26th January selfie contest

PM નરેન્દ્ર મોદીને મુસ્લિમ યુવકે કાનમાં કહી હતી આ વાત

PC: Navbharattimes.com

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર સામે આવી છે. તા.3 એપ્રિલના રોજ જ્યારે તેમણે ઝુલ્ફીકાર સોનારપુરમાં આયોજીત એક રેલીમાં આવ્યા હતા. તેમણે નમાજ વખતે પહેરે એ ટોપી પહેરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આ યુવકને મુલાકાત આપી અને એના ખભા પર હાથ મૂકીને એની વાત સાંભળી હતી.

આ ઉપરાંત પીએમ મોદીએ એમની સાથે મુલાકાત પણ કરી હતી. એ સમયે વડાપ્રધાન મોદી અને ઝુલ્ફીકાર વચ્ચે શું વાતચીત થઈ એને લઈને અનેક ચર્ચા થઈ રહી છે. ઝુલ્ફીકારને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને કેવું લાગ્યું, હવે તે શું વિચારે છે. આ તમામ પ્રશ્નોના જવાબ મળી ગયા છે. ઝુલ્ફીકારે કહ્યું કે, મંત્રી ફીરહાદ હકીમ પણ એવું કહે છએ કે, આ જગ્યાને મિની પાકિસ્તાન માનવામાં આવે છે. અમારા જેવા ભારતીયો જ્યાં સુધી છે ત્યાં સુધી આને ન બાંગ્લાદેશ, ન પાકિસ્તાન બનાવો. જે લોકો રાષ્ટ્રહીત અંગે વિચારે છે, પરિવાર અંગે વિચારે છે. દેશ વિશે વિચાર કરે છે, તેઓ આને પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહીં બનવા દે. અન્યથા અંદરોઅંદર લડાઈથી મરી જઈશું.

કહેવાય છે ને કે, લોઢું લોઢાને કાપે. અમારા જેવા મુસ્લિમ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અમે આને મિનિ પાકિસ્તાન નહીં બનવા દીઈએ.તા.3 એપ્રિલના રોજ થયેલી સભામાં મને જવાનું કોઈ મન ન હતું. જ્યારે બ્રીગેડમાં કાર્યક્રમ થયો હતો તો પાર્કિંગની જવાબદારી મને સોંપાઈ હતી. મેં તો સપનામાં પણ વિચાર્યું ન હતું કે, હું ત્યાં સુધી પહોંચી જઈશ. મેં એવું વિચાર્યું હતું કે, એક વખત વડાપ્રધાન મોદીને દૂરથી જોઈ લઉ અને પ્રણામ કરી લઈએ. કારણ કે હું એમને ફોલો કરૂ છું.

 


ઝુલ્ફીકારે કહ્યું કે, CAA-NCR મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. હકીકતમાં આ આપણી ભલાઈ માટે છે. તા.3 એપ્રિલના રોજ જ્યારે હું કાર્યક્રમમાં પહોંચ્યો ત્યારે એસપીજીએ મને સમજાવ્યો. પછી કોરોના ટેસ્ટ થયો. પહેલી વખત ખબર નહીં શું થયું પણ હું કંઈ સાંભળી શકતો ન હતો. હું હેલિપેડ પાસે ઊભો હતો. હું એક્ઝાઈટેડ હતો કે, તેઓ મારી સામે આવે અને દૂરથી હું એમને પ્રણા મ કરૂ. એસપીજીએ કહ્યું કે, તમે વડાપ્રધાન મોદીને પગે ન લાગતા. એક દિવસ પહેલા હું જુમ્માની નમાજ અદા કરવા ગયો હતો. નમાજ વખતે પહેરે એ ટોપી પહેરી હતી. મેઘનાથ પોદારના કહેવાથી મેં આ ટોપી પહેરી. મને ઘણું સારૂ લાગ્યું કે, ભાજપમાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે.

તેણે કહ્યું કે હું મુસ્લિમોને એ પ્રશ્ન કરૂ છું કે તમને હિન્દુસ્તાન બોલવામાં વાંધો શું છે? એક વાત એ સ્પષ્ટ છે કે, આ હિન્દુઓનું સ્થાન છે. મારો પ્રશ્ન એ છે કે, પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે, શું આ યોગ્ય છે? શું આ ઈસ્લામ છે? આ ખોટી વસ્તું છે. ભારતમાં- હિન્દુસ્તાનમાં મુસ્લિમોને ઘણી આઝાદી છે. જ્યારે તેઓ નજીક આવ્યા ત્યારે મેં કાનમાં એમને મારૂ નામ કહ્યું. તેમણે મારા ખભા પર હાથ મૂકને પૂછ્યું કે, શું બનવા માગો છો? મેં કહ્યું, નથી મારે કોઈ કાઉન્સેલર બનવું, નથી મારે કોઈ ધારાસભ્ય બનવું, નથી હું કોઈ સાંસદ બનવા માગતો, હું બસ રાષ્ટ્રહીતમાં કામ કરવા માગું છું. પછી મેં કહ્યું તમારી સાથે એક ફોટો, એ સમયે તેમણે ફોટોગ્રાફરને ઈશારો કર્યો. તેમણે મને કહ્યું કે, ટૂંક જ સમયમાં તમારી સાથે મુલાકાત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp