ટોયલેટ-બાથટબ-સિંક બધું જ છે સોનાથી બનેલું... આ હોટેલના દરેક ખૂણે સોનું

PC: aajtak.in

વિયેતનામની રાજધાની હનોઈમાં બનેલી એક હોટલ ચર્ચામાં છે, કારણ કે તે સંપૂર્ણપણે સોનાની બનેલી છે. આ હોટલમાં બનેલા ટોયલેટ પણ સોનાના છે. હોટલના બાથટબ, લેમ્પ અને દિવાલો પણ સોનાની બનેલી છે. હોટેલમાં રૂમનું બુકિંગ 9 હજાર રૂપિયાથી શરૂ થાય છે.

Dolce by Wyndham Hanoi Golden Lake નામની આ હોટેલ વિયેતનામની રાજધાની હનોઈના ઉત્તરમાં બનેલી છે. આ હોટલમાં જે પણ વ્યક્તિ રોકાય છે તે પોતાનામાં રોયલ્ટી અનુભવે છે. આ ફાઈવ સ્ટાર હોટલમાંથી આખા શહેરનો અદભૂત નજારો જોઈ શકાય છે.

'ડેઈલીસ્ટાર'ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ હોટલમાં રેસ્ટોરન્ટ, ફિટનેસ સેન્ટર, બાર, લાઉન્જ અને બિઝનેસ સેન્ટર જેવી અત્યાધુનિક સુવિધાઓ છે. આ સિવાય 24 કલાક કરન્સી ચેન્જની સુવિધા અને રૂમ સર્વિસની સુવિધા પણ ઉપલબ્ધ છે.

હોટલના જે રૂમ છે, તેની અંદર સોનાના બાથટબ, સોનાના સિંક, સોનાના ટોયલેટ અને અરીસાઓ પર સોનાની ફ્રેમિંગ છે. આ હોટેલનો સ્ટાફ અંગ્રેજી સહિત 6 ભાષાઓ બોલે છે.

હનોઈ દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં સૌથી મોટું શહેર છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અદભૂત છે. શહેરમાં ઘણા મંદિરો છે, જ્યારે હોઆન કીમ લેક મંદિર જોવા લાયક છે. આધ્યાત્મ અને ઇતિહાસને પસંદ કરે છે તે પ્રવાસીઓ ખાસ કરીને આ શહેરને પસંદ કરે છે.

આ સિવાય આ શહેરમાં Bach Ma temple, Hanoi Opera House, The Imperial Citadel of Thang Long જોવાલાયક સ્થળો છે. સ્ટ્રીટ ફૂડ પસંદ કરતા લોકો માટે Đồng Xuân માર્કેટ છે.

આ હોટલને લઈ ઘણા યુઝર્સે TripAdvisor પર પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું કે આ હોટેલ ખરેખર અદ્ભુત છે અને તમારા સપનાઓ પૂરા કરે છે. અહીંની દરેક વસ્તુ સોનાની છે અને ખૂબ જ આકર્ષક છે. હોટેલની સેવા અને ભોજન પણ ઉત્તમ છે.

અન્ય એક યુઝરે લખ્યું કે આ હોટલ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. તેની ઈન્ટીરીયર ડીઝાઈન જોવા જેવી છે. આ હોટલના દરેક ખૂણાના ફોટા ક્લિક કરી શકાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp