રણોત્સવથી કચ્છના લોકો થઇ રહ્યા છે નિરાશ, આગેવાનોએ કરી આ માગ

PC: khabarchhe.com

ગુજરાતના કચ્છના રણમાં રણોત્સવની જે બ્યુટી હતી તે ધીમે ધીમે ઘટી રહી છે. પ્રવાસીઓ તો આવે છે પરંતુ સ્થાનિક લોકોનો રોજગાર છીનવાઇ રહ્યો છે. કચ્છના પરિવારોએ બનાવેલા તંબુ હવે પડ્યા રહે છે અને અનેક એજન્સીઓએ આ કામના કોન્ટ્રાક્ટ લઇને ઉંચા ભાડા વસૂલ કરવાનું શરૂ કર્યું છે.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રણોત્સવની શરૂઆત કરી હતી. તેમણે ગુજરાત સરકારના આઇએએસ અને આઇપીએસ ઓફિસરોને કચ્છના રણમાં લઇ જઇને ચિંતન શિબિર પણ યોજી હતી. મોદીએ જ્યારે પ્રથમવાર રણોત્સવ જાહેર કર્યો ત્યારે એમ હતું કે કચ્છના પરંપરાગત ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. કચ્છી પરિવારોએ બનાવેલા તંબુઓમાં પ્રવાસીઓ રોકાશે અને બદલામાં તેમને રોજગાર મળશે. કચ્છની કલા વિદેશમાં મશહૂર થશે.

જો કે આજે આટલા વર્ષો પછી કચ્છનો રણોત્સવ ફીક્કો પડી રહ્યો છેકારણ કે સ્થાનિકોની બાદબાકી થઇ છે અને વિવિધ કંપનીઓ ઘૂસી ગઇ છે. કચ્છના સ્થાનિક યુવાનોને ટુરિઝમ મિત્ર બનાવવાની યોજના પણ બંધ થઇ ચૂકી છે. સ્થાનિક લોકોને હવે સ્ટોલ મળતા નથી. સ્થાનિક લોકોના તંબૂમાં રહેવા માટે કોઇ જતું નથીકારણ કે ખાનગી કંપનીઓ એડવાન્સ ઓનલાઇન બુકિંગ કરાવી રહી છે.

રણોત્સવમાં ટેન્ટ સિટી બનાવવામાં આવે છે ત્યારે તેમાં સ્થાનિક કલાકારોને પ્રાધાન્ય આપવામાં આવતું હતું પરંતુ હવે થી પ્રાઇવેટ કંપનીઓના પ્રવેશ પછી તે બંધ થયું છે. રણોત્સવમાં કચ્છને પ્રવાસીઓ તો મળે છે પરંતુ સ્થાનિક લોકોનું ઇન્વોલ્વમેન્ટ ઘટી રહ્યું છે. સરકારનું ટુરિઝમ કોર્પોરેશન પણ તેની આવક ગુમાવી રહ્યું છે.

ગુજરાતમાં પાંચ વર્ષથી કચ્છના રણોત્સવનું ખાનગીકરણ થયું છે. લાલુજી એન્ડ સન્સને રણોત્સવનું કામ આપી દીધા પછી સ્થાનિક લોકોને સૌથી મોટી અસર થઇ છે. ટુરિઝમ કોર્પોરેશને સ્થાનિક લોકોની રોજગારીને અસર ન થાય તે રીતે આ મહોત્સવનું સંચાલન કરવું જોઇએ તેવી માગણી કચ્છના સ્થાનિક આગેવાનોએ કરી છેકારણ કે રણોત્સવ પછી આ જગ્યાએ કોઇ ફરકતું નથી. તેમને કમાવવાનો મોકો માત્ર ચાર મહિના મળે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp