કાશ્મીર જતા પોતાના નાગરિકોને અમેરિકાએ આપી આ સલાહ

PC: firstpost.com

અમેરિકાએ શનિવારે ભારત જનારા પોતાના નાગરિકો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત જનારા યાત્રીઓ અપરાધ અને આતંકને લીધે સાવધાન રહે. આ સાથે અમેરિકાએ પોતાના નાગરિકોને અશાંતિની આ પરિસ્થિતિમાં કાશ્મીરની ન જવા માટે પણ ચેતવણી આપી હતી. આ ઉપરાંત પોતાના નાગરિકોને પાકિસ્તાન બોર્ડરથી દૂર રહેવા માટે પણ સલાહ આપવામાં આવી છે. વ્હાઇટ હાઉસના બ્યુરો ચીફે ટ્વીટર પર આ માહિતી આપી હતી.

અમેરિકાએ ભારત યાત્રા પર લેવલ-2 એલર્ટ આપ્યું છે. આમાં આશંકા દર્શાવવામાં આવી છે કે સીમા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ પણ ક્ષણે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઇ શકે છે. એવામાં નાગરિકોને કહેવામાં આવે છે કે તેઓ સીમાથી કમસે કમ 10 કિલોમીટર દૂરના વિસ્તારમાં રહે. આ સાથે જ કાશ્મીરનો પ્રવાસ ટાળવા માટે પણ નાગરિકોને સૂચના આપવામાં આવી છે.

અમેરિકા બીજા દેશમાં જનારા પોતાના નાગરિકોને અલગ અલગ ચાર લેવલમાં એલર્ટ આપે છે. જ્યાં લેવલ-1 એલર્ટ હોય ત્યાં યાત્રીઓને સામાન્ય રીતે સાવધાન રહેવા સૂચના અપાય છે. લેવલ-2માં વધારાની તરેદારી રાખવાની સલાહ આપવામાં આવે છે. લેવલ-3માં યાત્રીઓને યાત્રા કરવા બાબતે વિચાર કરી લેવાનું કહેવાય છે. લેવલ-4માં નાગરિકોને સંવેદનશીલ સ્થાનો પર ન જવા માટે સલાહ આપી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp