26th January selfie contest

1300 કંપનીઓ ગુમ થઈ, જ્યાં રોકાણ કરી શકાય તેમ નથી ત્યાં ફરી કરાર

PC: khabarchhe.com

17 જાન્યુઆરી 2013માં રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભરૂચ જિલ્લામાંથી કુલ રૂ.16,400 કરોડના 1300 MoU સાઇન થયા હતા. નાના પાયાના ઉદ્યોગો માથી રૂ.16,452 કરોડના 1100 અને મોટા કદના ઉદ્યોગો તરફથી રૂ.452 કરોડના 200 કંપનીઓએ MoU કર્યા હતા. જેમાંથી આજે કોઈએ રોકણ કર્યું હોવાનું સરકાર તરફથી કહેવામાં આવતું નથી. આ 1300 કંપનીઓ ગુમ થઈ ગઈ છે. સાચા કે ખોટા MoU કરવા માટે અધિકારીઓ પર સરકારે દબાણ કર્યું હતું અને ખાસ સૂચના આપી હતી.

સૌથી મોટું MoU

ભરૂચ જિલ્લામાંથી MoU થયાં હતા તેમાં સૌથી મોટું રૂ.7,000 કરોડ MoU એબીજી શિપયાર્ડ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. 2019માં આ કંપનીએ કેટલું રોકાણ કર્યું તે અંગે ઉદ્યોગ વિભાગ કંઈ કહેવા તૈયાર નથી. દહેજ અને સુરત સ્થળ માટે 1-1 હજાર કરોડ અને અન્ય જગ્યાએ ઉદ્યોગ શરૂ કરવા રૂ.5,000 કરોડના MoU કર્યા હતા.

પર્યાવરણ માટે 14 કરારો

ભરૂચ જિલ્લામાં પર્યાવરણનું ધ્યાન રાખવા 14 MoU કરાયા હતા. જેમાં અંકલેશ્વર ખાતે બાયોમેડિકલ વેસ્ટ અને ઝઘડિયા ખાતે હેઝાર્ડ્સ વેસ્ટ અને ઇ-વેસ્ટ કલેકશન સેન્ટ શરૂ કરવા બાબતના મહત્વના MoU થયાં હતા. શું થયું એ અંગે?

ફરી MoU

2019માં ફરી એક વખત ભરૂચ જિલ્લામાં પાનોલી, અંકલેશ્વરમાંથી 844 કંપનીઓએ પ્રદૂષણ માટે રોકાણ કરવા માટે કરારો કર્યા હતા. ભરૂચ જિલ્લાના કૂલ 1482 ઉદ્યોગો વાયબ્રંટ ગુજરાતમાં ભાગ લઈ રહ્યાં છે અને કેમીકલ ઉદ્યોગોમાં રોકણ કરવાના કરારો કરી રહ્યાં છે. જેમાં વાગરાના જ 403 ઉદ્યોગો છે. પણ અહીં નવા ઉદ્યોગો ન સ્થાપવા અંગે પ્રદુષણના કાયદાની કલમ 18-1-બી હજુ ચાલું છે અહીં નવા ઉદ્યોગો નાખી શકાતા નથી તો પછી આ કંપનીઓ અબજો રૂપિયાના કરારો કઈ રીતે કરી રહી છે. સરકાર અને કંપનીઓ મળીને અહીં ફરી એક વખત પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. ખરેખર તો અહીં રોકાણ થઈ શકે તેમ નથી તેમ છતા કરાર કરવામાં આવ્યા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp