શું એક થઈ શકે છે ગાંધી પરિવાર? મેનકા ગાંધીના હાલના પગલાંથી BJPમા વધી હલચલ

PC: livemint.com

ભારતીય જનતા પાર્ટીની અંતર આ વાતની ચર્ચા જોર પર છે કે ગાંધી પરિવારના બે પક્ષો નજીક આવી શકે છે. યવતમાલમાં 'નરભક્ષી' વાઘણ અવનીની હત્યાને લઈને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ જે રીતે મહારાષ્ટ્રના વન મંત્રી સુધીર મુંગતીવાર પર ટ્વીટર તેમજ સાર્વજનિક રીતે નિશાનો સાધ્યો છે, તેનાથી ભાજપના ઘણા મોટા નેતાઓ નારાજ છે. મુંગતીવાર કેબિનેટના મહત્ત્વપૂર્ણ મંત્રી છે. તેઓ OBC સમુદાયમાંથી આવે છે અને સંઘના જૂનાં વિશ્વાસુ છે. મેનકા ગાંધીએ પહેલાં પણ તેમના પર નિશાન સાધ્યા હતા. મેનકા ગાંધીના પુત્ર વરુણ ગાંધી પણ પાર્ટી હાઇકમાન્ડથી પોતાને અલગ કરી ચૂક્યા છે. પાર્ટીએ તેમને 2017 વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં પ્રચાર ન કરવા કહ્યું હતું.

BJPને લાગે છે કે ગાંધી પરિવાર રાજનૈતિક રૂપથી એક થઈ શકે છે. હાલમાં જ સોનિયા ગાંધીએ પોતાના દેરાણીના મંત્રાલય દ્વારા મહિલાઓ માટે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. સોનિયા ગાંધીની હાજરી ભલે વિષયમાં રુચિના કારણે રહી હોય પરંતુ રાહુલ ગાંધીએ પણ વાઘણની હત્યાને લઈને આક્રમક વલણ અપનાવ્યું તો અટકળોને વધુ હવા મળી છે. કોંગ્રેસ અધ્યક્ષે ટ્વીટ કર્યું હતું, 'કોઈ દેશની મહાનતા એ વાતથી આંકી શકાય છે કે તે પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે.'

અવનીને મારી નાખવા બાબતે મેનકા ગાંધીએ કહ્યું હતું કે, 'આ બીજું કંઈ નહિ પણ ગંભીર અપરાધનો મામલો છે.' મેનકા ગાંધીએ એ પણ કહ્યું હતું કે તેઓ આ બાબતને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ ઊંચકશે. તેમણે કહ્યું હતું કે, 'હું નિશ્ચિત પણે પ્રાણીઓ પ્રત્યે સંવેદનાની ઉણપના મામલાને ઉઠાવવા જઈ રહી છું, કાયદાકીય અને રાજનૈતિક રીતે પણ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp