યુરોપના 27 દેશમાં તા.1 જુલાઈથી પર્યટનને છૂટ, પણ આ દેશના લોકો નહીં જઈ શકે

PC: toiimg.com

કોરોના વાયરસને કારણે અનેક દેશે લાગુ કરેલા લોકડાઉન હવે ધીમે ધીમે અનલોક થઈ રહ્યા છે. ઘણા દેશે આર્થિક રીતે ફરી સદ્ધર થવા માટે તકેદારી સાથે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. હવે યુરોપિયન યુનિયને USA અને કેટલાક દેશના પ્રવાસીઓને યુરોપિયન દેશમાં આવ-જા કરવા પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. યુરોપિયન દેશમાં અમેરિકાના પ્રવાસીઓ કે અમેરિકાથી આવતા પ્રવાસીઓને કોઈ પ્રકારનો પ્રવેશ આપવામાં નહીં આવે. આ પ્રતિબંધ યથાવત રાખવા પાછળનું કારણ અમેરિકામાં કોવિડ-19ના વધતા જતા કેસને માનવામાં આવ્યું છે.

ધ ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર હાલમાં બ્રસેલ્સમાં યોજાયેલી એક બેઠકમાં થયેલી વાતચીત અનુસાર યુરોપિયન સંઘના વરિષ્ઠ એમ્બેસેડરે એ સુરક્ષિત દેશની યાદી તૈયાર કરી જ્યાંના પ્રવાસીઓનું સ્વાગત કરી શકાશે. દુનિયામાં સૌથી વધારે કોવિડ-19ના કેસ અમેરિકામાં અને સૌથી વધારે મૃત્યું પણ અમેરિકામાંથી થયા છે. આ પરથી અમેરિકાનું નામ આ ફાઈનલ યાદીમાં સામિલ કરાય એવું અત્યારે અશક્ય છે. યુરોપિયન યુનિયન માટે અમેરિકા પર્યટનનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે. લોકડાઉનના મહિનાઓ બાદ 27 પ્રવાસી સભ્યોની આવ-જા પર મૂકવામાં આવેલો પ્રતિબંધ ફરીથી ઊઠાવી લેવા માટે એક ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે.

યુરોપિયન સંઘના એમ્બેસેડર ડઝન એવા દેશ પૈકી રશિયાને જોખમી માની રહ્યા છે. સુરક્ષિત દેશની યાદી દર બે અઠવાડિયે અપડેટ કરવામાં આવશે. જે દેશને સુરક્ષિત દેશની યાદીમાં સામિલ કરાયા છે એમાં ત્યાંનો સંક્રમણ દર અને રિપોર્ટિંગ ડેટાની વિશ્વનીયતા જેવા અનેક પાસાની તપાસ કરીને નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષિત દેશની જે યાદી અત્યારે તૈયાર કરવામાં આવી છે એ ફાઈનલ યાદી નથી.

સભ્ય દેશની સરકાર તરફથી સત્તાવાર રીતે પ્રમાણીત કરવાની જરૂર છે. પણ યુરોપિયન યુનિયનના અધિકારીઓ આ યાદીને બદલાવા કોઈ આશા વ્યક્ત કરતા નથી. માર્ચ મહિનામાં કોરોના વાયરસના સંક્રમણને કારણે યુરોપિયન યુનિયને 27 યુરોપિયન દેશ સિવાય આઈસલેન્ડ, નોર્વે અને સ્વિત્ઝરલેન્ડમાં બિન જરૂરી યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. યુરોપિયન યુનિયનના ગૃહ મામલાના અધિકારી વાઈ જોહાનસને કહ્યું હતું કે, આપણે દરેક વ્યક્તિએ તકેદારી રાખવી પડશે. પણ હવે સમય આવી ગયો છે કે, પ્રતિબંધને ઊઠાવી લેવામાં આવે. આ માટે અસરકારક પગલાં ભરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp