જ્વાળામુખી પર બેઠું છે બંગાળ, ઘર છોડવા મજબૂર થયા લોકો: રાજ્યપાલ જગદીપ ધનખડ

PC: amarujala.com

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પરિણામ આવ્યા બાદ અહીં હિંસાની ઘટનાઓથી માહોલ બગડ્યો છે તો કોરોના સંકટથી પણ અહીંના લોકો ઝઝૂમી રહ્યા છે. એવામાં રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું છે કે એવો સમય ચાલી રહ્યો છે કે આપણે સૂઈ પણ નથી શકતા. રાજ્ય માટે એટલો પડકાર ભર્યો સમય છે, જ્યાં અમે એક જ્વાળામુખી પર બેઠા છીએ. લોકો પોતાના ઘર છોડવા મજબૂર છે, તેમને હત્યા, બળાત્કાર દરેક રીતે અપમાનિત કરવામાં આવી રહ્યા છે.

રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું કે મને આશા છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પૂરી ગંભીરતાથી સ્થિતિ પર ધ્યાન આપશે અને બધા સંબંધિત લોકોના પુનર્વાસ, વિશ્વાસ નિર્ણય, વળતર અને સુરક્ષિત કરવા માટે નિર્દેશિત કરશે, જેથી બધા એકજૂથ થઈને રહી શકીએ અને વિભાજનકારી તાકતો પોતાના ઈરાદાઓમાં કોઈ પણ રીતે સફળ ન થઇ શકે. રાજ્ય એક તરફ જ્યાં કોરોના મહામારીના સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે તો ચૂંટણી બાદ શરૂ થયેલી પ્રતિશોધાત્મક હિંસામાંથી પણ રાજ્ય પસાર થઈ રહ્યું છે.

રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું કે ચૂંટણી બાદ એવી હિંસા બાબતે ક્યારેય સાંભળ્યું નથી. આ સમય ખૂબ જ ગંભીર છે. લાખો લોકો પીડિત છે, એવામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને અપીલ કરું છું કે તેઓ સમય રહેતા પરિસ્થિતિને નિયંત્રણ મેળવવા માટે પ્રયાસ કરે. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ રાજ્યમાં બધુ સારું ચાલી રહ્યું નથી. અહીં થઈ રહેલી હિંસક ઘટનાઓના કારણે લોકો ડરી ગયા છે તો ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓની હત્યાની ઘટનાઓ પણ સામે આવી છે.

BJP કાર્યકર્તાઓનો હત્યાનો આરોપ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકર્તાઓ પર લગાવવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં પ્રવાસ કરી રહેલા રાજ્યપાલ જગદીપ ધનખડ રવિવારે નંદીગ્રામ જશે. આ પહેલાં કૂચ બિહારના પ્રવાસે ગયા હતા. મતદાન બાદ નંદીગ્રામના ઘણા ભાગોમાં હિંસક ઘટનાઓ થઈ છે. BJP કાર્યકર્તાઓના ઘરોમાં તોડફોડ સાથે મારામારીની ઘટનાઓ સામે આવી છે.

એક BJP કાર્યકર્તાનું મોત પણ થઈ ગયું છે. રાજ્યપાલ શનિવારે હરિપુરના હેલીપેડ પર ઉતર્યા બાદ કેન્દમારી, ચિલ્લાગ્રામ સહિત અલગ અલગ જગ્યાઓ પર પ્રવાસ કરશે. તેની સાથે જ રાજ્યપાલ નંદીગ્રામના જાનકીનાથ મંદિરમાં પૂજા કરશે. લગભગ 2 કલાક નંદીગ્રામમાં રહ્યા બાદ હરિપુર માટે હેલીપેડ મેદાનથી કોલકાતા જવાં રવાના થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp