બધાં હિંદુઓ ભેગા થાઓ, અમે એવું કહ્યું હોત તો ચૂંટણી પંચ નોટીસ મોકલતે- PM મોદી

PC: pm modi

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા તબકકાનું મતાદન ચાલું છે. એ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજયના કૂચ બિહાર પહોંચ્યા હતા. અહીં તેમણે જાહેરસભાને સંબોધિત કરી.સભામાં મોદીએ તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પહેલા બે તબકકાની ચૂંટણીના મતાદનમાં TMC અને દીદી હારી જવાનું નકકી જ છે. મંગળવારે ભારતીય જનતા પાર્ટીના 41માં સ્થાપના દિવસે મોદીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું. મોદીએ  કહ્યું હતુ કે જો અમે બોલ્યા હોત કે બધા હિંદુઓ એક થઇ જાઓ તો ચૂંટણી પંચ અમને નોટીસ મોકલી આપતે.

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે બીજેપીમાં બંગાળની લહેર યથાવત છે. આ લહેરે દીદીના ગુંડાઓએ ઘેરી લીધા છે. મોદીએ મમતાની સાથે તેમના ભત્રીજા અભિષેક બેનરજી પર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું હતું કે મોટી સંખ્યામાં લોકોએ બહાર આવીને અમારા પક્ષમાં મતદાન કર્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિંમ બંગાળમાં મોટી જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે 2 મેના દિવસે જયારે ચૂંટણીના પરિણામ આવશે તો પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે અને સરકાર બન્યા પછી અહીં વિકાસ અભિયાન ઝડપી બનાવવામાં આવશે. મોદીએ કહ્યું કે તમે જ પ્રેમ આપ્યો છે તે 2 મે પછી ભાજપની સરકાર બનશે પછી વ્યાજ સમેત આ વિસ્તારમાં વિકાસ કરીને પાછો આપીશ.

 મમતા બેનરજીના મુસ્લિમ મતદારો વાળા નિવેદન પર મોદીએ નિશાન સાધતા કહ્યું હતું કે દીદી, આમ તો તમે ચૂંટણી પંચને ગાળો ભાંડો છો, પરંતુ જો અમે એવું કહ્યું હતો કે બધા હિંદુઓ ભેગા થઇ જાવ તો ઇલેકશન કમિશને અમને 8-10 નોટીસ મોકલી દીધી હતે. મોદીએ કહ્યું કે ચૂંટણીમાં કોણ હારી રહ્યું છે અને કોણ જીતી રહ્યું છે એ જાણવા માટે ભગવાનને કષ્ટ આપવાની જરૂર નથી. જનતા જનાર્દન જ ભગવાનનું રુપ હોય છે. જનતાને જોઇને જ ખબર પડી જાય કે હવાની રૂખ કઇ તરફ છે.

પ્રધાનમંત્રી મોદીએ મમતા બેનરજી પર તૃષ્ટિકરણનો આરોપ લગાવતા કહ્યું હતું કે શિક્ષકોની ભરતી હોય તે લોકોના કામ તમે માજ્ઞ તૃષ્ટિકરણ જ કર્યું છે. બંગાળના સામાન્ય લોકો, યુવાનોને, ખેડુતોને તેમના પોતાના હાલ પર છોડી દીધા છે. 10 વર્ષ સુધી તમારા ટોળાએ બંગાળને લૂંટવાનું જ કામ કર્યું છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp