મમતા બેનર્જી કઈ રીતે બનશે ધારાસભ્ય? ચૂંટણી આયોગે પેટાચૂંટણીઓ પર લગાવ્યો પ્રતિબંધ

PC: dnaindia.com

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શપથ લીધા બાદ વિધાનસભાના સભ્ય કઈ રીતે બનશે? પાર્ટી આગળ આ એક મોટી સમસ્યા આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી આયોગે કોરોનાના વધતા કેસોનો સંદર્ભ આપતા રાજ્યમાં બે સીટો પર 16 મેના રોજ થવા જઈ રહેલી પેટાચૂંટણીઓ અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દીધી છે. મમતા બેનર્જી ટેકનિકલ કારણોથી આ સીટો પર ચૂંટણી લડી શકતા નહોતા. જ્યારે કોરોનાના કારણે આ બે પેટાચૂંટણી નહીં થઈ શકે તો બીજી ચૂંટણી કઈ રીતે થઈ શકશે?

રિપોર્ટ અનુસાર, જંગીપૂર અને શમશેરગંજમાં બે ઉમેદવારોના મોત બાદ ચૂંટણી પ્રક્રિયા અટકી પડી હતી અને નવી અધિસૂચના અનુસાર આ સીટો પર 16 મેના રોજ મતદાનની જાહેરાત થઈ હતી,પરંતુ ચૂંટણી આયોગે આ ચૂંટણી અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દીધી છે. મમતા બેનર્જી અહીંથી ચૂંટણી લડી શકતા નથી, કેમ કે માત્ર RSP અને કોંગ્રેસના ઉમેદવારોના મોત થાય હતા તો માત્ર એ જ પાર્ટીઓ પરચીઓ દાખલ કરી શકતી હતી. આમ તો વધુ એક સીટ ખાલી પડી છે, ખરદાની.

અહીં તૃણમૂલ કોંગ્રેસની જીત થઈ છે, પરંતુ ઉમેદવાર કાજલ સિન્હાનું કોરોનાના કારણે પરિણામ આવવા પહેલા જ મોત થઈ ગયું હતું. ચૂંટણી આયોગે આ સીટ માટે ચૂંટણી સ્થગિત કરવાની વાત કરી નથી, કેમ કે ચૂંટણી સ્થગિત, અધિસૂચના બાદ જ થઈ શકે છે અને આ સીટ માટે અધિસૂચના જાહેર જ થઈ નથી. આ સીટ માટે મમતા બેનર્જી માટે સારી ગણાતે. કારણ કે કોઈ ધારાસભ્યએ રાજીનામું ન આપવું પડતે અને સીટ પર પણ તૃણમૂલ કોંગ્રેસને જ મળી હતી.

મુખ્યમંત્રીએ 6 મહિનામાં ધારાસભ્ય બનવું પડશે, પરંતુ 6 મહિનાનો સમય વધારી પણ શકાય છે. શરત સાથે ચૂંટણી આયોગ કેન્દ્ર સરકાર સાથે વિચાર વિમર્શ કર્યા બાદ પ્રમાણિત કરે કે, ઉપરોક્ત અવધિમાં ચૂંટણી કરાવી શકાય નહીં. ગયા વર્ષે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ એવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. વિધાન પરિષદમાં સીટ ખાલી હતી, પરંતુ કોરોનાના કારણે ચૂંટણી પર પ્રતિબંધ હતો. એવામાં કેબિનેટે રાજ્યપાલ કોશયારીને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદની ખાલી એક સીટ પર નામિત કરવામાં અવે.

આ સીટ ચૂંટણીવાળી ન થઈને નામાંકનવાળી હતી, પરંતુ રાજ્યપાલે કેબિનેટનો અનુરોધ માન્યો નહોતો. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનને પત્ર લખ્યો ત્યારે રાજ્યપાલે પરિષદની ખાલી સીટોની ચૂંટણી માટે ચૂંટણી આયોગને પત્ર લખ્યો. આ ચૂંટણી અને તેનો પ્રચાર ખૂબ નાનો હોય છે. તે કોરોનાકાળમાં પણ થઈ ગયું અને પરિષદમાંથી સભ્ય બનાવથી ઉદ્ધવ ઠાકરેની સીટ પરથી સંકટ ટળી ગયું, પરંતુ પશ્ચિમ બંગાળમાં એક જ સદન છે અને વિધાન પરિષદ છે જ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp