જાણો કઈ રીતે એક 13 વર્ષની બાળકીએ બચાવ્યો તેની માતાનો જીવ

PC: khabarchhe.com
 

ઇંગ્લેન્ડમાં રહેતી એક મહિલાની વર્ષભરની દીકરીએ અચાનક તેના લેફ્ટ બ્રેસ્ટમાંથી દૂધ પીવાનું બંધ કરી દીધું હતું. મહિલાને પહેલાં તો આ નોર્મલ લાગ્યું, પરંતુ જ્યારે તેણે ડૉક્ટરને જઇને બતાવ્યું ત્યારે તેના હોશ ઉડી ગયાં હતાં. તપાસમાં જાણવા મળ્યું કે, મહિલાના સ્તનમાં એક ગાંઠ બની ગઇ હતી, જેમાં કેન્સર થઇ ગયું હતું. યોગ્ય સમયે આ બાબતની જાણકારી મળતાં જ કેન્સરનો ઇલાજ કરવામાં આવ્યો અને હવે મહિલા કેન્સર મુક્ત થઇ ગઇ છે. મહિલાએ જણાવ્યું કે, તેની દીકરીએ જ તેનો જીવ બચાવ્યો છે.

આ સ્ટોરી ઇંગ્લેન્ડના હલ શહેરમાં રહેતી એક નર્સ ક્લેયર ગ્રૈનવિલે અને તેની સૌથી નાની દીકરી મટિલ્ડાની છે. મહિલાના બે બાળકો જૈકબ અને એમિલ પણ છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં 13 મહિનાની મટિલ્ડાએ અચાનક માતાના લેફ્ટ બ્રેસ્ટમાંથી દૂધ પીવાનું બંધ કરી દીધું હતું. અચાનક એક બ્રેસ્ટમાંથી દૂધ પીવાનું બંધ કરવાની વાત ક્લેયરને થોડી અજીબ લાગી હતી. ત્યારબાદ તે ડૉક્ટર પાસે ચેકઅપ માટે પહોંચી હતી. જ્યાં તેના થોડાં ટેસ્ટ કરાવવામાં આવ્યાં. ટેસ્ટના રિપોર્ટથી જાણવા મળ્યું કે, મહિલા બ્રેસ્ટ કેન્સરથી પીડાઇ રહી છે. ક્લેયરના લેફ્ટ નિપ્પલની પાછળ 10 સેન્ટીમીટરનું ટ્યૂમર મળ્યું, જે કેન્સરનું સ્વરૂપ લઇ ચૂક્યું હતું.

યોગ્ય સમયે બીમારીની જાણકારી મળતાં જ ડૉક્ટર્સે ઓપરેશન દ્વારા તેનું લેફ્ટ બ્રેસ્ટ હટાવી દીધું હતું. કીમોથેરાપી અને રેડિયોથેરાપીની મદદથી તેને ઠીક કરી દેવામાં આવ્યું હતું. થોડાં મહિના સુધી ચાલેલી સારવાર બાદ મહિલાએ જાન્યુઆરીમાં કેન્સરને મ્હાત આપી દીધી હતી. હવે તે સંપૂર્ણ રીતે ઠીક થઇ ગઇ છે. મારા જીવન પર આવી રહેલાં સંકટને મારી દીકરી મટિલ્ડાએ ઓળખી લીધું હતું. જેના લીધે તેણે મારા લેફ્ટ બ્રેસ્ટમાંથી દૂધ પીવાનું બંધ કરી દીધું હતું. જો તે આ સંકેત ન આપતે તો મને મારી બીમારી વિશે ક્યારેય જાણકારી મળી જ ના હોત અને જ્યારે જાણકારી મળતે ત્યારે ખૂબ જ મોડું થઇ ગયું હોત.

ડૉક્ટર્સે ઓપરેશન દ્વારા મહિલાનું લેફ્ટ બ્રેસ્ટ કાઢી નાખ્યું હતું. સાથે જ, કીમોથેરાપી અને રેડિયોથેરાપીના છ રાઉન્ડ આપીને તેની સારવાર કરવામાં આવી હતી. જાન્યુઆરી, 2019માં તેની ટ્રીટમેન્ટ પૂર્ણ થઇ ગઇ અને ડૉક્ટર્સે તેને સંપૂર્ણ રીતે કેન્સરમુક્ત જણાવી હતી. મહિલાએ કહ્યું, મેં સાંભળ્યું હતું કે, જાનવરોને આ વાતનો અહેસાસ થઇ જાય છે, જ્યારે તેમના માલિકોને કેન્સર થઇ જાય છે. પરંતુ હવે મને એવું લાગે છે કે, મટિલ્ડા પણ મને સમજી શકે છે. જો મટિલ્ડાનો સંકેત મેં સમજ્યો ના હોતો તો મારી સારવારમાં ખૂબ જ મોડું થઇ ગયું હતું અને કેન્સર ફેલાઇ ગયું હોત. એક દિવસ જ્યારે તે મોટી થઇ જશે ત્યારે હું તેને જણાવીશ કે, તેણે મારો જીવ કેવી રીતે બચાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp