26th January selfie contest

બજેટની 10 મોટી જાહેરાતોઃ ધનવાનો પર વધ્યો ટેક્સનો બોજ, ઘર ખરીદવું બન્યું સરળ

PC: hindustantimes.com

ભારતના પહેલા પૂર્ણકાલિન મહિના નાણા મંત્રી નિર્મલા સીતારમને શુક્રવારે મોદી સરકાર 2.0નું પહેલું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં ઘણા સેક્ટર્સ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ તમામ મોટી જાહેરાતોનું લિસ્ટ અમે અહીં રજૂ કર્યું છે, તો તમે પણ જાણી લો આ બજેટની ખાસ વાતોઃ

  • ઈન્કમ ટેક્સમાં કોઈ રાહત નહીં, 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, 2 કરોડ કરતા વધુની આવક પર સરચાર્જ વધ્યો, 2-5 કરોડ પર 3% સેસ, 5 કરોડ કરતા વધુની આવક પર 7% સેસ, એટલે કે ધનવાનો પર ટેક્સની સીમા વધી.
  • પેટ્રોલ-ડીઝલ 2-2 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ
  • સોનું અને બહૂમુલ્ય ધાતુઓ પર ડ્યૂટી 10%થી 12.5% કરવાનો પ્રસ્તાવ
  • કોર્પોરેટ ટેક્સમાં 99.3% કંપનીઓને રાહત, ટર્નઓવર સીમા 250 કરોડથી વધારીને 400 કરોડ કરવામાં આવી.
  • સસ્તા ઘરો ખરીદવાની જાહેરાત, 3.5 લાખ સુધી વ્યાજ પર ઈન્કમ ટેક્સ છૂટ, 45 લાખ સુધીનું ઘર ખરીદવા પર 1.5 લાખ રૂપિયા સુધીની વધારાની છૂટ
  • હાઉસિંગ કંપનીઓનો હવે રેગ્યુલેટર RBI હશે, લોન આપનારી કંપનીઓને RBI નિયંત્રિત કરશે
  • કેટલાક ઈલેક્ટ્રોનિક સામાનો પર ડ્યૂટી માફ, ઈલેક્ટ્રોનિક વાહનો પર ડ્યૂટીમાં છૂટ
  • સરકારી બેંકોને આપવામાં આવશે 70 હજાર કરોડ રૂપિયા
  • 1, 2, 5, 10, 20 રૂપિયાના નવા સિક્કાઓની જાહેરાત, NRIs માટે પણ હશે આધાર કાર્ડ
  • નવી શિક્ષા નીતિ લાવવામાં આવશે, વર્લ્ડ ક્લાસ ઈન્સ્ટીટ્યૂશન્સ બનાવવા માટે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે (ટોપ સંસ્થાઓને 400 કરોડનું અનુદાન).
  • MSMEને 2% વ્યાજ છૂટ માટે 350 કરોડનું ફંડ.
  • સરકારી જમીનો વેચવામાં આવશે, PSUsની જમીનો પર અફોર્ડેબલ હાઉસિંગની યોજના.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp