ભાજપ ઉમેદવારની ગાડીમાં EVM મળતા જાણો અમિત શાહે શું કહ્યું

PC: economictimes.indiatimes.com

આસામના કરીમગંજ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) ઉમેદવારની કારમાંથી EVM મળી આવ્યા બાદ રાજનીતિ ગરમાઈ ગઈ છે અને માહોલ તણાવપૂર્ણ થઈ ગયો છે. BJP ઉમેદવારની ગાડીમાંથી EVM મળી આવવા પર ઉઠેલા વિવાદ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે મને આ સંબંધમાં વિસ્તૃત જાણકારી નથી. BJP ઉમેદવારની ગાડીમાં EVM મળી આવ્યા બાદ ઉઠેલા વિવાદ પર અમિત શાહે એક ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરતાં કહ્યું હતું કે, મને આ સંબંધમાં વિસ્તૃત જાણકારી નથી.

તેમણે કહ્યું કે હું ગુરુવારે દક્ષિણ ભારતના પ્રવાસે હતો. આજે રાતે હું આ બાબતે ફોન પર જાણકારી લઇશ. પરમ દિવસે જ્યારે હું ત્યાં જઈશ તો પૂરી સ્થિતિ બાબતે જાણીશ, પરંતુ ચૂંટણી આયોગને કોઈ એક્શન લેવા માટે રોક્યું નથી. ચૂંટણી કમિશને એક્શન લેવી જોઈએ. કાયદા મુજબ કમિશન પગલાં ઉઠાવે. બંગાળ હવે જાગૃત થઈ ગયું છે અને આ વખતે પરિવર્તન થવાનું છે. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળને વિકાસ અને સુરક્ષા નથી આપી. ચૂંટણી દરમિયાન ભારે સુરક્ષા બળ તૈનાત કરવાના સવાલ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુરક્ષા બળોનું કામ ગુંડાઓને રોકવાનું છે.

મમતા બેનર્જી પર નિશાનો સાધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દીદી પોતાની બીજી ઇનિંગમાં ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવામાં લાગી છે. તેમના આ પ્રયાસથી જનતા એટલી નારાજ થઈ ગઈ છે કે તેમને બાય બાય કરવાનું મન બનાવી લીધું છે. તેમણે પશ્ચિમ બંગાળ અને આસામમાં ચૂંટણીને લઈને કહ્યું કે બધી અટકળો 2 મેના રોજ સમાપ્ત થઈ જશે. નંદીગ્રામમાં મમતા બેનર્જી વિરુદ્ધ BJP તરફથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા શુભેન્દુ અધિકારી બાબતે અમિત શાહે કહ્યું કે શુભેન્દુ અધિકારી ઓછામાં ઓછા 20 હજાર મતોના અંતરથી જીતી રહ્યા છે.

તેમણે કહ્યું કે શરૂઆતી બે ચરણમાં કહ્યું કે શરૂઆતી બે ચરણમાં BJPને ઓછામાં ઓછી 50 સીટો મળવા જઈ રહી છે. શું બંગાળની જેમ BJPનો આગામી ટારગેટ કેરળ હશે? તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે એવી વાત નથી. હું માનું છું કે કેરળમાં સારી સરકાર હોવી જોઈએ. ધર્મના આધાર પર ન ચાલતી હોય. એવી સરકાર ન લેફ્ટ આપી શકે છે અને ન તો કોંગ્રેસ આપી શકે છે. ભારતીય જનતા પાર્ટી જ એવી સરકાર આપી શકે છે. આ પહેલા આસામ કરીમગંજ જિલ્લામાં એક કારમાંથી મળી આવેલા EVM પર માહોલ તણાવપૂર્ણ થઈ ગયો છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કારનો વીડિયો ટ્વીટ કર્યો છે. શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે જે બોલેરો ગાડીમાંથી EVM મળ્યું છે તે પાથરકાંડી વિધાનસભા સીટના BJP ઉમેદવાર કૃષ્ણેન્દુ પાલની છે. આ બાબતે ચૂંટણી કમિશને 4 મતદાન ઓફિસરોને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ FIR લખવાના આદેશ પણ આપ્યા છે. ચૂંટણી કમિશને જિલ્લા ચૂંટણી અધિકારી પાસે વિસ્તૃત રિપોર્ટ પણ માંગ્યો છે. મોટી વાત એ છે કે કાર સાથે ચૂંટણી કમિશનનો ન તો કોઈ અધિકારી હતો અને ન તો કારની અંદર કોઈ સુરક્ષા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp