રાજકોટ અને અમદાવાદ વચ્ચે સેમી હાઇસ્પીડ ટ્રેન ક્યારે શરૂ થશે, જાણો તેની તમામ વિગત

PC: financialexpress.com

ગુજરાત ઉપરાંત 11 રાજ્યોમાં  હાઈસ્પીડ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.  11 રાજ્યોએ તો તેના ઉપર કામ શરું કરી દીધું છે. 4 પ્રોજેક્ટ એવા છે કે જેને રાષ્ટ્રીય પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે જાહેર કર્યા છે. પણ રાજકોટ અને સાબરમતી વચ્ચેના આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કર્યા નથી. તેથી ગુજરાત સરકારે તેના માટે જંગી નાણાં ખર્ચવા પડશે. ખરેખર તો રાજકોટ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન બનાવવાની જરૂર છે. નહીં કે સેમી હાઈસ્પીડ ટ્રેન.

દેશમાં 12 પ્રોજેક્ટ છે જેમાં સૌથી ઓછા કિલોમીટર 200 ધરાવતો હોય એવો આ એક જ પ્રોજેક્ટ છે. બાકીના 400 કિમી લંબાઈના છે. આમ રાજકોટ માટે આ પ્રોજેક્ટ કેટલો વાયેબલ રહેશે તે અત્યારે મુંજવણ ભર્યું છે. ખરેખર તો પોરબંદર સુધી 400 કિલો મીટર રેલ માર્ગ બનાવવાની જરૂર હતી. એવું નિષ્ણાંતો માને છે.

11 હજાર કરોડનું ખર્ચ વધીને 24 હજાર કરોડ

રાજકોટ અને અમદાવાદ વચ્ચે રૂ.11,300 કરોડના હાઇસ્પીડ રેલ્વે પ્રોજેકટને 26 નવેમ્બર 2019માં મંજૂરી આપી છે, જેના ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચનો પણ સામવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-રાજકોટના મુસાફરોને બુલેટટ્રેનની કનેકટીવીટી મળી શકશે અને પ્રવાસી સવારે રાજકોટથી નીકળી એ જ દિવસે સાંજે મુંબઇથી પરત આવી શકશે. 2019ના ખર્ચ પ્રમાણે રૂ.19 હજાર કરોડ થાય છે. જો 2022ના ભાવ પ્રમાણે કામ ચાલુ થાય તો રૂ.24થી 25 હજાર કરોડ થઈ જશે.

1400 કે 1800 ભાડું નક્કી કરાશે

ભાવના  હિસાબે મુસાફર દીઠ એક તરફ જવાનું ભાડુ 2019ના ખર્ચ પ્રમાણે રૂ.1350 નક્કી કરાયું છે. જે 2022ના ભાવ પ્રમાણે 1700થી 1800 રાખવામાં આવી શકે છે. હાલ ટ્રેન અને સાદી બસનું ભાડુ 100 રૂપિયા છે. લક્ઝરી બસનું ભાડું 300 રૂપિયા છે. જેમાં સીધો 4થી 8 ગણો ભાડામાં વધારો થઈ જશે. સેમી હાઈસ્પીડ ટ્રેનનું ભાડું બુલેટ ટ્રેન અને પ્લેન જેટલું છે. માત્ર શ્રીમંતો જ આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

માત્ર ખાતરી જ આપી નાણાં નહીં

17 જૂલાઈ 2021માં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે બેઠક યોજીને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવએ રેલ પ્રોજેક્ટને ટેકો આપવાનું કહ્યું હતું. અમદાવાદ અને રાજકોટ વચ્ચે 225 કિમી લાંબો સેમી હાઈસ્પીડ રેલ્વે પ્રોજેક્ટ બનાવવા માટે સમર્થન આપવાની ખાતરી આપી છે. 160 કિલો મીટર ઝડપથી ટ્રેન દોડશે. રશિયાની કંપનીએ ફેબ્રુઆરી 2020માં કહ્યું હતું કે તે આ પ્રોજેક્ટ 2027માં પૂરો કરીને આપશે. તેનો મતલબ કે 2022માં નહીં પણ 27માં પ્રોજેક્ટ પૂરો થઈ શકે છે. મુખ્ય પ્રધાનને પ્રોજેક્ટ અહેવાલ આપી દેવાયો

જી-રાઇડે સૂચિત પ્રોજેક્ટ માટે પ્રારંભિક અભ્યાસ કરવા માટે દિલ્હી ઇન્ટિગ્રેટેડ મલ્ટી મોડલ ટ્રાંઝિટ સિસ્ટમ્સ (ડીઆઈએમટીએસ) ની નિમણૂક કરી છે. રૂપાણીને પ્રોજેક્ટ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. છતાં કામ આપવામાં વિલંબ થઈ રહ્યો છે.

દેશમાં 12 પ્રોજેક્ટ

દેશમાં 4 હાઈસ્પીડ રેલ માર્ગ શરૂ થઈ ગયા છે. દિલ્હી-મીરૂત અને દિલ્હી-અલવર વચ્ચે બાંધકામ ચાલું થયું છે. 12 પ્રોજેક્ટ મંજૂર થયા છે પણ કામ શરૂ થયું નથી. જો રૂપાણીએ ઝડપ કરી હોત અને મોદીને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવા માટે દબાણ કર્યું હોત તો સરકાર પર રૂપિયા 30 હજાર કરોડનો બોજ આવ્યો ન હોત.

સાબરમતિ કેન્દ્ર બનશે

અમદાવાદના સાબરમતી સ્ટેશન પર,  મુંબઇ - અમદાવાદ હાઇ સ્પીડ રેલ અને અમદાવાદ મેટ્રો, ભારતીય રેલ્વે સ્ટેશન અને જનમાર્ગ બીઆરટી બસ સ્ટેશન સાથે સરળતાથી જઈ શકાશે.

ખર્ચ અને ભાડું

અમદાવાદ અને રાજકોટમાં 6 સ્ટેશનો હશે.  જેનું ખર્ચ રૂ. 28,291.44 કરોડ છે. ભારતમાં આવી રેલ્વે લાઇનો બનાવવા માટેનો ખર્ચ પ્રતિ કિ.મી. રૂ.70-100 કરોડ આવે છે. 225 કિલો મીટરનું ખર્ચ 22500 કરોડ હોઈ શકે છે. તેના બદલે રૂ.30 હજાર કરોડ થઈ જશે. મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન માટે રૂ. 65,000 કરોડનો ખર્ચ થશે. બીજા ખર્ચ અલગ છે. બુલેટ ટ્રેનનું ભાડું એક કિલો મીટરે રૂ.5 હોઈ શકે. જ્યારે રાજકોટની આ ટ્રેનનું ભાડું એક કિલોમીટરના રૂ.3.25 હોઈ શકે છે.

2017માં કંપની બની

આ પ્રોજેક્ટને નવેમ્બર 2019 માં ગુજરાત સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી. રેલ્વે મંત્રાલય અને સરકારના સંયુક્ત સાહસ 6 જાન્યુઆરી, 2017 ના રોજ બનાવાયું હતું. પ્રોજેક્ટ ક્યારે પૂરો કરાશે તે અંગેની તારીખ જ રૂપાણીએ હજું જાહેર કરી નથી.

સિસ્ટમ કેવી હશે

ટોચની ગતિ: 160 કિ.મી. પ્રતિ કલાક

સરેરાશ ગતિ: 120 કિ.મી. પ્રતિ કલાક

લંબાઈ 227.6 કિમી છે.

એલિવેટેડ અને એટ-ગ્રેડ પ્રકારનો માર્ગ રહેશે.

સ્ટેશનોની સંખ્યા 6 નક્કી કરાઈ છે જેમાં સાબરમતી, સાણંદ, બાવળા, લીંબડી, ચોટીલા અને રાજકોટ છે.

ટ્રેક ગેજ: સ્ટાન્ડર્ડ ગેજ - 1435 મીમી

રોલિંગ સ્ટોક: 9 ટ્રેન x 10 કોચ હશે

ટ્રેક્શન: 25 કેવી એસી ઓવરહેડ કેટેનરી (OHE)

ઓપરેશનલ 227.6 કિ.મી. રહેશે.

છેલ્લી તારીખ હજું જાહેર કરી નથી.

રોજના 30 હજાર મુસાફરો રહેશે.

430 હેક્ટર જમીન સંપાદન કરવાનું થશે.

રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 119 કિલો મીટર રેલવે રહેશે.

ભારતીય રેલ્વેના ટ્રેક 22 કિ.મી. રહેશે.

પ્રોજેક્ટ ખર્ચ: રૂ. 28,291.44 કરોડ છે. 

સિવિલ બાંધકામ: રૂ. 21,391.44 કરોડનું થશે.

જમીન સંપાદન પાછળ રૂ. 4,500 કરોડ ખર્ચ થશે.

રોલિંગ સ્ટોક: રૂ. 600 કરોડ છે

ડેપો સુવિધા: રૂ. 500 કરોડ છે

પરચુરણ ખર્ચ રૂપિયા 1,300 કરોડ

અમદાવાદ-રાજકોટ વચ્ચે હાલનો રોજનો ટ્રાફિક

4267 કારમાં 6401 મુસાફર

53 મીની બસમાં 420 મુસાફર

192 એસ ટીમાં 6720 મુસાફર

413 ખાનગી બસમાં 16520 મુસાફર

24 કલાકમાં 30079 મુસાફરો

365 દિવસ-વર્ષના 1.09 કરોડ મુસાફરો

ટ્રેનમાં હાલ વર્ષે 2 લાખ લોકો મુસાફરી કરે છે

ટેન્ટેટીવ શેડ્યુલ અને ખર્ચ

દર 45 મિનીટે એક ટ્રેન મળશે

સવારે 5થી રાતના 10.15 સુધી ટ્રેન ચાલુ રહેશે

7 રેક સાથે 2 સ્પેર રહેશે (કુલ 9 ટ્રેન)

દરેક ટ્રેનમાં 10 કોચ હશે

એક ટ્રેન પાછળ રૂપિયા 62 કરોડનો ખર્ચ થશે

9 ટ્રેનનું કુલ ખર્ચ 558થી 600 કરોડ થશે.

કિલોમીટરનું ભાડુ 6 રૂપિયા રાખવું પડશે

ભાડુ મુસાફર દીઠ રૂપિયા 1350 રહેશે

કુલ આવક 2515 કરોડ રહેશે

જો 3 રૂપિયા કિ.મી. દર રહે તો ભાડુ 615 અને આવક 1207 કરોડની થાય

સરકાર 17 હજાર કરોડ વ્યાજે નાણાં લેશે

વર્ષે 125 કરોડ મેઈન્ટેન્ન્સ પાછળ ખર્ચ થશે.

75 કરોડ પગારના થશે

ઘસારો 50 કરોડ

બળતણ-વિજળી 125 કરોડ

આ બધા ખર્ચ પછી સરકારને એક કિલો મીટરના રૂ.5થી6 રાખવા પડશે.

1200થી 1400 રૂપિયા ભાડુ રાખવું જ પડશે.

તે પણ 90 ટકા આવક ગુજરાત સરકારને અને 10 ટકા રેલવેને આપવામાં આવે તો જ.

અભ્યાસના ઠેકા કોને અપાયા, કોણ દૂર રહ્યું

પશ્ચિમ રેલ્વેએ વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ (ડીપીઆર) તૈયાર કરીને રેલવે મંત્રાલયને સુપરત કર્યો છે.

અમદાવાદ - રાજકોટ એસએચએસઆર ભાડા (કિંમતો)

વર્ષ 2019 માં ભાડાનો ખર્ચ પ્રતિ કિ.મી. 3.25 હતો. લાઇનનું ઓફિશિયલ ભાડુ જાહેર કરવામાં આવ્યું નથી.

અમદાવાદ - રાજકોટ એસ.એચ.એસ.આર. કોન્ટ્રેકટ

પ્રાથમિક અભ્યાસ દિલ્હી ટ્રાન્ઝીટ સીસ્ટમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

સાબરમતી એલિવેટેડ સ્ટેશન (મલ્ટિમોડલ એકીકરણ યોજના સહિત) માટે વિગતવાર ડિઝાઇન કન્સલ્ટન્ટ (ડીડીસી), સાબરમતી પાસે 3 સ્ટેબલીંગ યાર્ડ, બી એન્ડ એસ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ, સ્પેક્ટ્રમ કન્સલ્ટન્ટ અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (ટીસીઇ) તરફથી કામ થશે.

ડિઝાઈન અને ડીપીઆર માટે 3 કંપનીઓ

વિગતવાર ડિઝાઇન કન્સલ્ટન્ટ કરાર માટે ત્રણ ડિઝાઇન એન્જિનિયરિંગ કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. ખરેખર તો આવા કામ ભારતમાં જ્યાં થયા છે ત્યાં 12થી 20 કંપનીઓ ટેન્ડર ભરતી હોય છે. પણ અમદાવાદ-રાજકોટ માટે 3 કંપનીઓ આવતાં લોકોને આશ્ચર્ય થયું છે.

રૂ.7 કરોડના ખર્ચે અભ્યાસ થઈ રહ્યાં છે.

બિડરો

બી એન્ડ એસ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ

સ્પેક્ટ્રમ સલાહકારો ભારત

ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (ટીસીઇ) આવ્યા હતા.

કરાર: જી-રાઇડ / એડીઆઈ-આરજેટી / એસએચએસઆર / 2

 AECOM, Systra, SMEC અથવા Egis જેવી નિયમિત ડિઝાઇન એન્જિનિયરિંગ કંપનીઓમાંથી કોઈ પણ ભાગ લીધો ન હતો.  તેનાથી ઘણાંને આશ્ચર્ય થયું છે.

1 કરોડ મુસાફરો છે

હાલ વર્ષે 1.09 કરોડ મુસાફરો મુસાફરી કરે છે, રોજના 1200 બસ દોડે છે. વર્ષે 7 ટકા પેશેન્જરો વધે છે. આ કોરિડોર પર દૈનિક બસ ટ્રિપ્સ અમદાવાદથી ટ્રિપ્સ 22% છે. રાજકોટની 30% છે

રસ્તા 20 લેનના કરવા પડશે

2031 સુધીમાં હાલનો માર્ગ 10 થી વધુ લેન અને 2041 સુધીમાં 20 થી વધુ લેન પહોળો કરવો પડશે.

હાલની રેલવે

અમદાવાદ અને રાજકોટ વચ્ચે હાલની રેલવે વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને જાય છે. તેની લંબાઈ આશરે 243 કિલોમીટર છે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે 4-5 કલાક થાય છે. રેલ દ્વારા વર્ષે 2 લાખ મુસાફરો 14 ટ્રેનો દ્વારા મુસાફરી કરે છે.

2022ની ચૂંટણીનું રાજકારણ

મોદીએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન 2007ની ચૂંટણી જીતવા માટે શરૂ કરી તેના હજું કંઈ ઠેકાણા નથી.

શું રૂપાણી આવું જ કરશે

શું આ પ્રોજેક્ટના આધારે તેઓ સૌરાષ્ટ્ર અને અમદાવાદની વિધાનસભાની બેઠકો જીતવા માંગે છે

તકનીકી પ્રસ્તાવિત

18 ટ્રેનો દોડશે. પ્રત્યેક ટ્રેન 18 વાહનની અંદાજીત કિંમત 100 કરોડ રૂપિયા છે. સ્વચાલિત ટ્રેન હશે.  સીસીટીવી કેમેરાથી સજ્જ, જીપીએસ-આધારિત બાજુમાં ફેલાયેલી લાઇટિંગ, સ્વચાલિત દરવાજા અને પગથિયાં છે. જ્યારે કોઈ સ્ટેશન પર ટ્રેન અટકી જાય છે ત્યારે કોચના દરવાજાના પગથિયા બહારની તરફ સરકી જાય છે.

એક કોચમાં 78 બેઠકો હશે.

સરેરાશ 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ ટ્રેનની રહેશે.

ખર્ચ કોનું કેટલું કરો઼ડમાં

1 એલિવેટેડ 223 કિલોમીટર 11,444.86

2 ભૂગર્ભ 2 કિલો મીટર લાઈન 495.90

3 સ્ટેશન બિલ્ડિંગ - એલિવેટેડ 120.82

4 સ્ટેશનના 3 બિલ્ડિંગ - ભૂગર્ભ દરેક 1 207.47 207.47

5 ઇન્ટરચેંજ સુવિધાઓ 18.04

6 ટર્મિનલ ગોઠવણી 171.82

7 ઇ એન્ડ એમ સ્ટેશન પર કાર્ય કરે છે - એલિવેટેડ દરેક  33.66

8 ઇ એન્ડ એમ સ્ટેશન પર કામ કરે છે - ભૂગર્ભ   88.54

9 કાયમી રસ્તો કિ.મી. 225 માટે  2,505.12

10 ટ્રેક્શન અને પાવર કિ.મી. 225  માટે 1,159.78

11 સિગ્નલિંગ  225 માટે  3,761.54

12 ટેલિકોમ  4 માટે 29.97

13 આપોઆપ 4 ટિકિટ મશીન 20.34

14 એલએસ, આર એન્ડ આર 429.55

15 પરચુરણ (ઉપયોગિતાઓ, સંકેતો)  304.44

16 ઇલેક્ટ્રિકલ અને ટેલિકોમ ઉપયોગિતાઓ 429.55

17 વિશેષ અવાજ અને કંપન ન આવે તે માટે  154.25

18  યાર્ડ માટે  અસ્થાયી જમીન 15.81

કુલ પ્રોજેક્ટ 2019ના ભાવે 21,391.44

19 જમીન સંપાદન કિંમત  4,500

20 રોલિંગ સ્ટોકની કિંમત 600 છે

21 ડેપો  500

22 સામાન્ય ચાર્જ સહિત ડિઝાઇન અને પીએમસી જમીન સિવાય 6% ચાર્જ 1,300

2019ના ભાવે કુલ ખર્ચ 28,291.44 કરોડ

દરેક કિલો મીટર દીઠ ખર્ચ રૂ. 125.74 કરોડ થાય છે.

2022ના ભાવ પ્રમાણે રૂ.24 હજાર કરોડ ખર્ચ થઈ જશે.

માત્ર 86 કિલો મીટરમાં જમીન સંપાદન કરાશે

નેશનલ હાઈવે 47ની બાજુમાં કે વચ્ચે ટ્રેન કોરીડોર બનશે. 86 કિલો મીટરમાં જમીન સંપાદન કરાશે. 160 કિ,મી,ની ઝડપ રહશે. અમદાવાદ-મુંબાઈની હાઇ સ્પીડ કોરિડોર પર ટ્રેન 300 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપથી ચાલી શકે છે. જ્યારે સેમી હાઇસ્પીડ કોરિડોર પર ગાડીઓ 160 કિલોમીટર પ્રતિ કલાકે દોડી શકે છે.

રશિયન સરકારના જાહેર સાહસ રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલ અને ગુજરાત સરકારની જી-રાઇડ કંપની રેલ બનાવશે. ડિઝાઇન તૈયાર થયા પછી 2 વર્ષમાં પ્રોજેક્ટ તેઓ પૂર્ણ કરશે. 11,300 કરોડ રૂપિયાનું સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે. પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તે માટે નાણાં નહીં આપે.

મોદીએ નાણાં અને પ્રોજેક્ટ ન આપ્યો

અમદાવાદ, વડોદરા, સુરતને 300 કિલો મીટરની ઝડપ ધરાવતી ટ્રેન ભારતના વડાપ્રધાને આપી પણ રાજકોટને 160 કિ.મી.ની ઝડપની ટ્રેન ગુજરાત સરકાર પોતાના ખર્ચે લોન લઈને બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટને ટ્રેન ન આપતાં હવે ગુજરાત સરકાર રશિયા પાસેથી લોન લઈને બનાવશે. ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. કંપની  કે જે ગુજરાત સરકારની છે તે તમામ ખર્ચ ભોગવશે. જુનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા અને સોમનાથ સાથે જોડાયેલું હોવાના કારણે સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર પણ કહેવાય છે. જેને મોદીએ કોઈ મદદ ન કરી.

50 લાખ મુસાફર વધીને 1 કરોડ કેમ થયા

અમદાવાદ અને રાજકોટ શહેર વચ્ચે વર્ષે 50 લાખ જેટલા મુસાફર આવજાવ કરે છે, મુસાફરોની સંખ્યા વર્ષે 9 ટકાના દરે વધી રહી છે, 2007માં બંને શહેરો વચ્ચે દર વર્ષે 19 લાખ લોકો મુસાફરી કરતા હતા. 2017માં વધીને પ્રતિવર્ષ 45 લાખ થઈ ગયા હતા. પ્રિ ફિજીબીલીટી અહેવાલ તૈયાર કરાયો તે પહેલાં આ ચિત્ર હતું હવે તેમાં બે ગણાં મુસાફરો એકટલે કે 1 કરોડ મુસાફરો બતાવવામાં આવ્યા છે.

દેશને આપ્યું રાજકોટને નહીં

વડાપ્રધાન મોદીએ છ રેલ કોરિડોરમાં દિલ્હી-નોઇડા-આગ્રા-લખનઉ-વારાણસી અને દિલ્હી-અમદાવાદ, મુંબઇ-નાગપુર, મુંબઇ-હૈદરાબાદ, ચેન્નઇ-મૈસૂર અને દિલ્હી-અમૃતસરને હાઈસ્પીડ કે સેમિ કાઈસ્પીડ રેલ આપી છે. પણ સૌરાષ્ટ્રને અગાઉ જે રીતે અન્યાય કરતાં હતા તે વડાપ્રધાન બન્યા પછી પણ અન્યાય ચાલુ રાખ્યો છે.

આ છ કોરિડોરને નક્કી કર્યા છે અને તેનો ડીપીઆર વર્ષમાં તૈયાર થઇ જશે. પણ રાજકોટનો કોરીડોર ગુજરાતની પ્રજાના ખર્ચે મોંઘો બનશે. કેન્દ્રની મોદી સરકાર એક પૈસો આપવાની નથી.

ટિકિટ

રાજકોટ અને અમદાવાદ વચ્ચે એક કિલો મીટરના રૂપિયા 3 ટિકિટ રાખવામાં આવે એવી શક્યતા છે. એક વખતનું ભાડું રૂપિયા 600 હશે. જે હાલ સામાન્ય ટ્રેનનું ભાડું રૂપિયા 80 છે.

ધોરી માર્ગની વચ્ચે રેલ

માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલ્વે તંત્રએ સરવેનું કામ કરવાનું શરૂ કર્યું છે. હાલ બની રહેલાં 6 માર્ગીય નેશનલ હાઈવેની વચ્ચે 5 મિટર પહોળા રોડ ડિવાઈડરની વચ્ચે ટ્રેન દોડશે. 18000 કોલમ ઊભા થશે. 8 ડબ્બાની મિનિ ટ્રેન દોડશે. જોકે પ્રથમ આવી જાહેરાત રૂપાણીએ કરી હતી. હવે હાઈવેની બાજુમાં રહેશે.

બીજો વિકલ્પ

રાજકોટ-અમદાવાદ વચ્ચે છ માર્ગીય રાષ્ટ્રીય ધોરી માર્ગ બની રહ્યો છે તેની બન્ને બાજુ પૈકી કોઈ એક પર ટ્રેક રાખવા સરવે ચાલી રહ્યો છે. કોઈ એક બાજુ કોલમ બીમ ઊભા કરવાનો બીજો વિકલ્પ છે. દરેક કોલમ વચ્ચે 7થી8 મીટરનું અંતર રહેશે. જ્યારે કોલમ કેટલા ઊચા રાખવા અને કેટલી મજબૂતાઈના બનાવવા તે અંગે પ્રાથમિક અહેવાલ આવ્યા બાદ નક્કી કરાશે.

જોખમી રસ્તો

દોઢ ડાયામિટરના કોલમ-બીમમૂકીને રેલ્વે ટ્રેક બનશે. 160 કિલોમિટરની ઝડપે ટ્રેન દોડાશે જેનાથી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર દોડતા વાહનો પર વિપરીત અસર થઈશે. જેમાં ભયજનક અવાજ ધ્રુજારી સાથે વાહન ચાલકોને અડચણ થતાં અકસ્માતની સંભાવના છે. જમીનનું સંપાદન કરવું ન પડે તે માટે આ જોખમી રસ્તો પસંદ કરવામાં આવ્યો છે.

અકસ્માતનું જોખમ

રાજકોટ-અમદાવાદ મોટા અકસ્માત થતાં હોવાથી ડિવાઈડર પર ચડીને અકસ્માત કરતાં રહે છે. 40 ટન માલ ભરેલો ખટારો 60ની ઝડપથી ટકરાય તો રેલ અને ટ્રક અકસ્માત થઈ શકે છે. મોટી જાનહાની થશે.

જી રાઈડ

ગુજરાત અને રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (જી-રાયડ) ની અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ સિસ્ટમના વિકાસ માટે એન્કર સંસ્થા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાતમાં અમદાવાદ-રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ્વે સિસ્ટમના વિકાસ માટે જી-રાયડ જરૂરી અભ્યાસ કરવાની યોજના બનાવી રહી છે.

જૂન 2021માં જી-રાયડ  અમદાવાદ-રાજકોટ સેમી હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે પર્યાવરણ અને સામાજિક અસરની આકારણીના અભ્યાસ કરવા માટે કામ માટે આમંત્રણ આપે છે.

ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (જી-રાયડ), ગાંધીનગર અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈ સ્પીડ રેલ સિસ્ટમ માટે પર્યાવરણીય અને સામાજિક અસર આકારણી અભ્યાસ કરવા માટે સલાહકારો પાસેથી વ્યાજની અભિવ્યક્તિ માટે આમંત્રણ આપે છે.

ચાલુ અધ્યયનના ભાગ રૂપે, જી-રાયડ વિવિધ મલ્ટિલેટરલ ફાઇનાન્સિંગ એજન્સીઓ વર્લ્ડ બેન્ક, એશિયન ડેવલપમેન્ટ બેન્ક, વગેરે આ પ્રોજેક્ટને નાણાં પૂરા પાડશે.

ધિરાણ, આયોજન, માળખાગત વિકાસ, સર્વેક્ષણ, શક્યતા અભ્યાસ અને વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો તૈયાર કરવામાં આવી રહ્યાં છે.  તકનીકી સલાહકારો નિયુક્ત કરવામાં આવી રહ્યાં છે.

સૂચિત અમદાવાદ-રાજકોટ સેમી હાઈ સ્પીડ રેલ સિસ્ટમ 225 કિ.મી.નો પ્રોજેક્ટ છે. જે ગુજરાતના બે મોટા શહેરો અર્ધ હાઇ સ્પીડ રેલ લાઇન દ્વારા જોડશે. જેની ઝડપ 220 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. મુસાફરીનો સમય 50 ટકા ઘટી જશે.

રાજકોટથી મુંબઇ સુધીની મુસાફરીનો સમય ઘટાડીને 5 કલાકથી ઓછો કરવાનો હેતું છે. જે હાલમાં 12 કલાકથી વધુ સમય લે છે.

પ્રોજેક્ટનો  અભ્યાસ ચાલુ છે. જો કે ધારણા છે કે મોટાભાગનો રેલ માર્ગ અમદાવાદને રાજકોટને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-47))ની બાજુમાં હશે. અમદાવાદમાં  સાબરમતી રેલવે સ્ટેશન પરથી ટ્રેન ઉપડશે.

પર્યાવરણીય અને સામાજિક વ્યવસ્થાપન યોજના (ESMP)ની તૈયારી કરવી પડશે.

ડીઝાઈન માટે ટેન્ડર

જી-રાયડ અમદાવાદ-અમદાવાદ સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે વિગતવાર ડિઝાઇન કન્સલ્ટન્ટની નિમણૂક માટે ટેન્ડર મંગાવવાનું માર્ચ 2021માં નક્કી કર્યું છે.

ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (જી-આરઆઈડીઇ) એ સિવિલ, આર્કિટેક્ચરલ અને ઇ એન્ડ એમ વર્ક્સ માટે સિંગલ સ્ટેજ ટુ પેકેટ સિસ્ટમના એલિવેટેડ સ્ટેશન (એટલે કે, સાબરમતી) ની ડિઝાઇન માટે વિગતવાર ડિઝાઇન કન્સલ્ટન્ટ (ડીડીસી) ની જોડાણ માટે ટેન્ડર મંગાવેલા છે.

મલ્ટિમોડલ એકીકરણ યોજના સહિત છે. જેમાં સાબરમતીથી બાવળા સુધી 40 કિ.મી. એલિવેટેડ રેલ માર્ગ રહેશે.  સાબરમતી નજીક સ્થિર યાર્ડ બનશે.

લિવેટેડ સ્ટેશન, મલ્ટિમોડલ યોજના સાથે સાબરમતી સ્ટેશનની ડિઝાઇન  બનશે. આ માટે રૂપિયા 7.04 કરોડનું ખર્ચ થશે.

230 કિલોમીટરના અર્ધ-હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ અંગે  વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

રશિયાની કંપની ડીપીઆર બનાવશે

ગયા વર્ષે, રશિયન રેલ્વે હોલ્ડિંગ (આરઝેડડી)ની વિશેષ હેતુવાળી ઇજનેરી કંપની આરઝેડડી ઇન્ટરનેશનલ દ્વારા ડીપીઆર તૈયાર કરવા માટે રસ દાખવવામાં આવ્યો હતો. ભૂતકાળમાં કંપનીએ ભારતના નાગપુર અને સિકંદરાબાદ વચ્ચે 580 કિલોમીટર હાઇ સ્પીડ રેલ માટે ડીપીઆર તૈયાર કરેલા હતા. આધુનિકીકરણ અને સિગ્નલિંગ સિસ્ટમ માટે રેલ્વે મંત્રાલય સાથે સમજૂતીપત્ર થયો હતો.

ગુજરાત સરકાર અને રેલ્વે મંત્રાલયે 17 ઓગસ્ટ, 2016 ના રોજ સંયુક્ત સાહસ કંપની પર પોતાના અથવા તેના દ્વારા રેલ્વે પ્રોજેક્ટ્સ વિકસાવવા સંયુક્ત સાહસ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 5 વર્ષ થયા છતાં તેના પ્રાથમિક અભ્યાસ અને ડિઝાઈન પણ તૈયાર થયા નથી. ગુજરાત સરકારના 51% અને રેલવેના 49% નાણા રહેશે.

પુણે અને નાસિક કોરિડોર

ભારતની મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પુણે-નાસિક અર્ધ-હાઇ-સ્પીડ રેલ કોરિડોરને મંજૂરી આપી દીધી છે. પૂણે અને નાસિક વચ્ચેનો મુસાફરીનો સમય હાલના 6 કલાક ઘટીને 1 કલાક અને 45 મિનિટ સુધી થશે.  ઘટાડશે. પુણે-નાસિક કોરિડોરની લંબાઈ 235 કિ.મી.ની છે. આ માર્ગ પર 24 સ્ટેશનો હશે. ટ્રેનની ગતિ 200 કિમી પ્રતિ કલાકની રહેશે. પ્રોજેક્ટની અંદાજીત કિંમત 16,030 કરોડ રૂપિયા છે. 2017થી વિચારવામાં આવી રહેલાં પ્રોજેક્ટ મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆરઆઈડીસી) અને ભારતીય રેલ્વેનું સંયુક્ત સાહસ છે.

1,470 હેક્ટર જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. રેલ્વે 20 ટકા અને રાજ્ય સરકાર 20 ટકા નાણાં કાઢશે. બાકીના 60%  વ્યાજે લેવામાં આવશે.

તિરુવનંતપુરમ પ્રોજેક્ટ

કેરળમાં તિરુવનંતપુરમમાં સિલ્વરલાઈન, અર્ધ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે. જાપાન આંતરરાષ્ટ્રીય સહકાર એજન્સી (જેઆઈસીએ), એશિયન ડેવલપમેન્ટ બેન્ક, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક અને જર્મન ડેવલપમેન્ટ બેન્ક (કેએફડબલ્યુ) જેવી વિદેશી બેન્કોને આ દરખાસ્ત મોકલશે.  63 હજાર કરોડનો પ્રોજેક્ટ છે. ભારતીય રેલ્વે અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે કેરળ રેલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (કે-રેલ) કરશે. 70 ટકા નાણાં મહારથી મેળવાશે.

રેલ્વે માટે 1,383 હેક્ટર જમીન સંપાદન કરવાની થશે. જેના વળતર માટે આશરે 13,000 કરોડ રૂપિયાની જરૂર પડશે. 2013ના ભાવે ખેડૂતો પાસેથી જમીન લેવાશે. જમીનના સંપાદન ઓછું કરવું પડે તે માટે 15-25 મીટર પહોળાઈના ઓછામાં ઓછા વસ્તીવાળા વિસ્તારોમાં રેલ્વે લાઇન નાખવામાં આવશે.

કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ (કેઆઈઆઈબીબી) અને હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એચયુડીકો) એ આ પ્રોજેક્ટ માટે અનુક્રમે 3,000 કરોડ રૂપિયા અને 2,100 કરોડ રૂપિયા આપશે. કે-રેલ વિદેશી બેંક લોન 33,000 કરોડ લેશે. પ્રોજેક્ટના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર)ને મંજૂરી આપી દીધી હતી. જે કામ શરૂ થયાના 5 વર્ષમાં પૂરું કરાશે.

કેન્દ્ર સરકાર 5 ટકા લેખે રૂ.3 હજાર કરોડ સહાય આપશે.

તિરુવનંતપુરમથી કસરાગોડ સુધીના હાલ 12 કલાક થાય છે તે ઘટીને 4 કલાક થશે. સિલ્વરલાઇન કોરિડોર 529.45 કિ.મી. લાંબો છે. 220 કિમી પ્રતિ કલાકની ઝડપે  અર્ધ-હાઇ-સ્પીડ ટ્રેનો ચલાવી શકશે.

નવ કાર સાથે ઇએમયુ પ્રકારની ટ્રેનો હશે. જે 12 કાર સુધી વધારી શકાશે. બિજનેશ ક્લાસના 675 લોકો બેસી શકશે. બે ટર્મિનલ સહિતના 11 સ્ટેશનો હશે. ત્રણ એલિવેટેડ થશે, એક ભૂગર્ભમાં હશે, જ્યારે બાકીના ગ્રેડમાં હશે. કોરિડોરના દરેક 500 મીટર પર સર્વિસ રોડની જોગવાઈ સાથેના માર્ગો હશે.

સરકારના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) જાહેર કરાયા છે.  કેબિનેટે સરકારના કેન્દ્રીય રોકાણો હાથ ધરાવતા કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ તરફથી 2,100 કરોડની વહીવટી મંજૂરી પણ આપી દીધી છે. કેન્દ્ર સરકારે સિલ્વરલાઇન પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જે રાજ્ય સરકાર, કેન્દ્રના ઇક્વિટી ફંડ્સ અને બહુપક્ષીય ધિરાણ એજન્સીઓની લોનનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. 2025માં પૂરો કરાશે.

1,383 હેક્ટર જમીન સંપાદન કરવાની છે, જેમાં 1,198 હેક્ટર ખાનગી જમીન હશે. રેલ્વે માર્ગ પરના કેરળના ઇકોસિસ્ટમને સંભવિત નુકસાનને ટાંકીને પર્યાવરણવાદીઓનો નોંધપાત્ર વિરોધ છે.

દિલ્હી સેમી હાઈ સ્પીડ

દિલ્હી અને મેરઠ વચ્ચે નવી પરિવહન સેવા 900 જેટલા મુસાફરો સમાવિષ્ટ થશે. જ્યારે છ-કાર ટ્રેનોમાં 1,790 મુસાફરોને સમાવી શકશે. ટ્રેનોને નવ-કાર ટ્રેનસેટ્સમાં વધારી શકાય છે. 82 કિ.મી. લાંબી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસનીઝડપ 180 કિમી / કલાક રહેશે. તે ભારતની સૌથી ઝડપી ગતિ છે અને તેમાં 24 સ્ટેશનો હશે. મેરઠથી દિલ્હી સુધીની મુસાફરીનો સમય 60 મિનિટ ઘટાડશે. રોજ 8 લાખ મુસાફરો આવજાવ કરશે.

મુંબઈ દિલ્હી સેમી હાઈસ્પીડ રેલ

મુંબઇ-દિલ્હી અને દિલ્હી-હાવડા કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે. 160 કિલો મીટરની ટ્રેનની ઝડપ સાથે મુંબઇ -દિલ્હી અર્ધ-હાઇ સ્પીડ ટ્રેન કોરિડોર માર્ચ 2024 સુધીમાં તૈયાર થઈ જશે. મુસાફરીનો સમય 4 કલાક ઘટાડશે. મુંબઇ-દિલ્હી કોરિડોર પર મુસાફરીનો સમય લગભગ 16 કલાકથી ઘટાડીને 12 કલાક કરશે. પશ્ચિમ રેલ્વેએ રૂ. 6661 કરોડના પ્રોજેક્ટ માટે બે કામો માટે ટેન્ડર મંગાવ્યા છે. હાલ 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનો માટે યોગ્ય છે. અપ ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

11 પ્રોજેક્ટ પર અભ્યાસ શરૂ થયા, ગુજરાતમાં નહીં

બીજા 11 સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ ક્યાં ક્યાં ચાલી રહ્યાં છે તેની વિગતો સમજવા જેવી છે. જેમાં ગુજરાત નથી. ગુજરાત 12મું રાજ્ય બની શકે છે. ભારતમાં હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ્સ જ્યાં હજું કામ શરૂં થયું નથી. મોટા ભાગે રેલ પ્રોજેક્ટના ડીઝાઈન અને પ્રોજેક્ટ અહેવાલ તૈયાર થઈ રહ્યાં છે. એક પણ સેમી હાઈ સ્પીડ રેલનું કામ શરૂ થયું નથી.

દિલ્હી-વારાણસી  865 કિ.મી.માં 12 સ્ટેશન છે, ડી.પી.આર.  તૈયાર થાય છે.

દિલ્હી-અમદાવાદ 886 કિ.મી.માં 12 સ્ટેશન ડી.પી.આર. તૈયાર થાય છે.

મુંબઇ - નાગપુર 741 કિ.મી.માં 12 સ્ટેશનડી.પી.આર. તૈયાર થાય છે.

દિલ્હી-અમૃતસર 465 કિ.મી.માં 13 સ્ટેશનડીપીઆર તૈયાર થાય છે.

મુંબઇ - હૈદરાબાદ 711 કિ.મી.માં 11 સ્ટેશન, DPR તૈયાર થાય છે.

ચેન્નાઇ - મૈસુર 435 કિ.મી.માં 9 સ્ટેશનડીપીઆર તૈયાર થાય છે.

વારાણસી-હાવડા (કોલકાતા) 760 કિ.મી.માં 10 સ્ટેશન આવશે. ડી.પી.આર. તૈયાર થાય છે.

હૈદરાબાદ - બેંગલોર 618 કિમીમાં રાષ્ટ્રીય રેલ યોજના હેઠળ સૂચિત

નાગપુર - વારાણસી 855 KM રાષ્ટ્રીય રેલ યોજના હેઠળ દરખાસ્ત કરે છે

પટણા-ગુવાહાટી 850 કિ.મી.  રાષ્ટ્રીય રેલ યોજના માટે સૂચિત છે.

અમૃતસર - પઠાણકોટ - જમ્મુ 190 કિ.મી.માં રાષ્ટ્રીય રેલ યોજના હેઠળ સૂચિત છે.

એક નથી થઈ ત્યાં બીજી 5 ટ્રેનનું આયોજન

અમદાવાદ- રાજકોટ - જામનગર - દ્વારકા

અમદાવાદ ગાંધીધામ - ભૂજ

અમદાવાદ - અમરેલી - જૂનાગઢ - પોરબંદર

અમદાવાદ - ધોલેરા - ભાવનગર

અમદાવાદ - મહેસાણા - પાટણ - પાલનપુર

વિશ્વમાં મોટાભાગના દેશોમાં હાઈ સ્પીડ અને સેમી હાઈ સ્પીડ રેલ લાઈન નાંખવામાં આવી રહી છે.

મોટાભાગની હાઈ સ્પીડ રેલ છે. જેની ઝડપ 200થી 350 કિલોમીટરની એક કલાકમાં છે. ભારત એક એવો દેશ છે કે 350 કિલો મીટરની ઝડપ ધરાવતી હાઈસ્પીડની બુલેટ ટ્રેનના ખર્ચે સેમી હાઈસ્પીડ ટ્રેનો બનાવી રહ્યું છે. તે પણ વડાપ્રધાન મોદી આવ્યા પછી આવા પ્રોજેક્ટ આવી રહ્યાં છે. ચીન સહિત 82 દેશો હાઈસ્પીડ રેલ બનાવે છે. પણ ભારત હાઈસ્પીડ રેલની કિંમતે સેમી હાઈસ્પીડ રેલ બનાવી રહ્યું છે. જેમાં ગુજરાત પણ એક છે. શું સમજવું આવા ખર્ચાળ અને નબળી ટેકનોલોજી વાળા પ્રોજેક્ટ અંગે. કેમ રાતોરાત ખર્ચાઓ વધી જાય છે. તે લોકો સમજી શકતાં નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp