ગુજરાતમાં ઉડાન યોજના નિષ્ફળ જઇ રહી છે, જાણો કેટલી ફ્લાઇટ્સ બંધ થઇ?

PC: nyoooz.com

કેન્દ્ર સરકાર દ્વારા સસ્તી હવાઇ મુસાફરી માટે શરૂ કરવામાં આવેલી ઉડાન યોજના હેઠળની ફ્લાઇટ્સ ગુજરાતમાં ધીમે ધીમે ગ્રાઉન્ડ થઇ રહી છે, કેમ કે કંપનીઓનો દાવો છે કે તેમને મુસાફરો ઓછા મળે છે અને સસ્તાં ભાડાં પરવડતા નથી, જો કે સરકારનું કહેવું છે કે ગુજરાતમાં ઉડાન યોજનામાં ધીમે ધીમે મુસાફરો લાભ લઇ રહ્યાં છે.

સિવિલ એવિયેશન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં 19 ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી હતી પરંતુ તે પૈકી ચાર ફ્લાઇટ્સ સર્વિસ બંધ કરવામાં આવી છે. આ કંપનીએઓ એવું કારણ આપ્યું છે કે તેઓને આ સર્વિસ આર્થિક રીતે પરવડતી નથી.

અમદાવાદ થી જામનગર, દીવ, મુન્દ્રા અને ભાવનગરને જોડતી ફ્લાઇટ્સ સેવાઓ કંપની નહીં મળતાં બંધ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ થી પોરબંદર, નાસિક, જલગાંવ, ઉદયપુર, કિશનગઢ, બેલગામ, કંડલા અને જેસલમેટ જેવા વિવિધ સ્થળોને જોડતી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. ઉડાન યોજનાને કેટલાક રૂટ ચાલી રહ્યાં છે પરંતુ જ્યાં ઓછા પેસેન્જર મળે છે તે રૂટ બંધ કરવામાં આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ઉડાન યોજના સાથે રાજ્ય સરકારે સી-પ્લેન સેવાઓ પણ શરૂ કરી છે. આ સર્વિસ નવી હોવાથી તેમાં મુસાફરો મળી રહ્યાં છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી જેનો લાભ હજારો મુસાફરોએ લીધો હતો. એવી જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટ્રાયલરન તરીકે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી અને તેનો લાભ 2286 પ્રવાસીઓએ લીધો હતો.

રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્રની ઉડાન યોજના રાજ્યમાં ફળદાયી બને તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આંતરરાજ્ય તેમજ ગુજરાતના મુખ્ય મથકોને જોડતી હવાઇ સેવાઓ માટે મુસાફરો આકર્ષાય તે હેતુથી એક પ્લાનિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના યાત્રાધામ તેમજ મુખ્ય શહેરોને જોડતી ઉડાન સેવાઓ સફળ થાય તે માટે કંપનીઓ સાથે પરામર્શ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp