓને નવા અંદાજમાં એક્સપ્લોર કરવાનું શરૂ કરી દીધું છે.

અમદાવાદ

 

આ લિસ્ટમાં ગુજરાતના અમદાવાદ શહેરે પણ પોતાની જગ્યા બનાવી છે. અમદાવાદનું નામ ભારતની પહેલી વર્લ્ડ હેરિટેજ સીટીના રૂપમાં પણ નોંધાયેલું છે. આ સાબરમતી નદીના કિનારે આવેલા 36 એકર સુધી ફેલાયેલા ગાંધી આશ્રમથી લઈને નવ દિવસ સુધી ચાલનારી નવરાત્રિની ઉજવણી તેનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે. આ દુનિયાનો સૌથી મોટો ડાન્સ ફેસ્ટીવલ છે, જે આ વર્ષે 26 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. અમદાવાદની ગુજરાત સાયન્સ સિટીએ ગયા વર્ષે જ ત્રણ ખાસ પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે.

તેમાં 20 એકરનો એક નેચર પાર્ક છે, જે લોકોને સ્થાનિક વનસ્પતિ અંગે જાગૃત કરે છે. તેમાં ચેસ રમવા અને યોગ પ્રેક્ટિસ માટે પણ ખાસ જગ્યા બનાવવામાં આવી છે. આ સિવાય અહીં રોબોટ ગેલરી અને સાયન્સ સિટીનું નવું એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે.

દુનિયાના શ્રેષ્ઠ 50 ડેસ્ટિનેશનમાં કેરળ અને અમદાવાદ સિવાય રસ અલ ખૈમા(ઉતાહ), પાર્ક સિટી(ઉતાહ), ગૈલાપાગોસ આઈલેન્ડ, ડોલની મોરાવા(ચેક રિપબ્લિક), સિયોલ(દક્ષઇણ કોરિયા), ગ્રેટ બેરિયર રીફ(ઓસ્ટ્રેલિયા), દોહા(કતાર), ડેટ્રોઈટ(મિશિગન), ધ આર્કટિક, નૈરોબી(કેન્યા), વેલેન્સિયા(સ્પેન), ક્વીન્સટાઉન(ન્યૂઝીલેનડ), હ્વાંગે નેશનલ પાર્ક(ઝીમ્બામ્વે), હિસ્ટોરીક સિલ્ક રોડ સાઈડ(ઉઝબેકિસ્તાન), સાઓ પાઉલો(બ્રાઝિલ), ટ્રાન્સ ભૂતાન ટ્રેલ(ભૂતાન), ડીવૉન(ઈંગ્લેન્ડ), બાલી(ઈન્ડોનેશિયા), ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, ક્યુશુ આઈલેન્ડ(જાપાન), રાપા નુઈ(ચિલી), સાલ્ટા(આર્જેન્ટીના), પોર્ટ્રી(સ્કોટલેન્ડ), ટોફિનો(બ્રિટિશ કોલમ્બિયા), બોરાકેય(ફિલીપીન્સ), મડેરા(પોર્ટુગલ), ફ્રાન્સચોએક(દક્ષિણ આફ્રિકા), મિયામી(ફ્લોરિડા), એલ ચાલટેન(આર્જેન્ટીના), બોગોટા(કોલમ્બિયા), ધ એલેનટેજો(પોર્ટુગલ), લોવર જામ્બેઝી નેશનલ પાર્ક(ઝામ્બિયા), કૌનસ(લિથુઆનિયા), સિટૌચી આઈલેન્ડ(જાપાન), કલબ્રિઅ(ઈટલી), સેન ફ્રાન્સિસ્કો(કેલિફોર્નિયા), કોપેનહેગન(ડેનમાર્ક), માર્સેલિસ, થેસાલોનિકી(ગ્રીસ), ઈસ્તાનબુલ, ઈલુલિસૈટ(ગ્રીનલેન્ડ), જમૈકા, ફ્રીમેન્ટલ(ઓસ્ટ્રેલિયા), ટોરોન્ટો, કિગાલી(રવાન્ડા), રિવેએરા નયારિત(મેક્સિકો) અને પોર્ટલેન્ડ(ઓરિગન)નો સમાવેશ થાય છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp