23 વર્ષની એકટ્રેસને જ્યારે સમાચાર મળ્યા કે તેની 47 વર્ષની માતા ગર્ભવતી છે પછી...

PC: Indiaglitz.com

તમે નીના ગુપ્તા અને આયુષ્માન ખુરાના અભિનીત ‘બધાઇ હો’ ફિલ્મ જોઇ હશે. આ ફિલ્મમાં બે પુત્રની માતા હોવા છતા મોટી ઉંમરે નીના ગુપ્તા ગર્ભવતી બને છે. આવું જ વાસ્તવિક જિંદગીમાં પણ બન્યું છે. મલયાલમની નાના પડદાની 23 વર્ષનીઅભિનેત્રી આર્યા પાર્વતીએ હાલમાં જ તેની 47 વર્ષીય માતાની એક તસવીર પોસ્ટ કરી જે ગર્ભવતી છે. આનાથી ઘણા લોકોને આઘાત અને આશ્ચર્ય થયું. આર્યાએ  સોશિયલ મીડિયા પર પોઝિટિવ અને નેગેટીમ કોમેન્ટનો સામનો કરવો પડ્યો છે.

મલમયામની સ્મોલ સ્ક્રીન અભિનેત્રી આર્યા પાર્વતીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું છે કે તેની માતા મોડેથી ગર્ભવતી બની એ સમાચાર શરૂઆતમાં ઝટકા રૂપ હતો, પરંતુ એ પછી બધું નોર્મલ થઇ ગયું હતું અને હું મારી નાની બહેનનું સ્વાગત કરવા ઉસ્તુક છું. આર્યાએ લખ્યું કે હું રજામાં ઘરે જવાની તૈયારી કરતી હતી તે વખતે પપ્પાનો ફોન આવ્યો હતો, તેઓ થોડા બેચેન લાગતા હતા. તેમણે ફોન પર કહ્યું, અમ્મા પ્રેગનન્ટ હૈ. આ સાંભળીને ઘડીક હું વિચારમાં પડી ગઇ કે શું પ્રત્યાઘાત આપું? કારણ કે મારી માતા 47 વર્ષની છે અને મારા જન્મના આટલા લાંબા સમય પછી ગર્ભવતી બની છે.

આયુષ્માન ખુરાના અને નીના ગુપ્તા અભિનીત ‘બધાઈ હો’ ફિલ્મે માત્ર ઉંમરે ગર્ભાવસ્થા વિશેની સ્ટીરિયોટાઇપ વિચારધારાને  તોડી નથી, પરંતુ આધેડ યુગલો વચ્ચેની આત્મીયતા વિશે પણ નિખાલસતાથી વાત કરી છે. આર્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેના માતા-પિતા ડરી રહ્યા હતા કે સમાજ શું કહેશે? આ વાત બતાવવાથી તેમને શરમ લાગતી હતી. આર્યાએ કહ્યું કે હું ઘરે ગઇ ત્યારે માતાની ગોદમાં માથું રાખીને રડી હતી અને માતાને કહ્યું હતું કે, મને શરમ શું કામ લાગે, હું તો લાંબા સમયથી રાહ જોઇ રહેતી હતી કે મારે પણ કોઇ ભાઇ કે બહેન હોય.

પોસ્ટમાં આર્યાએ કહ્યું કે,નાનપણમાં હું અમ્માને કહેતી હતી કે મારે એક ભાઈ જોઈએ છે! પરંતુ અમ્મા કહેતી હતી કે મારા જન્મ પછી તેના ગર્ભાશયમાં કોઈ સમસ્યા હતી જેના કારણે તે ફરીથી ગર્ભ ધારણ કરી શકી ન હતી. એ પછી હું બેંગ્લોર આવી ગઇ હતી અને અમ્મા કેરળમાં રહી. જ્યા સુધી મને  પિતાનો કૉલ નહોતો આવ્યો ત્યાં સુધીબધું જેમ હતું તેમ ચાલી રહ્યું હતું. પરંતુ પિતાના એક કોલે મારી જિંદગી બદલી નાંખી છે.

આર્યાએ આગળ લખ્યું કે અમે ધીમે ધીમે માતાની પ્રેગનન્સી વિશે પરિવાર, મિત્રો અને સગાને કહેવાનું શરૂ કર્યું, કેટલાંકે વધામણા આપ્યો તો કોઇકે ટોણાં પણ માર્યા, પરંતુ અમે તેમની વાતોની કોઇ દરકાર કરી નહોતી. ગયા સપ્તાહમાં માતાએ એક પુત્રીને જન્મ આપી દીધો છે.

 arya

સામાન્ય રીતે 40 વર્ષની ઉંમરે મહિલાઓમાં ગર્ભવતી થવાની સંભાવના ઘટતી જાય છે, પરંતુ અસંભવ વાત નથી. હવે 40 વર્ષની ઉંમરની મહિલાઓ ગર્ભવતી થવાની ઘટના વધતી જાય છે.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp