26th January selfie contest

બજેટ પર રાહુલ ગાંધીએ આપ્યા આવા રિએક્શન, ફોટો થયો વાયરલ

PC: intoday.in

સંસદમાં બજેટ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના એક એક્સપ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટાને કારણે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. BJP સમર્થકો આ ફોટાને શેર કરીને રાહુલ ગાંધીની મજાક ઉડાવી રહ્યા છે.

વાત જાણે એમ છે કે, આ ફોટામાં રાહુલ ગાંધી પોતાના હાથને ચહેરા પર રાખીને બેઠા છે. તેમનું માથું એક તરફ ઝુકેલુ છે. નજીકમાં કોંગ્રેસના અન્ય નેતાઓ પણ બેઠા છે. પરંતુ, સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેને તેમની નિરાશા સાથે જોડી રહ્યા છે.

ઘણા લોકોએ આ ફોટોને શેર કરીને કેન્દ્ર સરકારના બજેટના વખાણ કર્યા છે અને બીજી તરફ તેને વિપક્ષ પર સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp