મહિલાઓના ન્યાય માટે આઠ દિવસથી ઉપવાસ કરનાર સ્વાતિ માલીવાલ વિશે જાણવા જેવી વાતો...

PC: indiatimes.in

મહિલાઓ સાથે થતા અત્યાચાર અને દુષ્કર્મોની ઘટનાના વિરોધમાં સ્વાતિ માલીવાલ રાજઘાટ પર ધરણા પર બેઠાં છે. તેઓ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ છે. હાલમાં જ બનેલી કઠુઆ અને ઉન્નાવની બળાત્કારની ઘટના સામે સરકારની ચુપ્પી વિરુદ્ધ 33 વર્ષના સ્વાતિ માલીવાલ ઉપવાસ કરી રહ્યા છે. ચાલો જાણીએ સ્વાતિ માલીવાલ વિશે જાણવા જેવી 10 હકીકતો...


1. આર્મી ઓફિસરની દીકરી સ્વાતિએ HCLની કોર્પોરેટ જોબ છોડીને સામાજિક કાર્યમાં રુચિ દાખવી છે.

2. 8 મહિનાની બાળકી પર થયેલા બળાત્કારની ઘટના પછી તેમણે એકલે હાથે જાન્યુઆરી 2018મા #RapeRoko અભિયાન શરુ કર્યું હતું

3. સ્વાતિ હાલમાં અનિશ્ચિત ભૂખ હડતાળ પર છે. તેની માગ છે કે વડાપ્રધાન બળાત્કાર ભોગ બનેલી પીડિતાને ન્યાય અપાય તે અંગે તેમની સાથે ચર્ચા કરે અને આરોપીઓને જલદી સજા થાય. તે આઠ દિવસથી ભૂખ હડતાલ પર છે.

4. #RapeRoko ઝુંબેશ માટે સંસદ પાસે જ્યારે તેમણે રેલી કાઢી હતી ત્યારે પોલીસ દ્વારા તેમની પણ અટકાયત કરવામાં આવી હતી અને આ દરમિયાન તેમણે ઇજા પણ થઈ હતી.

5. સ્વાતિ માલીવાલ દિલ્હી મહિલા આયોગના સૌથી યુવા અધ્યક્ષ છે.

6. તેમના અધ્યક્ષ બન્યા પછી, તેમણે મહિલાઓની કલ્યાણ માટે 12,000 કેસ કર્યા છે.

7. શરૂઆતના દિવસોમાં સ્વાતિ માલીવાલે મહિલાઓ અને બાળ વેપારને પહોંચી વળવા માટે જી.બી. રોડના વેશ્યાગૃહને બંધ કરાવ્યું હતું. તે તેમના સૌથી મહાન પડકારોમાંનો એક હોવાનું કહેવાય છે.

8. સ્વાતી માલિવાલએ જન લોકપાલ બિલ પાસ કરાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી, જેમાં તેમણે વિવિધ RTI ઝુંબેશોનું નેતૃત્વ કર્યું હતું

9. સ્વાતિ માલીવાલ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન કોર કમિટીના સૌથી યુવા સભ્યોમાંથી એક હતા, આ ગ્રુપમાંથી બાદમાં AAP પાર્ટીનો ઉદ્ભવ થયો.

10. તેમના ઉપવાસ કરવાનો અને આ પ્રકારના અભિયાન ચલાવવાનો મુખ્ય અને એકમાત્ર હેતુ મહિલાઓ માટે હકારાત્મક પરિવર્તન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp