બજેટમાં ખેડૂતોને રોજના ચાના ખર્ચના રૂ.16.43 આપ્યા, વીમો હજુ બાકી

PC: indianfolk.com

ગુજરાતના ખેડૂત સંગઠને 2019-20ના કેન્દ્ર સરકારના અંદાજપત્રની આકરી ટીકા કરી છે. ગુજરાત કિસાન કોંગ્રેસે જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને જરૂરી ડીઝલ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, બિયારણ, ખેત વીજ જોડાણ અને ખેત વીજ બીલમાં મોટા પ્રમાણમાં વધારો કરી ખેડૂતો પાસેથી લાખો કરોડ મોદી સરકારે લઈ લીધા છે. હવે રાહત આપવાનું માત્ર નાટક કરી રહી છે. ચૂંટણી સુધી કોઈ ખેડૂતોને રાહતો સરકાર આપવાની નથી. ખેડૂતો વીમો લે છે તે પણ કેન્દ્રની મોદી સરકાર નથી આપતી તો આ રાહતો માત્ર ચૂંટણી જીતવા માટેની જ છે. જે કોઈને મળવાની નથી.

પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં જ વર્ષ 2015-16, 2016-17, 2017-18 અને 2018-19માં ચાર વર્ષમાં રૂ.1.20 લાખ કરોડ વીમા પ્રિમિયમ તરીકે લીધા છે. હવે એમાંથી જ રૂ.75 હજાર કરોડ આપવાની સરકારે ગેરમાર્ગે દોરતી લોભામણી જાહેરાત કરી છે. વાર્ષિક રૂ.6000 એટલે માસિક રૂ.500 અને રોજના રૂ.16.43 આપવાનું સરકાર કહે છે. રોજના રૂ.16.43ની ખેડૂત રોજ સવારમાં ચા પીતો હશે તેલંગાણા રાજ્યમાં ખેડૂતોને વાર્ષિક હેકટરદીઠ રૂ.40 હજાર તેના ખાતામાં કોંગ્રેસ સરકાર જમા કરાવેલા છે.

ગુજરાતમાં રૂ.600 કરોડના વીજબીલ માફ કરવાની જાહેરાત કરી હતી. જે મળ્યા નથી. અછતગ્રસ્ત સહાય પેકેજ રૂ.1800 કરોડની જરૂરિયાત સામે રૂ.127 કરોડ આપવાની જાહેરાત કરી છે. પણ કોઈને હજું આપવામાં આવ્યું નથી. અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને હેક્ટરદીઠ રૂ.6800 અને 2 હેકટરની મર્યાદામાં રૂ.13600 ઇનપુટ સહાય આપવાની જાહેરાતો કરી છે. જે હજું આપી નથી. તે નાણાં તો ખેડૂતોના હક્કના છે. રાહતકામો ચાલુ કરવામાં અને રજીસ્ટર થયેલી ગૌશાળાઓમાં પશુદીઠ રોજના રૂ. 25 લેખે રોકડા જમા કરવામાંની યોજનામાં પણ ખેડુત દુઃખી દુઃખી છે.

સરકાર ખરેખર આપવા માંગતી હોય તો ખેત પેદાશના સારા ભાવ અપાવે. ખેરાત નહીં. 2012-13માં ખેડૂતોને વચન આપ્યું હતું કે, કપાસના રૂ.1500 અને મગફળીના રૂ.1200 આપવાની જાહેરાત કરી હતી. તે 5 વર્ષમાં આપેલા વચનો પુરા કર્યા નથી. 5 વર્ષ સુધી ખેડૂતોને ચારેબાજુથી ચૂસી લીધા છે. તેમાં ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp