ગુજરાતમાં વિશ્વનું સૌથી આકર્ષક પ્રવાસન સ્થળ ક્યું છે?

PC: amazon.com

ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું આકર્ષણ સ્થળ ક્યું છે તેના જવાબમાં પહેલાં કચ્છના રણોત્સવ, સાસણ ગીર અને સાપુતારાનું નામ આપવામાં આવતું હતું પરંતુ સરદાર પટેલની જન્મજ્યંતિના દિવસે આ સ્થળ બદલાઈ જશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું છે અને તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ભારતના લોખંડી પુરૂષના જન્મદિન ગુજરાત નવો ઇતિહાસ લખશે. વિશ્વની સૌથી વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની ભવ્ય પ્રતિષ્ઠા ઉપરાંત સાહસ પ્રવૃત્તિનું એકમાત્ર કેન્દ્રસ્થાન કેવડિયા હશે.

કચ્છના રણોત્સવમાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન પ્રવાસીઓ આવતા હોય છે. દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે ત્યારે આ પ્રવાસીઓને હવે કેવડિયા સ્થળ મળશે જ્યાં તેમને અદ્ભૂત રોમાંચ ઊભો થશે. રણોત્સવના પ્રવાસીઓની સંખ્યાને પણ આંટી જાય તેવી આ પ્રતિમા અને આ સ્થળ વિશ્વમાં બેનમૂન બન્યું છે.

રાજ્યના પ્રવાસન મંત્રી ગણપત વાસવાએ જણાવ્યું હતું કે, 'અમે પ્રાથમિક ધોરણે પાયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરી રહ્યા છીએ, જે પ્રવાસીઓ માટે આખં વર્ષ આકર્ષણનું કેન્દ્ર હશે. આ સ્થળે સંગીતનાં ફૂવારાઓ, પાણી અને સાહસિક રમતો ઉપરાંત વિવિધ પ્રકારના તંબુઓ હશે. રસ ધરાવતી પાર્ટીઓ તરફથી PPPના ધોરણે તંબુ લગાવવા માટેના ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે.

સાધુ બેટ નજીક તંબુનું શહેર બનશે જેમાં 75 વૈભવી, 75 ડિલક્સ અને 100 અન્ય સહિત 250 તંબૂ ઊભા કરાશે. આ સાઇટ સરદાર સરોવર પ્રોજેક્ટથી 3.5 કિ.મી દૂર સ્થિત છે અને આરામદાયક આવાસ ઉપરાંત, આગામી દિવસોમાં સાહસ પ્રવૃત્તિઓ અને જળ રમતો શરૂ કરવાની યોજના છે.

આ સ્થળે રિવર રાફ્ટિંગ અને બોટિંગ, પેરા-ગ્લાઈડિંગ અને ફૉરલ ટ્રેક્સ જેવી કેટલીક જળ રમતો વિકસાવવા માટેની યોજનાઓ શરૂ કરવામાં આવશે. ટેન્ટ સિટીમાં ઓછામાં ઓછા 500 પ્રવાસીઓ સમાવવાની ક્ષમતા વિકસાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp