19 વર્ષની આ યુવતિ કેબ ચલાવે છે, જેથી તે કોલેજ જઈ પોતાના સપના પૂરા કરી શકે

PC: indiatimes.com

કોઈને કોઈ કારણસર આજે આપણે બધાં જ પોતાના જીવનમાં વ્યસ્ત છે. રોજ આપણી નજરોની સામે એવું ઘણું બધુ થઈ જાય છે, જેની આપણને ખબર પણ હોતી નથી. એવું ઘણી વાર બને છે કે, આપણને કોઈ અજાણી વ્યક્તિ મળી આવે છે, જે કદાચ જિંદગીભર આપણને યાદ રહી જાય. ઓલિવિયા ડેકા નામની યુવતિ જોડે પણ કાંઈક આવું જ બન્યું. તેને એક એવી વ્યક્તિ મળી જેને તે ક્યારેય ન ભૂલી શકે. 19 વર્ષની એક યુવતિ છે, જે દિલ્હીમાં કેબ ચલાવે છે. તે આ કામ એટલા માટે કરે છે, કારણ કે તે કોલેજ જઈ શકે અને પોતાના સપના પૂરા કરી શકે.

ઓલિવિયાએ પોતાના ફેસબુક પર કોમલ નામની આ 19 વર્ષની યુવતિની સ્ટોરી શેર કરી છે. જેને અત્યાર સુધીમાં 17k લાઈક્સ અને 6.9k શેર મળી ચૂક્યા છે. જ્યારે 650થી વધારે લોકોએ પોસ્ટ પર કમેન્ટ કરી છે.

1 વર્ષથી કેબ ચલાવે છેઃ

કોમલ એ 19 વર્ષની યુવતિ છે. જે પાછલા 1 વર્ષથી દિલ્હીમાં કેબ ચલાવે છે. ઓલિવિયાએ પોસ્ટમાં લખ્યું, મેં સાકેતથી ગુડગાવ માટે કેબ બુક કરાવી જે ઘણી શાનદાર રહી, કારણ કે મારી ડ્રાઈવર એક નાની છોકરી હતી, જેના સપના ઘણાં મોટા હતા.

Took an UBER from Saket to Gurgaon and what a journey it's been because my Uber Driver was a little girl with big...

Posted by Olivia Deka on Wednesday, 13 November 2019

પિતા નહોતા ઈચ્છતા કે તે ભણેઃ

કોમલના બે મોટા ભાઈ અને એક નાનો ભાઈ છે. તે 1 વર્ષથી કેબ એટલા માટે ચલાવી રહી છે, કારણ કે તે પોતાના ભણતરનો ખર્ચો પોતે ઉઠાવી શકે. તે આ વર્ષે 12મું પાસ કરી લેશે. તેના પિતા નથી ઈચ્છતા કે તે આગળ ભણે. માટે તેને સ્કૂલ પણ ન કરવા દીધી. પણ તે પોતાના માટે લડી અને થોડા વર્ષ પછી ફરી એડમિશન કરાવી લીધું.

કોમલ કહે છે, હવે તો કોલેજ જવું છે અને લાઈફમાં ઘણું બધું કરવું છે. પિતા નથી ઈચ્છતા કે હું કેબ ચલાવું કે આગળ ભણું. પણ હું કોઈનું સાંભળતી નથી. હું પોતે કંઈક કરવા માંગું છું અને તે કરી પણ રહી છું. લોકો શું બોલે છે તેને હું ધ્યાન પર લેતી જ નથી.

કોમલની સ્ટોરી એ દરેક યુવતિઓ, મહિલાઓ અને છોકરાઓ માટે પ્રેરણાદાયી છે, જે પોતાના જીવનમાં કંઈક કરવા માંગે છે. હાલતની આગળ મજબૂર બનીને નથી બેસતા, પણ તેની સામે લડીને જીતીને બતાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp