24 વર્ષના યુવકે 55 વર્ષની મહિલા સાથે રેપ કર્યા બાદ ગળુ દબાવી કરી હત્યા

PC: gstatic.com

દિલ્હીના ગુલાબી બાગ વિસ્તારમાં એક 55 વર્ષની મહિલાની તેના જ ઘરમાં રેપ કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે હત્યા અને રેપના આરોપમાં 24 વર્ષીય યુવકની ધરપકડ કરી લીધી છે. આરોપી યુવક મહિલાનો પાડોશી છે. પોલીસ અનુસાર, મૃતક મહિલા ઘરમાં જ પૂજાનો સામાન અને ચાની દુકાન ચલાવતી હતી. સવારે જ્યારે એક ગ્રાહક ચા પીવા માટે આવ્યો અને તેણે મહિલાને અવાજ લગાવ્યો તો સામેથી કોઈ અવાજ આવ્યો નહિ. ત્યાર બાદ ગ્રાહકે તેની જાણકારી પોલીસને આપી દીધી હતી.

પોલીસ જ્યારે મહિલાના ઘરે પહોંચી તો મહિલાના કપડા અસ્ત-વ્યસ્ત હતા અને તે અચેત અવસ્થામાં હતી. પોલીસ જ્યારે મહિલાને હોસ્પિટલ લઈ ગઈ તો ત્યાં ડૉક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી દીધી હતી. પોલીસ હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરી તો મહિલાના ઘરની બહાર લાગેલા CCTV ફૂટેજમાં એ શંકાશીલ વ્યક્તિ દેખાયો. ત્યાર બાદ પોલીસે પાડોશમાં રહેતા 24 વર્ષના ધર્મરાજની ધરપકડ કરી લીધી હતી.

24 વર્ષીય આરોપી ધર્મરાજે પૂછપરછમાં જણાવ્યું કે, તે મહિલા જોડે લાંબા સમયથી કામ કરી રહ્યો હતો. પૈસાની લેવડ-દેવડને લઈને મહિલા જોડે તેનો ઝઘડો થયો હતો. ત્યાર બાદ મહિલાએ તેને અપશબ્દો કહ્યા હતા અને તેના પર થૂંકી હતી. તેને લઈને યુવકને ગુસ્સો આવી ગયો હતો. મોડી રાતે યુવક મહિલાની દુકાનમાં ઘૂસ્યો અને તેનું રેપ કર્યા બાદ ગળુ દબાવી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે મહિલાના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. અને આરોપી વિરુદ્ધ સંબંધિત ધારાઓ લગાવીને મામલો દાખલ કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp