26th January selfie contest

પ્રોવિડન્ટ ફંડના વ્યાજ પર પણ હવે ટેક્સ ભરવો પડશે

PC: indiatoday.in

પ્રોવિડન્ટ ફંડ (PF)માં રોકાણ કરનારાઓને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મોટો ઝટકો આપ્યો છે. નાણામંત્રીએ બજેટમાં કહ્યું હતું કે હવેથી એક નાણાંકીય વર્ષમાં માત્ર 2.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર જ ટેક્સ છુટનો લાભ મળશે. ભવિષ્યની સુરક્ષા માટે લોકો PFમાં રોકાણ કરતા હોય છે.

બીજા બધા જે રોકાણના માધ્યમ છે તેના કરતા PFમાં સારૂ વળતર મળતું હોય છે અને વ્યાજ દ્રારા થતી આવક ટેક્સ ફ્રી હોય છે એટલે સામાન્ય રીતે લોકો PFમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ હવે બજેટમાં થયેલી જાહેરાત મુજબ જો તમે 2.50 લાખ રૂપિયાથી વધારેનું PFમાં રોકાણ કરશો તો વ્યાજની કમાણી ટેક્સના દાયરામાં આવી જશે. PFમાં અત્યારે 8 ટકા વ્યાજ મળે છે.

મતલબ કે જેમના PFમાં 2.5 લાખથી વધારે રકમ જમા થશે તો એની પર મળનારા વ્યાજ પર હવેથી ટેક્સ આપવો પડશે. આ નિયમ 1 એપ્રિલ 2021 લાગૂ પડશે. કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરવાથી વાર્ષિક 2.50 લાખ સુધીના  રોકાણ વળતરની આવક કરમુકત રાખવામાં આવી છે. એનાથી ઉપરના રોકાણ પર મળેલા વળતર પર ટેક્સ લાગશે.

સામાન્ય રીતે PFનો એક હિસ્સો કંપની આપતી હોય છે અને એક હિસ્સો કર્મચારીના પગારમાંથી કપાતો હોય છે. હવે જે નવી જોગવાઇ કરવામાં આવી છે તેમાં ટેક્સ માત્ર કર્મચારીના યોગદાન પર લાગશે મતલબ કે કંપની જે હિસ્સો જમા કરાવશે તેની પર ટેક્સ નહીં લાગે. સરકારની એવી દલીલ છે કે ટેક્સ છુટને સુંસગત બનાવવા માટે આ પગલું લેવાયું છે. જે કર્મચારીઓ મોટો પગાર મેળવે છે અને એક હિસ્સાના રોકાણથી વ્યાજને ટેક્સ ફ્રી કરાવે છે તેની પર સરકાર સંકજો લાવવા માંગે છે.

એક ઉદાહરણથી સમજીએ કે કેટલા વ્યાજ પર ટેક્સ લાગશે. જો કર્મચારીનું PFમાં વાર્ષિક યોગદાન 3 લાખ રૂપિયા થતું હોય તો 2.50 લાખ રૂપિયાના PF યોગદાન પર કોઇ ટેક્સ નહીં લાગે, પરંતુ બાકીના 50000 પર ટેક્સ લાગશે.. PFનું વ્યાજ 8 ટકા છે એ હિસાબે 50000ના કર્મચારીના યોગદાન પર 4000 રૂપિયા વ્યાજ મળશે. જો કર્મચારી 30 ટકા વાળા સ્લેબમાં આવતો હોય તો એવા કર્મચારીને 1200 રૂપિયા ટેક્સ પેટે ચુકવવા પડશે. એની પર પાછું 4 ટકા સ્વાસ્થય અને શિક્ષા સેસ ઉમેરી દેવામાં આવશે એટલે કર્મચારીએ 1248 રૂપિયા ટેક્સ ભરવો પડે.સાદી ભાષામાં સમજીએ તો જે કર્મચારીના PF ખાતામાં 3 લાખ રૂપિયાનું યોગદાન હશે તેણે 1248 રૂપિયા ટેક્સ ભરવો પડશે.

 જો કે આ ટેક્સનું ભારણ જેમના તગડા પગાર છે એવા કર્મચારીઓ પર જ આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp