પશ્ચિમ રેલવે દોડવાશે 17 પેર ટ્રેન, સુરતને લાભ: આરોગ્ય સેતુ એપ ફરજિયાત

PC: khabarchhe.com

(રાજા શેખ).દેશમાં 1 જૂનથી 200 રેગ્યુલર ટ્રેન દોડાવવાની જાહેરાત કરાય છે. તેના ભાગરૂપે પશ્ચિમ રેલવેએ પણ 17 ફેરા ટ્રેનના દોડાવવાની તૈયારી કરી લીધી છે. જોકે, તે માટે ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ આકરા નિયમોનું પાલન યાત્રીઓએ કરવાનું રહેશે. યાત્રા માટે આરોગ્ય સેતુ એપ મોબાઈલ ફોનમાં ડાઉન લોડ કરવાનું ફરજિયાત બનાવાયું છે. શ્રમિક એક્સપ્રેસ ટ્રેન ઉપરાંત આ ટ્રેનો ચલાવવાની રેલવે મંત્રાલય દ્વારા જાહેરાત કરાય છે. અને તે માટેનું એડવાન્સ રિઝર્વેશન આજથી શરૂ કરી દેવાયું છે. યાત્રીઓ 30 દિવસ પૂર્વેનું બુકિંગ કરી શકશે. મંત્રાલયે મોડી સાંજે રિઝર્વેશન કાઉન્ટર પરથી પણ રિઝર્વેશન કરવા માટેની અનુમતિ આપી છે. જે યાત્રીઓ ઓનલાઈન બુકિંગ નથી કરી શકતા તેમના માટે આ સુવિધા ઉભી કરાય છે. રેલવેએ બનાવેલા તમામ નિયમ એરપોર્ટ પ્રમાણેના છે અને તેમાંથી ઘણાં નિયમો વિદેશોમાં પહેલાથી જ અમલી છે. ખાસ કરીને સીટ સિવાયનું રિઝર્વેશન નહીં કરવું.

  • કયા નિયમો નક્કી કરાયા
  • યાત્રીઓ 30 દિવસ પહેલાથી બુકિંગ કરી શકશે
  • ઓનલાઈન રિઝર્વેશનની સાથોસાથ સ્ટેશનના કાઉન્ટર પરથી પણ કરી શકાશે, કરંટ બુકિંગ આપવામા નહીં આવે.
  • વેઈટિંગ અને રિઝર્વેશન અગેઈન્સ કેન્સલેશન પણ અપાશે પણ યાત્રાની અનુમતિ નહીં અપાય. ચાર્ટ પૂર્વે કોઈની યાત્રા કેન્સલ થાય તો આપોઆપ કન્ફર્મ થશે.
  • તત્કાલ અને પ્રીમીયમ તત્કાળ ટિકિટ ઈશ્યુ નહીં કરાય
  • ટ્રેન ઉપડવાથી ચાર કલાક પહેલા પ્રથમ ચાર્ટ અને 2 કલાક પહેલા બીજો ચાર્ટ જાહેર થશે. આ બે ચાર્ટ વચ્ચે સીટ ખાલી હશે તો કરંટ બુકિંગ ઓનલાઈન યાત્રી કરી શકશે.
  • કન્ફર્મ ટિકિટ ધારક યાત્રીને જ સ્ટેશન પ્રીમાઈસીસમાં 90 મિનિટ પહેલા પહોંચી પ્રવેશ મેળવવાનો રહેશે. યાત્રીઓને લેવા-મુકવા આવનાર વાહનને ઈ-ટિકિટના આધારે જ પ્રવેશ અપાશે.
  • યાત્રા દરમિયાન માસ્ક ફરજિયાત અને સામાજિક અંતર (સોશ્યલ ડિસ્ટન્સ) જાળવવાનું રહેશે
  • ભોજન અને પાણી સાથે લેવા અનુરોધ….
  • યાત્રા દરમિયાન કેટરિંગની સુવિધા નહીં પૂરી પડાય અને તેના ચાર્જ પણ ટિકિટમાં વસૂલ નહીં કરાય. પ્રીપેડ ભોજનની સુવિધા પણ નહીં. યાત્રીઓએ ભોજન અને પાણી સ્વંય લઈને યાત્રા કરવાની રહેશે. હા ટ્રેન જે સ્ટેશનો પર ઊભી રહેશે ત્યા સ્ટોલ પર રેડી ફૂડ ટેક અવે મુજબ ખરીદી શકાશે. આ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોમાં પરદા અને ચાદર, તકિયા પણ નહીં અપાય તે પણ યાત્રીઓએ પોતાના ઉપયોગ કરવાના રહેશે.

પશ્ચિમ રેલવે આ ટ્રેનો અપ-ડાઉન દોડાવશે, મૂળ નિર્ધારિત સમયે ચલાવાશે….

  • 02933-2934 મુંબઈ સેન્ટ્રલ અહમદાબાદ કર્ણાવતી એક્સપ્રેસ
  • 02955-2956 મુંબઈ જયપુર એક્સપ્રેસ
  • 02903-04 મુંબઈ અમૃતસર ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ
  • 02479-78 બાન્દ્ર ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ
  • 02925-26 બાન્દ્રા ટર્મિનેશ અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ
  • 09441-42 બાન્દ્ર-ગાજિપુર એક્સપ્રેસ
  • 09045-46 સુરત-છપરા તાપ્તિગંગા એક્સપ્રેસ
  • 02833-34 અહમદાબાદ-હાવરા એક્સપ્રેસ
  • 09165-66 અહમદાવાદ-દરભંગા સાબરમતિ એક્સપ્રેસ
  • 09167-68 અહમદાબાદ-વારાણસી સાબરમતિ એક્સપ્રેસ
  • 02947-48 અહમદાબાદ-પટના અઝિમાબાદ એક્સપ્રેસ
  • 02915-16 અહમદાબાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ
  • 09083-84 અહમદાબાદ-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન (વાયા સુરત)
  • 09089-90 અહમદાબાદ-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન (વાયા સુરત)
  • 09037-38 બાન્દ્રા-ગોરખપુર અવધ એક્સપ્રેસ
  • 09039-40 બાન્દ્રા-મુઝફ્ફરપુર અવધ એક્સપ્રેસ
  • 02917-18 અહમદાબાદ-હજ. નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp