આ બેઠક પરથી ચૂંટણી લડશે મમતા બેનર્જી, TMC MLAએ ખાલી કરી જગ્યા

PC: iansphoto.in

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ભવાનીપુરથી વિધાનસભા ચૂંટણી લડશે. ભવાનીપુરથી ચૂંટાયેલા ધારાસભ્ય શોભનદેવ ચેટર્જીએ ત્યાંની સીટ પરથી રાજીનામુ આપી દીધું છે એવામાં હવે જે પેટાચૂંટણી થશે તેમાં મમતા બેનર્જી ઉમેદવાર રહેશે. TMC ધારાસભ્ય શોભનદેવ ચેટર્જીનું કહેવું છે કે કોઇપણ દબાણ વિના તેમણે પોતાની સીટથી રાજીનામુ આપ્યું છે. પણ તેમને જાણ થઇ કે મમતા બેનર્જી જ ભવાનીપુરથી ચૂંટણી લડવા માગે છે. આ તેમની સીટ છે, એવામાં તેમણે અહીંથી લડવું જોઇએ.

શોભનદેવ ચેટર્જીને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે શું તેઓ રાજ્યસભા જશે, તો તેમણે કહ્યું કે આ પાર્ટીનો નિર્ણય રહેશે કે રાજ્યસભામાં કોણ જશે. પોતાના રાજીનામા પર શોભનદેવે કહ્યું કે, મુખ્યમંત્રીએ 6 મહિનાની અંદર કોઇપણ વિધાનસભા સીટ પર જીતવાનું છે. હું તેમની સીટ પર ઊભો રહ્યો અને જીતી ગયો. હું ધારાસભ્ય પદ એટલા માટે છોડી રહ્યો છું કે તેઓ નિષ્પક્ષ રીતે ચૂંટણી જીતી મુખ્યમંત્રી બની રહે.

TMC ધારાસભ્યનું રાજીનામુ સ્વીકાર કરતા વિધાનસભા સ્પીકર વિમાન બેનર્જીએ કહ્યું, તેમને મેં પૂછ્યું કે દબાણમાં તો રાજીનામુ નથી આપ્યું ને. હું તેમના જવાબથી સંતુષ્ટ છું અને તેમનું રાજીનામુ મંજૂર કરી લીધું છે.

6 મહિનાની અંદર વિધાનસભાના સભ્ય બનવું જરૂરી

જણાવી દઇએ કે, TMCએ આ વખતે પણ બંગાળ વિધાનસભામાં જીત હાંસલ કરી છે, મમતા બેનર્જી સતત ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. પણ તેઓ હજુ પણ ધારાસભ્ય નથી, કારણે કે આ વખતે તેમણે નંદીગ્રામ વિધાનસભા સીટથી ચૂંટણી લડી હતી, જ્યાં ભાજપાના શુભેંદુ અધિકારીએ તેમને માત આપી હતી.

એવામાં નિયમ અનુસાર, મમતા બેનર્જીએ 6 મહિનાની અંદર વિધાનસભા કે વિધાનસભા પરિષદના સભ્ય બનવાનું રહેશે. બંગાળમાં હાલમાં વિધાનસભા છે, તો મમતા બેનર્જીનું ધારાસભ્ય બનવું જરૂરી છે. હવે જ્યારે ભવાનીપુરથી ટીએમસીના ધારાસભ્ય રાજીનામુ આપવાની વાત કરી રહ્યા છે તો ટૂંક સમયમાં પેટા-ચૂંટણી થઇ શકે છે.

અત્યાર સુધીમાં મમતા બેનર્જી ભવાનીપુરથી જ ચૂંટણી લડતા આવ્યા છે, પણ આ વખતે ભાજપાને માત આપવાના પ્લાનથી તેમણે નંદીગ્રામને પસંદ કર્યુ. ભલે TMCએ ભાજપાને બંગાળમાં માત આપી હોય, પણ મમતા બેનર્જી પોતે નંદીગ્રામમાં હાર્યા છે. મમતા બેનર્જીએ 2011 અને 2016માં ભવાનીપુરથી જ જીત હાંસલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp