1 જૂનથી ટ્રેન તો શરૂ થશે પણ તે પહેલા તેના નિયમો અને શરતો વાંચી લો

PC: Khabarchhe.com

ભારતીય રેલ દ્વારા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ગૃહ મંત્રાલયના આદેશથી 1 જૂન, 2020 થી 100 જોડી પેસેન્જર ટ્રેન સેવાઓને ફરીથી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એકસો જોડી ટ્રેન સેવાઓમાંથી પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ અને અમદાવાદથી દેશના અન્ય વિસ્તારો માટે 17 જોડી ટ્રેન સેવાઓ દોડાવવામાં આવશે. આ ટ્રેન મેલ એક્સપ્રેસ ટ્રેન હશે. ભારતીય રેલ દ્વારા 1 જૂન 2020થી શરૂ થનાર ટ્રેન સેવાઓ માટે કેટલીક દિશા-નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવેની 17 જોડી ટ્રેન સેવાઓની વિગત નીચે આપવામાં આવી છે.

List of Mail/Express Trains

S. No.

Train No.

From

To

Train Name

1.

02933/02934

Mumbai Central

Ahmedabad

Karnavati Express

2.

02955/02956

Mumbai Central

Jaipur

MMCT Jaipur Express

3.

02903/02904

Mumbai Central

Amritsar

Golden Temple Mail

4.

02480/02479

Bandra Terminus

Jodhpur

Suryanagri Express

5.

02925/02926

Bandra Terminus

Amritsar

Paschim Express

6.

09041/09042

Bandra Terminus

Ghazipur

BDTS Ghazipur Express

7.

09045/09046

Surat

Chhapra

Tapti Ganga Express

8.

02833/02834

Ahmedabad

Howrah

ADI Howrah Express

9.

09165/09166

Ahmedabad

Darbhanga

Sabarmati Express

10.

09167/09168

Ahmedabad

Varanasi

Sabarmati Express

11.

02947/02948

Ahmedabad

Patna

Azimabad Express

12.

02915/02916

Ahmedabad

Delhi

Ashram Express

13.

09083/09084

Ahmedabad

Muzaffarpur

Special Train Via Surat

14.

09089/09090

Ahmedabad

Gorakhpur

Special Train Via Surat

15.

09037/09038

Bandra Terminus

Gorakhpur

Avadh Express

16.

09039/09040

Bandra Terminus

Muzaffarpur

Avadh Express

17.

02917/02918

Ahmedabad

H. Nizamuddin

Gujarat Sampark Kranti

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકર દ્વારા જારિ પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર આ ગાડીઓના દોડવાથી પ્રવાસી વ્યક્તિઓની સાથે સાથે એ લોકોને પણ મદદ મળશે, જે શ્રમિક સ્પેશિયલ ગાડીઓ સિવાય અન્ય ગાડીઓથી યાત્રા કરવા માગે છે. આ ગાડીઓ 1 જૂન 2020 થી દોડશે અને આ તમામ ગાડીઓની ટિકિટ બુકિંગ 21 મે, 2020 થી પ્રારંભ થઇ ગયો છે. આ વિશેષ ટ્રેન સેવાઓ, મૌજુદા શ્રમિક સ્પેશિયલ (01 મે, 2020 થી દોડી રહી) અને 30 સ્પેશિયલ એસી ટ્રેનો (12 મે, 2020 થી દોડી રહી) તેના સિવાય ચાલુ કરવામાં આવેલ ગાડીઓ છે. બીજા તમામ મેલ/એક્સપ્રેસ, પેસેન્જર અને ઉપનગરીય ટ્રેન સેવાઓ સહિત અન્ય નિયમિત યાત્રી સેવાઓ, આગળ સૂચના મળે ત્યાં સુધી રદ્દ રહેશે. આ નવી ગાડી સેવાઓમાં એસી અથવા નોન એસી બંને શ્રેણીઓ રહેશે અને તે સંપૂર્ણ રીતે આરક્ષિત સેવાઓ હશે. જનરલ કોચોમાં પણ બેસવા માટે આરક્ષિત સીટો ઉપલબ્ધ કરવામાં આવશે. ગાડીઓમાં અનારક્ષિત કોચ નહીં હોય. આ ગાડીઓ માટે ભાડુ સામાન્ય હશે અને જનરલ કોચોને આરક્ષિત કરવાને લીધે તેનુ ભાડું સેકન્ડ સિટિંગ ભાડુ હશે તથા તમામ યાત્રીઓ માટે સીટ ઉપલબ્ધ કરવામાં આવશે.

ફરીઃ શરૂ કરવામાં આવેલ ગાડી સેવાઓમાં યાત્રા કરવાના હેતુ વિવિધ નિશાનિર્દેશ નીચે પ્રમાણે છે.

ટિકિટોનું બુકિંગ અને ચાર્ટિંગઃ

  1. IRCTCની વેબસાઇટ તથા તેના દ્વારા જ ફક્ત ઓનલાઇન ઇ-ટિકટિંગ થઇ શકશે. કોઇપણ રેલવે સ્ટેશનના પીઆરએસ કાઉન્ટર પર ટિકિટ બુકિંગ કરવામાં નહીં આવે.
  2. એઆરપી (અગ્રિમ આરક્ષણ સમય) વધુમાં વધુ 30 દિવસની રહેશે.
  3. હાલના નિયમો અનુસાર આરએસી અને પ્રતિક્ષા સૂચી આપવામાં આવશે. જો પ્રતિક્ષા યાદી ટિકિટધારકોને યાત્રાની અનુમતી નહીં આપવામાં આવે.
  4. કોઇ યૂટીએસ ટિકિટ પ્રસિધ્ધ કરવામાં નહીં આવે. તત્કાલ અને પ્રિમિયમ તત્કાલ બુકિંગની પરવાનગી નથી.
  5. નિર્ધારિત પ્રસ્થાનને ઓછામાં ઓછા 4 કલાક પહેલાં ચાર્ટ તૈયાર કરવામાં આવશે. નિર્ધારિત પ્રસ્થાનના 2 કલાક પહેલાં બીજો ચાર્ટ તૈયાર કરવામાં આવશે. પહેલા તથા બીજા ચાર્ટની તૈયારી વચ્ચે ઓનલાઇન કરંટ બુકિંગની અનુમતિ આપવામાં આવશે.
  6. ફક્ત કન્ફર્મ ટિકિટ ધારક યાત્રિઓ જ રેલવે સ્ટેશનમાં પ્રવેશની અનુમતિ આપવામાં આવશે.
  7. તમામ યાત્રીની ફરજીયાત થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ફક્ત લક્ષણ વગરના યાત્રિઓને જ પ્રવેશ તથા યાત્રાની અનુમતિ હશે.
  8. તમામ યાત્રિઓને પ્રવેશ તથા યાત્રા દરમિયાન ચહેરાને ઢાંકવો/માસ્ક પહેરવું ફરજીયાત છે.
  9. તમામ યાત્રિઓને સ્ટેશન પર થર્મલ સ્ક્રીનીંગ માટે ઓછામાં આછા 90 મિનિટ વહેલા પહોચવાનું રહેશે.
  10. તમામ યાત્રિઓને સ્ટેશન તથા ગાડીઓમાં સામાજીક અંતર (સોશ્યલ ડિસ્ટેન્સીંગ)નું પાલન કરવાનું રહેશે. .
  11. ગંતવ્ય પર પહોંચ્યા પછી ગંતવ્ય રાજ્ય/યૂટી દ્વારા નક્કી કરવામાં આવેલ પ્રોટોકોલનું યાત્રિઓને ચોક્કસપણે પાલને કરવાનું રહેશે.

માન્ય કોટો:

  1. આ વિશેષ ગાડીઓમાં નિયમિત ગાડીઓની જેમજ તમામ કોટાની અનુમતિ આપવામાં આવશે.
  2. દિવ્યાંગજન રિયાસતની ચાર શ્રેણીઓ તથા મરીજ રિયાસતની 11 શ્રેણીઓને જ આ ટ્રેનોમાં અનુમતિ આપવામાં આવશે.
  3. કેન્શલેશન અને રિફંડ માટે નિયમો લાગુ રહેશે.

ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશ અનુસાર તમામ યાત્રિઓને ફરજીયાત થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે તથા ફક્ત રોગના કોઇ લક્ષણ નહીં હોય તેવા યાત્રિઓને જ ટ્રેનમાં પ્રવેશ/યાત્રાની અનુમતિ હશે/સ્ક્રીનીંગ દરમિયાન જો કોઇ યાત્રીને તેજ તાવ હશે અથવા તેમાં કોવિંગ-19 ના કોઇ લક્ષણ દેખાશે તો તેની પાસે કન્ફર્મ ટિકિટ હશે તો પણ યાત્રાની અનુમતિ આપવામાં નહીં આવે. આવા કિસ્સામાં યાત્રીને નીચે પ્રમાણે રિફંડ કરવામાં આવશે.

(A) ફક્ત તેવાજ યાત્રીના પીએનઆર પર

(B)પાર્ટી ટિકિટ હોવાની સ્થિતીમાં જો કોઇ એક યાત્રી માટે અનફીટ હોવાનું જાણવામાં આવે છે અને બાકી બધા યાત્રી યાત્રા કરવા નથી માગતા તો તે પીએનઆરના તમામ યાત્રિઓને ટિકિટની પૂરી ધનરાશી પરત મળશે.

(C) પાર્ટી ટિકિટ હોવાની સ્થિતીમાં જો કોઇ એક યાત્રી માટે અનફીટ હોવાનું જાણવામાં આવે છે પણ તેના એન આરના અન્ય તમામ યાત્રી યાત્રા કરવા માટે ઇચ્છુક છે તો તે અનફિચ યાત્રીને ટિકિટની પૂરી રકમ પરત મળવા પાત્ર છે. ,

ઉપરોક્ત તમામ કિસ્સાઓમાં યાત્રીને પ્રવેશ તપાસ સ્ક્રીનીંગ પોઇન્ટ પર જ એક અથવા એક થી વધુ યાત્રિઓમાં કોવિંદ-19ના લક્ષણો હોવાને કારણે યાત્રા નહીં કરવાવાળા યાત્રિઓની સંખ્યામાં ઉલ્લેખ કરતાં કિટી સર્ટિફીકેટ જારી કરવામાં આવ્યા બાદ યાત્રાની તારીખ થી 10 દિવસની અંદર યાત્રા કરવામાં આવેલ યાત્રીની ટિકિટની રકમ પરત લેવા માટે ઓનલાઇન ટીડીઆર ફાઇલ કરવામાં આવશે અને રજૂ કરવામાં આવેલ સર્ટિફીકેટની મુળ પ્રતિ દ્વારા નક્કી પ્રમાણે IRCTCને રજૂ કરવામાં આવશે તે પછી યાત્રા કરેલ આંશિક અથવા પૂર્ણ યાત્રિઓનું પુરૂં ભાડુ IRCTC દ્વારા ગ્રાહકોના ખાતામાં પરત કરી દેવામાં આવશે.

ખાનપાન:

  1. ભાડામાં ખાનપાન શુલ્ક સામેલ કરવામાં નહીં આવે.
  2. તૈયાર ભોજન બુકિંગ ઈકેટરીંગ સંબંધી વ્યવસ્થા હાજર નહીં હોય.
  3. જો કે IRCTC દ્વારા પેન્ટ્રી કાર વાળી સીમિત ગાડીઓમાં જ ચુકવણીના આધાર પર કેટલીક નક્કી કરેલ ખાદ્ય પદાર્થ અને પેકેઝ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ટિકિટ બુકિંગ કરતી વખતે તેના વિશે સૂચનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  4. યાત્રિઓ માટે સારૂં હશે કે તેઓ પાતાનું ભોજન અને પીવાનું પાણી જોડે લઇને યાત્રા કરે.
  5. બધા કાયમી કેટરિંગ એકમો અને વેન્ડિંગ એકમો (મલ્ટી પર્પઝ સ્ટોલ, બુક સ્ટોલ, વિવિધ/મેડિકલ સ્ટોર વગેરે) રેલવે સ્ટેશનો પર ખુલ્લા રહેશે.
  6. ફુડ પ્લાઝા અને રિફ્રેશમેન્ટ રુમ વગેરેમાં તૈયાર થયેલ અને પેક કરીને સાથે લે જવા વાળા ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ચાદરો અને કમ્બલ:

  1. ગાડીઓમાં ચાદરો કમ્બલો અને પરદાની વ્યવસ્થા ઉલબ્ધ નહીં હોય.
  2. યાત્રિઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ યાત્રા માટે પોતાને સાથે ચાદર, કંબલ વગેરે લઇને યાત્રા કરે.
  3. આ પ્રમાણે એસી કોચોની અંદર તાપમાન સામાન્ય રીતેથી રેગ્યુલેટ કરવામાં આવશે.

રેલવે સ્ટેશનો પર પ્રવેશ અને નિકાસ દ્વારા યથાસંભવ અલગ-અલગ હશે જેનાથી યાત્રી એક બીજાની આમને –સામને ચાલીને ના જાય. સ્ટેશનો અને ગાડીઓ માટે નક્કી કરેલ સોશિયલ ડિસ્ટેન્સીંગ દિશાનિર્દેશોને અનૂરૂપ રેલવે કાર્ય કરશે અને સંરક્ષા, સુરક્ષા, તથા સ્વાસ્થ્ય સંબંધી પ્રોટોકોલનું પાલન કરશે. તમામ યાત્રી આરોગ્ય સેતુ એપ્લીકેશન અવશ્ય ડાઉનલોડ કરે અને તેનો ઉપયોગ કરે. યાત્રિઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓછા સામાનની સાથે યાત્રા કરે. ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશો અનુસાર યાત્રિઓ અને સ્ટેશન થી /સુધી યાત્રિઓને લઇ જવા વાળા વાહનોના ડ્રાઇવરોને આંદોલન કરવાવાળેને કન્ફર્મ ઈ-ટિકિટના આધાર પર અનુમતિ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp