26th January selfie contest

બંગાળમાં નવા-જૂનીના એંધાણ, TMCમા પાછા આવવા માગે છે 33 ધારાસભ્ય, BJPએ અફવા કહી

PC: business-standard.com

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી મોટા બદલાવના એંધાણ વર્તાઇ રહ્યા છે. એવા સમાચાર મળી રહ્યા છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થયેલા કેટલાક ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં પાછા આવવા માંગે છે. આ ધારાસભ્યોની સંખ્યા 33 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે BJPએ આ સમાચારોને નકાર્યા છે. પૂર્વ તૃણમૂલ કોંગ્રેસના નેતા સરલા મુર્મૂ, સોનાલી ગુહા અને દીપેન્દુ વિશ્વાસ પહેલા જ ખૂલીને પાર્ટીમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે BJPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયનો પુત્ર શુભ્રાન્સ રોય તૃણમૂલ કોંગ્રેસ તરફ જોઈ રહ્યા છે. જોકે આ વાતની અત્યાર સુધી અધિકારિક પુષ્ટિ થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે તેમની એક ફેસબુક પોસ્ટ બાદ આ રીતેની અટકળો લગાવવામાં આવી રહી હતી. જેમાં શુભ્રાન્સ રોયે કહ્યું હતું કે સરકારની નિંદા કરવાથી સારું પોતાનું નિરીક્ષણ કરવાનું છે. બીજપુર સીટ પરથી BJPની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરેલા રોયને હારનો સામનો કરવો પડ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સમાં BJP પ્રવક્તા શમિક ભટ્ટાચાર્ય, BJP નેતાઓ તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થવાના સમાચારોને અફવા બતાવી રહ્યા છે. તેઓ કહે છે કે આ દાવો જુઠ્ઠો છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ, પાર્ટી બદલુઓ સાથે જોડાયેલા નિર્ણય પર ઉતાવળ કરવા માંગતી નથી. પાર્ટી સાંસદ શુખેન્દુ શેખર રોયના જણાવ્યા મુજબ પાર્ટીની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસ છોડીને નવા નેતાઓની વાપસીને લઈને પહેલા ઘણા સવાલોના જવાબ શોધવામાં આવશે.

તેમણે જાણકારી આપી કે પહેલા એ જોવામાં આવશે કે તેઓ પાર્ટી (તૃણમૂલ કોંગ્રેસ)થી અલગ કેમ થયા? પાર્ટીમાં પાછા આવવા પાછળનું કારણ શું છે. એવી જાણકારી મળ્યા બાદ તેમને ફરી સભ્યતા આપવાને લઈને નિર્ણય કરી શકાશે. તેમણે દાવો કર્યો છે કે ઘણા નેતાઓના નામ અત્યાર સુધી સામે  આવ્યા નથી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદે કહ્યું કે એવી જ પરિસ્થિતિ રહી તો રાજ્યમાંથી BJP સાફ થઈ જશે.

મે મહિનામાં પૂરી થયેલી ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્ત્વમાં તૃણમૂલ કોંગ્રેસે રાજ્યમાં ફરી એકવાર સત્તા મેળવી છે. 294 વિધાનસભા સીટવાળા પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને 213 અને BJPને 77 સીટ મળી હતી. ચૂંટણી પહેલા ખૂબ સક્રિય રહેલી BJPમાં તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતા સામેલ થયા હતા. તેમાં દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને નંદીગ્રામ સીટ પરથી હરાવનારા શુભેન્દુ અધિકારીનું નામ પણ સામેલ છે. પાર્ટી બદલનારા આ નેતાઓમાંથી ધારાસભ્યોની સંખ્યા 33 હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp