26th January selfie contest

મમતા બેનર્જીએ નમવું પડ્યું અને ચંડીનો પાઠ કરવો પડ્યોઃ સંબિત પાત્રા

PC: india.com

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી TMC(તૃણમૂલ કોંગ્રેસ)એ બહુમતનો આંકડો પાર કરી લીધો છે અને લગભગ 217 સીટ પર આગળ ચાલી રહી છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી 74 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યાં મમતા બેનર્જીની પાર્ટીએ પહેલાની ચૂંટણી કરતા 54 વધારે સીટો હાંસલ કરી છે તો ભાજપાએ લગભગ 47 સીટો ગુમાવી છે. પશ્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણીને લઇ એક ન્યૂઝ ચેનલના શોમાં ચર્ચા કરવામાં આવી. જેમાં ભાજપાની હાર પર ચોખવટ આપતા ભાજપા પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, માત્ર સીટો વધુ હોવાથી જીત કહેવાય નહીં.

સંબિત પાત્રાએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને મળેલી જીતને લઇ તેમના પર નિશાનો પણ સાધ્યો. ભાજપા પ્રવક્તાએ કહ્યું કે, તેમણે જીત માટે માથું નમાવવું પડ્યું છે અને ચંડીનો પાઠ કરવો પડ્યો છે. મમતા બેનર્જી દ્વારા આવું કરવું પણ એક રીતે ભાજપાની જીત હોવું છે.

સંબિતા પાત્રાએ કહ્યું કે, 30 ટકા મુસ્લિમ વોટ મમતા બેનર્જીને ગયા છે. એરપોર્ટથી ઉતરતા જ પહેલા મમતા બેનર્જીની તસવીરોમાં તે હંમેશા દુઆ માગતા દેખાતા હતા, પણ અમારી એન્ટ્રી પછી તેમણે દુઆ માગવાના સ્થાને દુર્ગા પૂજા કરવાની શરૂઆત કરી દીધી.

જીત માત્ર સીટ નંબરો ન હોય

સંબિત પાત્રાએ ભાજપાની હાર પર ચોખવટ કરતા કહ્યું કે, જીત માત્ર સીટના નંબરો હોતા નથી, જીત અત્યાચારથી મુક્તિનું નામ પણ છે. અમે મમતા બેનર્જી પર બળ નાખ્યું એ વાતનો અહેસાસ કરાવવા કે તુષ્ટિકરણનું રાજકારણ હાનિકારક છે.

પાત્રાએ કહ્યું કે, મમતા બેનર્જીએ નમવું પડ્યું અને ચંડીનો પાઠ કરવો પડ્યો. જે તે ઘરની અંદર 20 વર્ષથી કરી રહ્યા હતા, પણ ઘરની બહાર તે આવું કશું કરી રહ્યા નહોતા. પાત્રાની આ વાતને લઇ ન્યૂઝ એંકરે તેને વચ્ચે ટોક્યો અને કહ્યું કે, તમને નથી લાગતું કે જો તમે ત્યાં મુદ્દાનું પર રાજકારણ કરતે અને ત્યાંના મુદ્દાઓ ઉઠાવતે તો તમને વધારે ફાયદો થયો હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp