લોકડાઉનમાં દૂધ લેવા નીકળેલા 13 વર્ષીય માસૂમને પોલીસવાળાએ માર્યો ઢોર માર

PC: news18.com

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે આખા દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. એવા સમયે પોલીસનો એક અમાનવીય ચહેરો સામે આવ્યો છે. ઘરથી બહાર દૂધ લેવા જઈ રહેલા 13 વર્ષીય માસૂમને પોલીસવાળાએ બેરહેમીથી માર માર્યો. આ ઘટનામાં માસૂમનો પગ ટૂટી ગયો છે. માસૂમનો આરોપ છે કે, તે કહેતો રહ્યો કે તે દૂધ લેવા જઈ રહ્યો છે પરંતુ, પોલીસવાળાએ તેની કોઈ વાત ન માની અને તેના પગમાં દંડા મારીને તેનો પગ તોડી નાંખ્યો હતો. દંડો માર્યા બાદ માસૂમનો પગ તૂટી ગયેલો જોઈને પોલીસકર્મી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

આ ઘટના બાદ સ્થાનિક લોકોની ભીડ ત્યાં એકત્ર થઈ ગઈ હતી. પીડિત માસૂમે જણાવ્યું હતું કે, તેણે પોલીસકર્મીને ઘરે ફોન કરીને ઘરવાળાને ફોન પર આ વાત પૂછવા પણ કહ્યું હતું પરંતુ તેણે માસૂમની એક વાત ન માની. આરોપ છે કે પોલીસકર્મી સતત માસૂમને દંડા મારતો રહ્યો. આ ઘટનામાં માસૂમનો એક પગ તૂટી ગયો છે. બાળકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના કર્મચારીઓએ તેને બચાવ્યો. તો ત્યાં ભીડ એકત્ર થયેલી જોઈને પોલીસકર્મી ભાગી ગયો હતો.

રસ્તા પરથી પસાર થતા મુસાફર દીપકે જણાવ્યું હતું કે, તેણે બાળકને અહીં પડેલો જોઈને તેના ઘરે ફોન કર્યો હતો. દિપકના જણાવ્યા અનુસાર, પોલીસવાળાની બાબતે કહેવામાં આવી રહ્યું છે કે તેની ફરિયાદ વારંવાર સાંભળવા મળી રહી છે. તેણે શેરીવાળાને પણ ખરાબ રીતે માર્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp