26th January selfie contest

ખેડૂતોને રોજના 17 રૂપિયા આપવા એ તેમનું અપમાન, બજેટ પર રાહુલે આપી પ્રતિક્રિયા

PC: businesstoday.in

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આંશિક બજેટ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો હતો. રાહુલ ગાંધીએ ખેડૂતોને અપાનારી 6 હજાર રૂપિયાની વાર્ષિક આર્થિક મદદ પર ટ્વિટ કરતા કહ્યુ હતુ કે, 5 વર્ષની અક્ષમતા અને અહંકારથી ખેડૂતો બરબાદ થઈ ગયા છે. હવે તેમને પ્રતિદિન 17 રૂપિયા આપવા એ તેમના દ્વારા કરવામાં આવેલી મહેનત અને તેમની દરેક માંગણીઓનું અપમાન છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ હતુ કે, પ્રિય નરેન્દ્ર મોદીજી, તમારી પાંચ વર્ષોની અક્ષમતા અને અહંકારે અમારા ખેડૂતોનું જીવન બરબાદ કરી નાંખ્યુ છે. તેમને પ્રતિદિન 17 રૂપિયા આપવા એ દરેક બાબતોનું અપમાન છે, જેને માટે ખેડૂતો ઊભા છે અને કામ કરી રહ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદંબરમે પણ બજેટની નિંદા કરી છે. તેમણે કહ્યુ હતુ કે, આંશિક નાણા મંત્રીએ એટલું લાંબુ, આંશિક બજેટ રજૂ કરી લોકોના ધૈર્યની પરીક્ષા લીધી છે. આ મારી યાદમાં અત્યારસુધીનું સૌથી લાંબુ આંશિક બજેટ છે. તેમણે કહ્યુ હતુ કે, તે આંશિક બજેટ નહીં પરંતુ ચૂંટણી પ્રચારનું ભાષણ હતું.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp